અવલોકન- આત્મ નીરીક્ષણની અનૂઠી કળા
આત્મ નીરીક્ષણની અનૂઠી કળા
ૐ
શ્રી વીતરાગાય નમઃ
દેવચંદ કે. શાહ
Avlokan
આત્મ નિરીક્ષણની અનૂઠી કળા · Shri Devchand bhai Shah · 114 aphorisms
The Gujarati is the text. English renderings are working translations offered to open a door, not to stand in its place; technical terms are kept rather than replaced with approximations. 4 of 114 have one so far. Each aphorism has its own page, so a correction to one changes nothing else.
Aphorism 8
અંતરની સાક્ષીમાં હું જ્ઞાયક... જ્ઞાયક..... છું, રાગાદિ તે હું નથી-એમ સંસ્કાર નાખે તેને કાર્ય થવાનું જ છે.
કાષાય આવે તેને જણાવો એ તારી પ્રભુતા છે, કાષાયને કરવો ને કશાય મારા છે એમ માનવું-એ તારી પ્રભુતા નથી, પામરતા છે.
- પૂ. ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી
ધન્ય તે મુમુક્ષુ દશા!
મુમુક્ષુની દશા અલૌકિક આશ્ચર્યકારી હોય છે. એની ઉદાસીનતા, એની બેચેની, બીજાને પણ દેખાઈ જાય એટલી બધી હોય છે. જ્ઞાનીનો વૈરાગ્ય કદાચિત્ ન પણ દેખાય પરંતુ મુમુક્ષુનો વૈરાગ્ય તો દેખાય જ. પરિણામોનો વિવેક અજ્ઞાનીને હોતો નથી કારણ કે એને આત્માની દયા/ચિંતા/દરકાર હોતી નથી. તેને તો રસપૂર્વક સંસારની ઉપાસના ચાલુ જ છે. તેથી પરિણામોનો વિવેક ક્યાંથી રહે? (અવીરતિ) જ્ઞાનીને પણ વિવેક (પરિણામોની સંભાળ) દેખાતો નથી કારણ કે પર્યાયબુધ્ધિ જ રહી નથી. દ્રવ્ય દૃષ્ટિના જોરમાં કર્તૃત્વ/મમત્વ/એકત્વ બુધ્ધિ જ નાશ પામી છે. ‘આમ કરું કે આમ ન કરું’. એવી વીધિ અને નિષેધની વિકલ્પજાળથી જ્ઞાની મુક્ત થઇ ગયા છે. રાગ પણ પૂર્વકર્મના ઉદય અનુસાર તેની તે કાળની પર્યાયની યોગ્યતા પ્રમાણે સહજ થઇ જાય છે. જેને જ્ઞાની માત્ર જાણે જ છે. તેથી એમના પરિણમનમાં વિવેક ન દેખાય.
જયારે મુમુક્ષુની વાત જ ન્યારી છે. સતત પોતાના દોષોનું અવલોકન ચાલે છે. ક્ષણે ક્ષણે થતા ભાવભરણની આકૂળતા વેદાતાં એટલી ઉદાસીનતામાં વર્તે છે કે જરા પણ નુકસાનવાળા ભાવો ઉપજે તો તરત નિષેધ/ખેદ અંતરથી આવે છે. જ્યાં પોતાની જાગૃતિ છૂટે છે તેવા પ્રસંગોમાં મુમુક્ષુ જતો નથી. જાવું પડે ત્યાં અદ્દભુત નિશ્ચય અને વિશેષ જાગૃતિપૂર્વક એનો અવલોકનનો પુરુષાર્થ ચાલે છે. તેથી પરિણામોનો વિવેક, જાગૃતિ, વૈરાગ્ય, નીરસતા, ઉદાસીનતા સહેજે એનામાં હોય છે.
સારા મુંકેશુની ભૂમિકા એટલી સુંદર હોય છે કે એનું પરિણમન જોઈ સંસારી જીવોને પણ સહેજે સત્સંગ/શ્રીગુરૂનો મહિમા આવે છે. એનું પરિણમન/સંવેગ/ભાવના જોઈ સંસારી જીવોની એના પ્રત્યેની અપેક્ષા છૂટી જાય છે તેથી સંસારી જીવોનો પ્રતિબંધ આપમેળે છૂટી જાય છે. માર્ગ મોકળો થઇ જાય છે. અરે! ચૈતન્યમાંથી નીકળેલી એની શુધ્ધ ભાવના ને લીધે તો કુદરત પણ ઝૂકી જાય છે. હસ્તરેખા પણ બદલાઈ જાય છે. દિનબંધુની કૃપા જ એવી છે કે છૂટવાની ભાવનાવાળાને બાંધવો નહી.
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
ધન્ય છે પરમકૃપાળુદેવની મુમુક્ષુ દશા!
પૂર્વ સંસ્કારવશ સહજ વૈરાગ્યની વૃધ્ધિ થતાં પરમ કૃપાળુદેવે જયારે પાત્રાંક ૧૦૮ થી અવલોકનનો પ્રયોગ શરૂ કર્યો ત્યારથી માત્ર સાડા ત્રણ માસમાં જ પાત્રાંક ૧૨૮ પ્રમાણે પૂર્ણતાનું લક્ષ બંધાયું. આ લક્ષનાં કારણે વર્તમાન ક્ષણે દોષોને નિષ્પક્ષપાત પણે ચાલતા અવલોકનથી આગળ વધીને એ દોષોના નાશ માટેની કળા શીખવા એમણે સત્સંગ તેમજ પ્રત્યક્ષ સદગુરૂનાં ચારણ સમીપે રહેવાની અપૂર્વ ભાવના ઉપજી. પાત્રાંક ૧૨૮ માં મૂંઝવણભર્યા હૃદયથી લખે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ અર્થાત એવા સંતો ક્યાં છે કે જેની આશ્રય ભાવનામાં રહીએ?
શુધ્ધ ભાવના પૂર્વકની આ અંતરનાં પોકારનાં ફળ સ્વરૂપે પૂર્વે સાંભળેલી પ્રત્યક્ષ દેશનાથી પ્રાપ્ત દેશનાલબ્ધિ જાગી અને જાતિસ્મરણ હોવા છતાં જે ભેદજ્ઞાન વીધિ-સ્વાનુભવવીધિ-વિસરાઈ ગયેલી તે સ્મરણમાં આવી. સદગુરૂ સાક્ષાત્ મળે અથવા દેશનાલબ્ધિનું સ્મરણ થાય એ બેમાં વસ્તુતઃ જરાયે ફેર નથી કારણકે જરૂરત તો દોષોના નાશ માટે અવલોકનથી આગળ વધીને ભેદજ્ઞાન મંત્ર મેળવવાની હતી.
ભેદજ્ઞાન મંત્રની આરાધના વિના સમ્યગ્દર્શન ન થાય તેમજ અભિપ્રાય પૂર્વક તમામ દોષોનો અભાવ ન થાય.
અવલોકનની વીધિ તો માત્ર સ્વરૂપદર્શનને રોક્વાવાળા વિભાવ દોષને જોવાની વીધિ છે. દોષના નાશ માટે તો ભેદજ્ઞાન વીધિજ જોઈએ.
આમ કૃપાળુદેવની આરાધના અવલોકન-પૂર્ણતાનું લક્ષ-સદગુરૂની ભાવના-દેશનાલબ્ધિ- ભેદજ્ઞાનમંત્રની મોક્ષમાર્ગમાં અનિવાર્યતાનું જીવંત ઉદાહરણ છે.
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
સ્વાધ્યાય તે શાસ્ત્રવાંચન/શાસ્ત્રાભ્યાસ નથી
સ્વ+અધ્યાય=સ્વાધ્યાય.
સ્વ એટલે કે આત્મા અર્થાત સ્વ પણે અનુભવાતું - જણાતું જ્ઞાન.
અધ્યાય એટલે વારંવાર કરવામાં આવતો પ્રયોગ/અભ્યાસ/અધ્યયન. પૂ. ગુરૂદેવશ્રી તો વારંવાર જાહેરમાં ફરમાવતાં હતાં કે મુમુક્ષુજીવે દરરોજ ઓછામાં ઓછા ચાર કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. એનો અર્થ જ એમ છે કે જ્ઞાનને પોતાપણે અનુભવવાનો પ્રયોગ ખરેખર તો દિનરાત ચાલવો જોઈએ પરંતુ પૂર્વકર્મનાં ઉદય વશ લાચારીથી નિરંતર જાગૃતિ ન રહે તોય ચાર કલાક તો અભ્યાસ કરવો જ જોઈએ. પરંતુ જીવ જ્ઞાનીનાં વચનનો આશય ન સમજીને અંતર પ્રયોગને બદલે શાસ્ત્રવાંચનને સ્વાધ્યાય સમજી લે છે. પૂ. ગુરૂદેવશ્રીને પણ મુમુક્ષુઓની આ ભૂલનો ઘણો રંજ હતો. પૂ. બહેનશ્રીનાં વચનામૃત નં. ૨૪ ઉપર વ્યાખ્યાન આપતાં (તા. ૧૨-૬-૭૮) કહેલું “બહારનાં ક્રિયાકાંડમાં લોકોને રસ લાગી ગયો છે, ને આ અંદરની વસ્તુ રહી ગઈ છે..... વસ્તુસ્વરૂપ સમજ્યા વિના જીવને પાધરો ધર્મ કરવો છે. ”
-શ્રદ્ધેય શ્રી દેવચંદ કલ્યાણજી શાહ.
“શાસ્ત્રોનાં શબ્દો વિના હૈયા ઉકેલ થઇ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજૂં ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં..... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણો જ કરવો પડે છે... વિશ્વાસ આપવો જોઈએ. બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે?..... આનો અભ્યાસ વારંવાર જોઈએ. ”
- પૂ. ગુરૂદેવ શ્રી કાનજીસ્વામી. “દૃષ્ટિનાં નિધાન” વચનામૃત. -
No English rendering yet.
Aphorism 12
સાધકની ડાયરી - ‘સહજ ચિંતન’
(લેખકનાં અન્ય ચૂંટેલા આધ્યાત્મિક લાખનો)
આ દુ: ષમ પંચમકાળમાં જયાં પરમ સત્સંગ અને સત્સંગની અતિ દુર્લભતા છે એવા સમયમાં જીવે માત્ર શુધ્ધ અંતઃકરણની પરિપૂર્ણ આત્મશાંતિની ભાવનામાં રહી શકય એટલો સત્સંગ ઉપાસવો. સાધર્મી કે ગૃહસ્થ જ્ઞાનીઓનું ઉપજીવન સંપૂર્ણપણે શુભમય હોય એવું ઇચ્છનીય હોવા છતાં મુમુક્ષુજીવે એનો આગ્રહ કદાપિ સેવવો નહિ. એવો આગ્રહ (કદાગ્રહ) શુભભાવોની રૂચિરૂપ મિત્યાત્વનાં પરિણામ છે જેનું નુકશાન જીવે પોતે જ ભોગવવું પડશે. જે થોડા અંશમાં સત્સંગ મળે છે એ પણ ગુમાવી દેવાશે. અન્ય જીવ અશુભભાવમાં હોય કે શુભભાવમાં એનું ફળ એ જીવને ભોગવવાનું છે. પરંતુ શુભના આગ્રહથી આત્મકલ્યાણકારી સત્સંગ ગુમાવવાનું નુકશાન તો જીવે પોતે જ ભોગવવું પડશે. ‘પૂર્ણતાનું લક્ષ’ બાંધ્યા વિના જીવને પ્રયોજનની યથાર્થ પક્કડ આવતી નથી. વિવેક જાગૃત થાતો નથી તેથી ઘણીવાર કર્મોદયજનિત ઉદય પ્રસંગોમાં જોડાઈ જવાથી વિવેક ગુમાવી દેતા મનુષ્યભાવ વેડફાઈ જાય એટલું નુકશાન થઇ જાય છે.
No English rendering yet.
Aphorism 13
આત્માર્થીજીવે શાંતિથી ઊંડાણથી વિચાર કરવો ઘટે કે મિથ્યાત્વનો દોષ વધારે મોટો કે ચારિત્રમોહનો? પ્રથમ કયા દોષથી બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ? સ્વલક્ષે આત્મભાવનાથી જો જીવને મિથ્યાત્વનાં દોષની ભંયકરતા અધિક ભાસે તો સહેજે અન્યજીવનાં શુભ/અશુભ ભાવોની સમીક્ષા કરવાનું કે એની ઉપર વજન દઈ ધ્યાન દેવાનું છૂટી જાય અને પોતના પ્રયોજનનાં લક્ષે પ્રાપ્ત સત્સંગથી જેટલો લઇ શકાય એટલો લઇ લે. આત્માર્થી જીવને અન્ય જીવોનાં ચારિત્રનાં દોષો જોવાનું શું પ્રયોજન છે? એનાં કરતા પોતાના મિથ્યાત્વરૂપી મહાદોષને દૂર કરવાની ચિંતામાં ખરેખર તો એને પરપંચાયતી કરવાનું સૂઝતું જ નથી. દર્શનમોહનો નાશ કર્યા વિના ચારિત્રમોહનાં દોષનાં નાશનો ઉપાય કરવો એ તો રાખ ઉપર લિંપળ કરવા જેવું છે. ક્રમવિપર્યાસ પણ છે. માટે જીવે પોતાના કે બીજાના ચારિત્ર દોષને મુખ્ય કરવાને બદલે સૌ પ્રથમ પોતાનાં મિથ્યાત્વનાં દોષનો અભાવ કરવામાં જ સર્વશક્તિ લગાડી પુરૂષાર્થ કરવો ઘટે.
No English rendering yet.
Aphorism 21
“બીજું કાંઈ શોધમાં. એક સત્પુરૂષને શોધી એના ચરણ કમળમાં સર્વભાવ અર્પી દઈ વર્ત્યો જા; પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે”. કૃપાળુદેવનાં આ અતિશયભર્યા વચનોનું ગાંભિર્ય અનંત છે.
અહિં ૧) સત્પુરૂષની પરાધીનતા સ્વીકારવાનો હેતુ નથી. ૨) સત્પુરૂષનું અવલંબન વગર મોક્ષ નહિ એવો કહેવાનો હેતુ નથી. ૩) અહિં નિમિત્તાધીન દૃષ્ટિ કરાવવી નથી. ૪) અહિં સત્પુરૂષને પૂજાવાનો ભાવ નથી. ૫) અહિં સત્પુરૂષની કૃત્રિમ ભક્તિ - શુભરાગ કરાવવાનો હેતુ નથી. ૬) અહિં પરસન્મુખતા કરાવવાનો હેતુ નથી.
કોઈ પણ જ્ઞાનીનાં વચનો આત્મકલ્યાણ સધાય એવો જ આશય ધરાવે છે. ઉપરોક્ત વાચનના આશયને યથાર્થ સમજતાં સહેલાઈથી આત્માનુભૂતિ થાય છે. અનાદિથી સંસારમાં ભટકનાર મોક્ષનાં વાસ્તવિક અજાણ કોઈ પણ જીવને સહજપણે માર્ગદર્શકની જરૂર પડે છે. અંતર્મુખ થઇ આત્માનો અનુભવ કરવાની વીધિ તર્ક, અનુમાન, મનન, ચિંતન, ક્રિયાકાંડ, કાષાયની મંદતા, બુધ્ધિથી સમજાય એમ નથી, સ્વાનુભવ અતિ ગહન છે. અનાદીનાં સંસાર પરિભ્રમણનાં દુઃખોથી બચવા જીવે કઈ ક્ષણે ઉપાય નથી શોધ્યો? છતાં યથાર્થ માર્ગદર્શન વિના સુખની ઝંખનામાં જીવે જે કંઈ ફાંફાં માર્યા તેમાં સુખને બદલે દુઃખ જ હાથ આવેલ છે. આ ક્ષણભંગુર મનુષ્યભવમાં સ્વચ્છંદપણે સાચો ઉપાય ગોટાવાના પ્રયાસમાં જિંદગી બગાડવાને બદલે સાચી વીધિનાં રહસ્ય પ્રકાશક ઉપકારી સદગુરૂનું શરણ લેવામાં આવે તો કેટલો સમય બચે? કેટલી ચિંતા મટે? કેટલી અનિશ્ચિતતાનાં ભયથી મુક્તિ મળે? મોક્ષ તો નિશ્ચિત થાય જ કારણકે શ્રીગુરૂ ચરણમાં આવ્યા બાદ ઉદયવશ કે પ્રમાદવશ કાંઈ ક્ષતિ રહી જાય તો ઉપકારી ગુરૂ સમજાવીને કે વઢીને તે દોષથી મુક્ત કરવામાં નિમિત્ત બની શકે.
અરે! પોતાની મેળે ઉપાય શોધવાને બદલે આખી જિંદગી એમને એમ મૂંઝવણમાં અને સદગુરૂને ગોતવામાં પુરી થાય તોય સહજમાં સંસાર પ્રત્યે ઉદાસીનતા પૂર્વકની યથાર્થ ભાવના ટકી રહે અને એવી ભાવના ન ફળે તો ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એવી યથાર્થ ભાવનાથી કુદરત બંધાયેલી છે. બીજા ભવે કુદરત અવશ્ય એને સત્યપુરૂષનાં સંગમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) લઇ જાશે.
કૃપાળુ દેવ તો પોતાનાં અનુભવથી સાચું જ જણાવે છે કે સત્ સરળ છે, સુગમ છે, સત્ છે અને સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે પણ સત્ ને બતાવનાર સત્ (સદગુરૂ) જોઈએ.
પૂ. ગુરૂદેવશ્રી કહે છે કે ‘દીવે દીવો પ્રગટે’. જયારે ઉપાદાન તૈયાર થાય તો સતપુરૂષ જેવા યથાર્થ નિમિત્ત જ હોય. નિમિત્તથી કાર્ય ન થાય એ વાત સાચી પરંતુ કાર્યની ઉત્પત્તિ સમયે પાંચ સમવાયમાં નિમિત્ત પણ હોય જ. એને ઉડાવે એને વસ્તુસ્વરૂપનું જ્ઞાન પણ યથાર્થ નથી જ.
આમ ‘બીજું કાંઈ શોધમાં’ માં વસ્તુસ્વરૂપનું યથાર્થ ચિત્રણ અને અનંતકાળથી અથડાતા, રખડતા, ભટકતા, મૂંઝાતા જીવને મુક્તિ માટેનો રામબાણ સચોટ ઈલાજ બતાવવાનો આશય છે.
પણ અરે! આ કાળમાં જીવોની આત્મભાવનામાં એટલી ખોટ છે કે જ્ઞાનીઓના અનુભવપૂર્ણ વચનોનાં આશયને સમજી શકતાં નથી! કરાળ કાળ!
No English rendering yet.
Aphorism 23
આત્માનુભવ થયા વિના કાષાયભાવો ગમે તેટલી હદે મંદ થયેલાં દેખાય છતાં એમાં અનંતાનુબંધિપણું ગર્ભિત છે જ. દા. ત. રાત્રિભોજનના ત્યાગનો નિયમ લીધાં પછી ક્રિયાથીભોજન ન લેવાય અને મનમાં ભાવ પણ ન આવે છતાં બીજાને દવા કે પાણી પીવડાવે તો ય નિયમ તૂટે. વળી કદાચિત્ પોતે ન પીવડાવે પણ અન્ય પીવે અને એને અન્ય પીવડાવે - એમાં થીકપણું આવે તો ય નિયમ ભંગ થાય, મોહના અભાવ વિના અનંતાનુબંધીની જડ જયાં કપાઈ નથી ત્યાં મન - વચન - કરવું - કરાવવું - અનુમોદવું એમ ૯ કોટીમાંથી કયાંક ને કયાંક નિયમ બંધ થવાનો જ. જ્ઞાનદશા પ્રગટ્યા પછી જ અનંતાનુબંધી કષાયનો અભાવ થાય. તેથી વિશેષ પંચમગુણસ્થાનમાં પાંચમી પડીમા ધારણ કરવા જેટલી અંતર સ્થિરતા અને બાહ્યમાં અપ્રત્યાખાન કષાયનો અભાવ થાય ત્યારે કંદમૂળાદિ અભક્ષ્યનો ૯ કોટીથી ત્યાગ હોય. એથી આગળ છઠ્ઠી પડીમાને યોગ્ય અંતરસ્થિરતા અને અપ્રત્યાખ્યાન કષાયનો એટલી માત્રામાં અભાવ થાય ત્યારે રાત્રિભોજનનો ૯ કોટિએ ત્યાગ થાય. જિનવરે ભાખેલાં પંચમહાવ્રત અને ૨૮ મુળગુણ શુધ્ધપણે પાળનાર દ્રવ્યલિંગી મુનિ પણ આત્મજ્ઞાન વિના યથાર્થપણે ચારીત્રદશાને પામતો નથી. એથી સર્વજ્ઞે અજ્ઞાનીનાં સર્વ યમનિયમ, વ્રત-તપ-જપને બાળવ્રતને બાળતપ કહ્યા છે. એનાથી અંશમાત્ર પણ દર્શનમોહ (સંસારનું બીજ) કપાતો નથી. અહો! જિનવરે પ્રકાશેલો મોક્ષમાર્ગ અલૌકિક અદભુત છે. એમણે પ્રકાશેલાં વ્યવહાર મોક્ષમાર્ગને પણ યથાર્થ રીતે અજ્ઞાની સમજતો નથી તો પછી નિશ્ચય રત્નત્રય રૂપી મોક્ષમાર્ગ તો કયાંથી સમજાય? પૂર્ણતાના લક્ષપૂર્વક યથાર્થ મુમુક્ષતા પ્રગટ્યા વિના અને પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ થઇ ભક્તિ-પ્રેમરૂપ ચરણ સાનિધ્ય વિના જીવને મોક્ષમાર્ગ જ સમજાતો નથી ત્યાં પછી પરિણમન તો કયાંથી થાય? પૂ. ગુરૂદેવશ્રીએ યથાર્થ કહયું છે કે હે જીવ! ચારિત્ર કરતાં પહેલાં દર્શનશુધ્ધિનો તું ઉપાય કર.
No English rendering yet.
Aphorism 25
ઉપાદાન જાગૃત થાય તો નિમિત્ત મળી જ રહે છે. એવા જ્ઞાનીપુરૂષોનાં કથનમાં એવો આશય છે કે નિમિત્તનો આધાર છોડી દે. શ્રીગુરૂ માર્ગ બતાવે પણ ચાલવાનો પુરૂષાર્થ તારે જ કરવો પડશે. પુરૂષાર્થ વિના શ્રીગુરૂની કૃપાથી માર્ગ - મળશે એવું માનીશ નહીં. આવો અર્થ ન સમજતાં કોઈ છળ ગ્રહણ કરે કે શ્રીગુરૂચરણનાં સાનિધ્ય અને સત્સંગ વિના ઉપાદાનથી કાર્ય સિધ્ધ થઇ શકશે. માટે શ્રીગુરૂની શોધ કરવાની જરૂર નથી. શ્રીગુરૂ સામે ચાલી સ્વયઁ આવશે - તો તે ગંભીર ભૂલ છે. કારણ કે જેનું ઉપાદાન તૈયાર થાય અર્થાત જેને ભવભ્રમણનો થાક લાગે, ચિંતના - વેદના - ઝુરણાં ઉત્પન્ન થાય એ તો ચૂંટાવાના માર્ગને જાણવા માર્ગદર્શક શ્રીગુરૂની ખોજ કરે કરે ને કરે જ. તે એમ ન કહેકે મારું ઉપાદાન જાગૃત થઇ ગયું છે તો શ્રી ગુરૂ સામેથી મને મળશે. એટલી શાંતિ અને ધીરજ જાગ્રત ઉપાદાનવાળા જીવમાં હોતી જ નથી. ઉદયભાવોમાં તીવ્ર દુઃખનો અનુભવ થયા વિના કોઈ ઉપાય (અર્થાત્ શ્રીગુરૂનાં માર્ગદર્શન) ને ગોતે નહીં તો ગોત્યા વિના માર્ગ મળે પણ નહિ. જે ગોતે તેને જ માર્ગ મળે.
No English rendering yet.
Aphorism 28
ઉપશમ: કષાયોની મંદતા. તીવ્ર હર્ષ નહિ - તીવ્ર શોક નહિ; તીવ્ર રાગ નહિ, તીવ્ર દ્વેષ નહીં. દા. ત. ગુલાબજાંબુ પૂર્વે જે તીવ્ર-રસથી ખવાતાં તે હવે મંદ-રસ પૂર્વક ખવાય છે એટલે કાષાયનું ઉપશમન થયું.
વૈરાગ્ય: એટલે વિચારબળે કરીને કે હઠે કરીને ભોગોમાં ન પ્રવર્તવું. દા. ત. ગુલાબજાંબુ જોવા છતાં તેને ન ખાવા, ખાવાનો ત્યાગ કરવો.
ઉદાસીનતા: સ્વરૂપ સન્મુખતાનાં પ્રયાસમાં બાહય પ્પ્રર્વત્તિ અને એ લક્ષે થતાં શુભાશુભ ભાવો ઉપર લક્ષ જ ન જાય. દા. ત. ગુલાબજાંબુ મંદ રસે ખવાય છે કે ત્યાગપૂર્વક વૈરાગ્યથી નથી ખવાતાં તેનું ભાન ન થવું અને સ્વરૂપ સન્મુખતાના અર્થે અવલોકન કે ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલવો.
મુમુક્ષુને ઉપશમ અને તેથી આગળ વધીને વૈરાગ્યનાં પરિણામો થાય પરંતુ સાચી પાત્રતા ઉદાસીનતાથી કેળવાય છે. એ અર્થે નિરંતર અવલોકનનો પ્રયોગ કરવા યોગ્ય છે. ઉપશમ અને વૈરાગ્યમાં દૃષ્ટિ જે તે પદાર્થ પ્રત્યે હોય છે જ્યારે ઉદાસિનતામાં દૃષ્ટિ નિજપરિણામો પ્રત્યે હોય છે. તેથી ઉદાસીનતા જ્ઞાતાભાવની સુયોગ્ય પૂર્વભૂમિકા છે. કૃપાળુદેવે સાચે જ કહ્યું છે.
“સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા,
અધ્યાત્મ કી જનની હૈ અકેલી ઉદાસીનતા”.
વર્તમાન વર્તતા શુભ કે અશુભ પરિણામોનું સતત અવલોકન અનાદીનાં મિથ્યાસંસ્કારથી દૃઢ થયેલી મોહની ગાંઠને ઢીલી પાડવાનો એકમાત્ર ઈલાજ છે. અવલોકનથી જીવને પોતાને સમજાય છે કે પોતાની રૂચિ ક્યા પદાર્થ/વ્યક્તિમાં ફસાઈ છે. પ્રતિબંધો જણાય છે. વાસ્તવિક્તા સમજાય છે. પ્રતિબંધોથી થાતું નુકસાન સમજાય છે. પોતાના ભાવોને વાસ્તુના પરિણમન સાથે કાઈં જ સંબંધ નથી એમ સમજાય છે. ભાવો કરી પોતે નિરર્થક પોતાને દુઃખી કરી રહયો છે. પોતે જાગ્રત રહે - ભિન્ન રહે તો આકૂળતાથી મુક્તિ મળી શકે એવો વિશ્વાસ આવે છે. અવલોકન કરવાથી દર્શનમોહની યથાર્થ મંદતા થતા જ્ઞાન નિર્મળ થાય છે. પોતાના સૂક્ષ્મ દોષો પણ નજરાય છે. સદગુરૂનાં વચનનો આશાય સમજાય છે. પોતાના પ્રયોજન સાથે શ્રીગુરૂનાં માર્ગદર્શનનો સીધો જ સંબંધ દેખાતાં ઉપકારી નિષ્કારણ કરૂણાશીલ શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉછળે છે. અવલોકનથી સંયોગોની રૂચિ છૂટી જાય છે. વૈરાગ્ય અને ઉદાસીનતા વધતી જાય છે.
No English rendering yet.
Aphorism 30
અજ્ઞાનીને સંસારસમુદ્રામાં તરતાં આવડતું નથી ને તરવું પણ નથી જયારે મુમુક્ષુને તરતાં આવડતું નથી ને ડૂબવું નથી. તેથી મુમુક્ષુને ઘણી મૂંઝવણ થાય છે. મૂંઝવણ અજ્ઞાનીને નથી થતી કારણ કે પોતે સ્વયં સંસારને રાજીખુશીથી ઉપાસે છે. મૂંઝવણ જ્ઞાનીને નથી થતી કારણ કે હજી કેટલાંક ભવો બાકી હોવા છતાં જળમાં કમળની પેઠે સંસારમાં રહી તરતાં આવડે છે. મૂંઝવણ મુમુક્ષુને થાય છે. સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને માટે પ્રયત્નશીલ જીવ જ મુમુક્ષુ છે. યથાર્થ પણે દર્શનમોહ ગળવા સાથે આ મૂંઝવણ ને સીધો સંબંધ છે. જે દર્શનમોહની શક્તિને ૧૧ અંગ અને ૯ પૂર્વનું ક્ષયોપશમ તેમજ પંચમહાવૃતને ૨૮ મૂળગુણનું ચારિત્ર (મંદકષાય) ન ગાળી શકે તેને આ મૂંઝવણ ગાળી દે છે. મૂંઝવણ વધે તેમ દર્શનમોહ ગળે ને જ્ઞાન નિર્મળ થાય અને મોક્ષમાર્ગે કેમ વધવું તે અંદરનો પોતાનો ઘણી ચૈતન્યદેવ પરમગુરૂ સ્વયઁ સુઝાડે છે. અંદરની સૂઝ સાથે જ્ઞાનીનાં વચનો અને પરમાગમોનાં કથનો મેળ ખાય છે. તેથી મુમુક્ષુને હીંમત - પ્રેરણા મળે છે. સંવેગ આવે છે. ઉત્સાહ વધે છે. આમ ઉપાદાનમાં પાત્રતા થતાં જીવ પાછું વાળી જોતો નથી. અલ્પસમયમાં જ એને સ્વાનુભૂતિ થઇ જાય છે.
No English rendering yet.
Aphorism 38
અનાદિનો ગાઢ દર્શનમોહ બે પ્રકારે મંદ થઇ શકે છે ૧) શુધ્ધ અંતઃકરણથી આત્માને ભવભ્રમણથી છોડાવવાની ચિંતનાં - વેદના - ઝૂરણા થઇ દૃઢ મોક્ષેચ્છા થાવી ૨) મોક્ષની યથાર્થ વીધિ જાણવા/સમજવા અને પ્રયોગાન્વિત કરવા અર્થે વિદ્યમાન સત્પુરૂષનાં ચરણકમળોની તન - મન - ધન - આત્માથી અર્પણતા કરી પ્રેમરૂપ ભક્તિથી ઉપાસના કરવી.
બન્ને પ્રકારની ઉપાસના અનિવાર્ય છે. પહેલું હોય અને બીજું ન હોય તો માર્ગપ્રાપ્તિ ન થાય. તેમ ભક્તિ હોય પણ દૃઢ મોક્ષેચ્છા ન હોય તો પણ કાર્યસિધ્ધિ ન થાય.
દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થતાં જીવે પોતાના હિતની બેદરકારી અર્થાત્ નિજસ્વરૂપની વિરાધનાથી જે દર્શનમોહ બાંધેલ તે મંદ થયો પરંતુ અનંતકાળની રખડપટ્ટીમાં કુદેવ-કુગુરૂ-કુશાસ્ત્રની આરાધના અને સુદેવ - ગુરૂ - શાસ્ત્રની વિરાધનાથી બંધાયેલ દર્શનમોહ કેવીરીતે ગળશે? એ ગાળ્યા વિના માર્ગની યથાર્થ વીધિ જ સમજમાં નહિ આવે, માટે વિદ્યમાન સત્પુરૂષની ઓળખાણ પૂર્વક ભક્તિ પ્રેમરૂપ દશા વિના જીવ સન્માર્ગે ચડી શકતો નથી.
No English rendering yet.
Aphorism 49
ભવિષ્યનાં અનંત જન્મમરણને નોતરનારાં શુભ-અશુભ ભાવો વર્તમાનમાં અજ્ઞાનવશ સહજપણે થઇ રહ્યાં છે એનું અવલોકન-માત્ર અવલોકન કરવમાં આવે તો જીવને ચિંતા ઉપજ્યા વિના ન રહે. એને એ ચિંતાનું સમાધાન ન મળે તો વેદના થઇ ક્રમે ઝૂરણાં આવ્યા વિના ન રહે. આવી મૂંજવણ સહજ ઉત્પન્ન થવી એ મુમુક્ષતાની ખરી શરૂઆત છે. આની પહેલાં ગમે તેટલાં લાંબા સમયનો સત્સંગ તેમજ મંદકષાય યુક્ત આચરણ થયું હોય તો પણ મુમુક્ષતાની શરૂઆત જ થઇ નથી. મૂંઝવણ ન હોય તો સત્સંગ ભક્તિ - પૂજાનો અર્થ શો? સતસંગાદિ તો આત્મશાંતિને અર્થે જ થવા ઘટે. માત્ર ચીલાચાલુ ઘરેડ બને તેથી ભવભ્રમણ અંશમાત્ર પણ ઘટે નહિ.
No English rendering yet.
Aphorism 54
સમ્યગ્દર્શનના વાસ્તવિક સ્વરૂપથી અજાણ સમ્યગ્દર્શન વિષે અટપટી કલ્પના કરી લે છે. ૧) ઘણાં માને છે કે સમક્તિ થાય એટલે જાણે એટલું બધું પ્રાપ્ત થઇ ગયું કે પછી કાંઈ કરવાનું રહેતું નથી ૨) ઘણાં માને છે કે શરીરથી ચૈતન્યગોળો સ્પષ્ટપણે ભિન્ન પડી જાય, ભૂખ - તરસ લાગે નહિ - વેદના આવે નહીં, અપૂર્વ ચમત્કાર થાય. જયજયકાર થઇ જાય. અથવા ૩) ઘણાં માને કે સમક્તિ થાય એટલે ચારિત્ર અત્યંત શુભ આચરણવાળું હોય, અશુભભાવ આવે જ નહિ, અશુભ પ્રવૃત્તિ હોય જ નહીં. અથવા ૪) ઘણાં માને કે સમક્તિ થતાં એવી ઉદાસીનતા આવે કે જીવતું મડદું થાય - હાસ્ય - મઝાક - શોક - ભયના પરિણામો થાય જ નહિ. આમ ઘણી બધી કલ્પનાએ ચડેલો જીવ ભ્રમપૂર્વક સમક્તિનો મહિમા કરે છે પરંતુ તે યથાર્થ નથી. સમ્યગ્દર્શન તો દેહ-મન-વાણી-વિભાવભાવો તેમજ એક સમયની પ્રમત-અપ્રમત દશાથી સમુર્ણપણે ભિન્ન પોતાનાં નિજપરમાત્માનાં અસ્તિત્વની શ્રધ્ધા અને એ શ્રધ્ધાને કારણે ઉપજેલી અનંત શાંતિનાં (અકર્તૃત્વભાવ) પરિણમનની શરૂઆત માત્ર છે. શ્રી ગુરૂએ બોધેલ ભેદજ્ઞાનનાં સતત અભ્યાસનાં બળે જયારે પોતાનાં સ્વભાવની મહિમા - પ્રત્યક્ષતા પૂર્વક ઉછળીને વીજળીની જેમ સર્વાંગે આત્મપ્રદેશ (દેહાકાર) અત્યંત આણંદદાયી (વિદ્યુત જેવા) પ્રવાહો પ્રવહે અને તે વખતે દેહથી માંડી સમગ્ર વિશ્વથી જુદો પડી જાય. વિકલ્પોનાં સમૂહ તિરોભૂત થાય - જણાય જ નહિ માત્ર પોતાના ત્રિકાળી અદભુત સ્વભાવ પાર જ ધ્યાન (જ્ઞાન ઉપયોગ) કેન્દ્રિત થયું હોય. તે વખતે દ્રવ્ય અને આનંદમયી પરિણામોનું એક સાથે (જ્ઞાન ઉપયોગ) જ્ઞેયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણજ્ઞાન ઉપજે. કર્તાભાવ હંમેશને માટે છૂટે. જ્ઞાતાભાવનું સતત પરિણમન શરૂ થાય. પોતાની ગમે તેવી દશા સાથેનો સંબંધ શ્રધ્ધાથી છૂટી જાય ત્યારે આવી દશાનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે.
સમ્યગ્દર્શન થતાં બાહય સંયોગો બદલાઈ જાય કે ચમત્કાર થઇ ગરીબી મટી અમીરી થાય કે શરીરનો રોગ - વેદના દૂર થાય કે કુરૂપતા મટી સુંદર રૂપ થાય કે પ્રતિકૂળતા મટી સર્વ અનુકૂળતા થાય કે બંધા પ્રકારનું શાસ્ત્રજ્ઞાન થાય કે બધી વિદ્યાઓ હસ્તગત થાય કે કાષાયરહિત થાય કે લોકમાં સન્માનિત થાય - જયજયકાર થઇ જાય અપયશ ન મળે - નિંદા ન થાય કે સંયોગોનું તમામ સુખ મળે, લોકમાં ઉંચુ પદ મળે, નોકરી ન કરવી પડે કે મજૂરી ન કરવી પડે, ધંધામાં નુકશાન થાય જ નહિ અથવા ધંધો ન કરવો પડે અથવા ઈચ્છા પ્રમાણે બધું સફળ થાય એવો ચમત્કાર સર્જાય. એવી કે એવા પ્રકારની ઘણી કલ્પિત માન્યતાઓ ભ્રામક છે. સમ્યગ્દર્શન કાંઈ બાહય ચમત્કાર નથી એ તો ચૈતન્યચમત્કાર છે. એટલું સરળ છે કે સંજ્ઞી તીર્યંચ પણ પ્રાપ્ત કરી શકે. સાતમી નરકની વેદના પણ રોકી શકે નહિ. એ તો શ્રધ્ધાનો પલટો છે. અસ્તિત્વનો અનુભવ છે, જ્ઞાતાભાવ છે.
સમ્યગ્દર્શન આત્માનાં સમજણ અને પુરૂષાર્થથી ઉત્પન્ન થયેલી શ્રધ્ધાની પર્યાય છે. વ્રત -તપ - બાહ્ય નિયમો, પૂજા - ભક્તિ, સત્સંગ, શાસ્ત્રશ્રવણ વાંચન, જપ, જાપ - ચિંતન - મનન - ઘૂંટણ, ઘોલન એવા શુભ વિકલ્પો, મન - વચન - કાયાને આધારે કે ગુરૂનાં આશીર્વાદથી ઉત્પન્ન થયું નથી. પરંતુ સ્વયઁ પુરુષાર્થ કરવાથી, ગુરુનાં માર્ગદર્શનનું નિમિત્ત પામી, ભેદજ્ઞાન કળાનાં અભ્યાસથી સમ્યગ્દર્શન થયું છે. સ્વભાવનાં અપૂર્વ મહિમાપૂર્વક વ્યક્ત જ્ઞાનપરિણમનનાં લક્ષણે જ્ઞાયકસ્વભાવ સામાન્યપણે લક્ષગત થતાં સ્વસંવેદન પૂર્વક સમક્તિ પ્રગટ્યું છે.
સમ્યગ્દર્શન પ્રગટે એટલે દર્શનમોહ જાય. બાહ્ય સંયોગો દેહ-મન-વાણી, વિભાવભાવો પરિણામ માત્રથી મમત્વ-એકત્વ છૂટી જાય. કર્તાપણું છૂટે. ભવિષ્યનાં સેકેંડમાત્રની પૂર્વયોજના આગ્રહપૂર્વકની છૂટે. બાહ્ય ફેરફારોથી કલ્પાતાં લાભ - નુકશાનની ગણત્રી છૂટે - કર્તૃત્વનો અનંત બોજો દૂર થઇ અનંત શાંતિ ઉપજે. વિશ્વથી તરતો અનુભવે. જડ -ચેતન - દેવ - ગુરૂ સુધ્ધાંની આધારબુધ્ધિ છૂટે. ભિન્ન સ્વતંત્ર કાયમી નિજ અસ્તિત્વની હૂંફ આવે.
No English rendering yet.
Aphorism 57
મહાન દિગંબર ભાવલીંગી આચાર્યદેવ શ્રી કુંદકુંદ ભગવાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિનાં કરણમાં સંવર અધિકારની ૧૮૧-૧૮૨-૧૮૩ ગાથામાં ભેદવિજ્ઞાનને દર્શાવે છે.
જયારે પરમકૃપાળુદેવ પત્રાંક ૧૯૪માં દર્શાવે છે કે જે જ્ઞાનીનાં ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક્ પ્રતીતિને સેવે છે તે જ્ઞાની થાય.
ઉપરોક્ત બન્ને વિધાનોથી એમ જણાય કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ભેદવિજ્ઞાનથી થવાનો એક માર્ગ અને શ્રીગુરૂની ભક્તિ થી થવાનો બીજો માર્ગ એમ બે પ્રકારનો માર્ગ છે પરંતુ ખરેખર એમ નથી.
ભેદવિજ્ઞાનની વીધિ એટલી સૂક્ષ્મ છે કે શ્રીગુરૂની ભક્તિ વિના અને તેને લીધે સંયોગો - દુન્યવી સુખોનું આકર્ષણ - પ્રેમ છૂટ્યા વિના સમજાતી નથી. તેથી કૃપાળુદેવે ભેદજ્ઞાનની વીધિ સમજાય તે અર્થે તેની પુર્વભુમિકામાં શ્રીગુરૂની અનન્ય ભક્તિ સહજ હોય તેનું નિરૂપણ કર્યું છે. માર્ગ બે નથી પરંતુ માર્ગમાં એવો ક્રમ છે કે શ્રીગુરૂ પ્રત્યે ભક્તિ આવે તોજ ભેદજ્ઞાનની વીધિ સમજાય.
No English rendering yet.
Aphorism 58
જ્યાં સુધી ભાવભાસન ન થાય ત્યાં સુધી સ્વસંવેદનની સહજતા સમજાતી નથી અને સ્વરૂપ અંશે પણ પ્રગટ અનુભવાતું નથી. તેથી અંતર્મુખતાનો કૃત્રિમ પ્રયાસ - ભેદજ્ઞાન પૂર્વક ચાલે છે તેમાં થાક લાગે છે અને ઘણી મહેનત છતાં સ્વરૂપ નહીં અનુભવાતા ઘણી વેદના ઉપજે છે. માર્ગ કપરો લાગે છે, વિકલ્પોનો પણ ત્રાસ છૂટે છે. હાજી પર્યાય બુધ્ધિ છે.
પરંતુ ભાવભાસન પછી પરિસ્થિતિ સમૂળી બદલાઈ જાય છે. સહજ પુરૂષાર્થની વીધિ વેદનથી સમજાય છે ત્યાં નિજ પરમાત્માનો અત્યંત મહિમા ઉમટે છે અને એને જ જોતા રહીયે તે માટેનો પુરૂષાર્થ પણ થાય છે. પણ ભાવભાસનમાં મૂંઝવણનો અભાવ - સ્વરૂપ પ્રાપ્તિ થશે જ એવો પોતાનો પોતાથી ઉપજેલો વિશ્વાસ હોવાથી વેદનાની તીવ્રતા હોતી નથી. વિકલ્પ ગૌણ કરવાનો પ્રયાસ અને સ્વરૂપની મુખ્યતા પ્રત્યક્ષપણે ભાવવામાં આવે છે. થાક લાગતો નથી કેમ કે સ્વરૂપ અંશે પ્રત્યક્ષ હોવાથી -અનંતનિધાન મારામાં ભરેલો છે-એની મહિમાને લીધે સ્વરૂપરસ ઉમટી પડયો છે. રૂચિ અનન્ય થઇ છે. પુરૂષાર્થ વેગ ધારણ કરે છે. છતાં ક્યારેક ઘણી મહેનત થવા છતાં નિરાશા સાંપડે છે. આમ વારંવાર થતાં પર્યાય - પરિણામની વિચિત્રતા અનુભવાય છે અને પર્યાયની ઉપેક્ષા - અપેક્ષા - છૂટી સ્વરૂપમહિમામાં રહેવાની અંતરસૂઝ પ્રગટે છે. ઉગ્ર પ્રયાસ ચાલે છે-છતાં ત્યાં હજી નિર્વિકલ્પ સ્વાનુભવ નહી થવાને લીધે તેમજ વેદન વધુવાર અને સર્વાંગે ઉપજતું ન હોવાને લીધે મૂંઝવણ છે. વારંવાર અભ્યાસ દ્વારા ભાવભાસનનું વેદન વૃધ્ધિગત પામે છે અને સ્વરૂપમહિમા અત્યંત વધે છે. વારંવાર પ્રયાસપૂર્વક ધ્યાનમાં બેસાય છે ત્યારે એક ધન્ય ઘડીએ તમામ આત્મપ્રદેશમાં આનંદ સહીત સ્વસંવેદન પ્રગટે છે અને સામાન્ય સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ સ્વભાવનું અસ્તિત્વ વેદનપૂર્વક પકડાય છે. આ પૂર્વે અંતર્મુખ અભ્યાસમાં વેદન વધતું હતું. લગભગ સંપૂર્ણ આત્મપ્રદેશોમાં વર્તતું જણાતું હતું છતાં અંશે અધુરાશ હતી તેથી સંપૂર્ણ નિર્વિકલ્પતા નહોતી. પરંતુ સ્વરૂપની દૃષ્ટિ થતાં હવે વારંવાર ધ્યાનમાં બેસવાની ઈચ્છા થતી બંધ થઇ. તમામ પર્યાયોની ઉપેક્ષા ઉપજી. મોક્ષની પણ જરૂરત નથી એવો શક્તિમય અનુભવ થયો. પરની આધારબુધ્ધિ છૂટી. વિશ્વ ઉપર પોતાને તરતો ભાળ્યો. ચિંતા - ભય - આકૂળતા - દીનતા છૂટી. સદગુરૂનાં વચનોના શ્રવણનો રસ છૂટી ગયો. ભાવભાસન પછી જે અંતર્મુખ પ્રયાસ હતો તે છૂટી ગયો. તેથી પર્યાયમાં પ્રમાદ જણાયો; છતાં ભય ન ઉપજ્યો, નુકશાન ન ભાસ્યું, કેમ કે મારું અસ્તિત્વ જેવું ને તેવું મહિમાવંત છે; એને આંચ આવી શકે નહિ. કર્તૃત્વભુધ્ધિ છૂટી, મૂંઝવણ ટળી, નિર્ભયતા પ્રગટી.
No English rendering yet.
Aphorism 59
સાથે વિકલ્પ હોવા છતાં અવલોકન પ્રક્રિયા જ મુમુક્ષુતામાં પ્રવેશ કરાવે છે. માર્ગ શરૂઆતથી જ અનુભવ પ્રધાન છે. વિકલ્પમાં અનુભવ થવાની સમર્થતા નથી કારણ કે એમાં મન નિમિત્ત છે. વિકલ્પ આત્માની સ્વાભાવિક ક્રિયા (પરિણમન) નથી જયારે જ્ઞાન આત્માની શક્તિ હોવાથી અવલોકન જ સમ્યક્ પુરૂષાર્થ છે. વિકલ્પોથી થાકી જવાય છે કારણ કે ત્યાં સહજતા નથી. જયારે જાણતાં - જાણતાં થાક લાગતો નથી. જાણવું, અવલોકવું એ જીવની સ્વાભાવિક પ્રક્રિયા છે. વિકલ્પમાં પરોક્ષતા છે, અવલોકનમાં પ્રત્યક્ષતા છે. વિકલ્પ મનની અપેક્ષા સહીત છે. અવલોકન નિરપેક્ષ છે. વિકલ્પ કૃતિમ પ્રયાસ છે, અવલોકન સહજ પ્રયાસ છે. વિકલ્પ પ્રગતિ રોધક છે, અવલોકન પ્રગતિ (વિકાસ) સાધે છે. વિકલ્પ વેદન રોધક છે, અવલોકન વેદન પ્રગટાવે છે. વિકલ્પ બંધનું કારણ છે, અવલોકન મોક્ષનું કારણ છે. વિકલ્પ આકુળતાજન્ય છે, અવલોકન નિરાકુળ છે. વિકલ્પ થાક લાવે છે, અવલોકન થાક ભગાડે છે. વિકલ્પ ભ્રમિત કરે છે, અવલોકન ભ્રમ દૂર કરે છે. વિકલ્પ કલ્પનાયુક્ત છે, અવલોકન વાસ્તવિકતા છે. વિકલ્પ વિભાવ સાધક છે, અવલોકન સ્વભાવ સાધક છે. વિકલ્પ બેહોશી છે, અવલોકન સભાનતા છે. વિકલ્પ સમાધાનકારી નથી, અવલોકન સમાધાનકારી છે. વિકલ્પ પરાધીન છે, અવલોકન સ્વતંત્ર છે. વિકલ્પ અંતરસુઝ રોકે છે, અવલોકનથી અંતરસુઝ આવે છે. વિકલ્પ વેદનાને રાકે છે, અવલોકન વેદાનાનું બળ છે. વિકલ્પ ત્રુટક ત્રુટક છે, અવલોકન અખંડ રહી શકે છે, વિકલ્પ જડ છે, અવલોકન ચેતન છે. વિકલ્પ નિરર્થક છે, અવલોકન સાર્થક (પ્રયોજન સાધે) છે. વિકલ્પ પુરૂષાર્થ રોધક છે, અવલોકન વીર્ય ઉછાળે છે. વિકલ્પ કર્તૃત્વ ભાવ છે, અવલોકન જ્ઞાતાભાવ છે. વિકલ્પ જ્ઞાનને મલીન કરે છે, અવલોકન નિર્મળતા લાવે છે. વિકલ્પ મોહ છેદક નથી, અવલોકન મોહને ગાળે છે.
No English rendering yet.
Aphorism 60
કર્તૃત્વભાવથી ગ્રસિત મોહી જીવ અવલોકનનો પ્રયાસ સફળતાથી કરી શકતો નથી જ્યારે શુધ્ધ અંતઃકારણથી મુક્ત થવાની ભાવનાવાળો જીવ પ્રારંભિક મૂંઝવણ પાર કરી અવલોકનનો સફળ પ્રયાસ કરી શકે છે.
No English rendering yet.
Aphorism 61
અવલોકન જીવનો સ્વભાવ હોવાથી સહજપણે સુગમતાથી સર્વત્ર થઇ શકે છે. દ્રવ્ય -ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રતિબંધન એને નથી. વ્રત નિયમોનું બંધન એને નથી. સાંસારિક સંયોગોની અનુકૂળતાની (ઈજ્જત, આબરૂ ધન, નિવૃત્તિ આદિની) એને અપેક્ષા નથી. ગમે તેવી પ્રતિકૂળતામાં પણ થઇ શકે છે. ભયંકર રોગ, જંજાળ, ઉપાધિમાં પણ થઇ શકે. ક્ષેત્રાંતરની જરૂર નથી. જાપ-તપ-ત્યાગ-વૈરાગ્ય, ભક્તિ-પૂજા આદિ શુભભાવોથી પણ અવલોકન નિરપેક્ષ છે. અન્ય દ્રવ્યોની રંચમાત્ર પરભિનાતા વિના સંપૂર્ણ સ્વાધીનતાથી શુદ્ધ અંતઃકરણવાળો જીવ અવલોકન સફળપણે કરી શકે છે.
No English rendering yet.
Aphorism 62
પ્રારંભમાં અવલોકનમાં શુભ અશુભ ભાવો જણાય છે. મોક્ષનાં ધ્યેયવાળો જીવ અશુભ ભાવો જોઈને ખેદનાં પરિણામો કરે છે ત્યારે અવલોકનમાં રૂકાવટ આવે છે. તેમજ શુભ પરિણામો જોઈને સંતોષનાં પરિણામો કરે છે ત્યારે પણ અવલોકન થાતું નથી. તેથી ચાલતાં પરીણામોમાં ગમે તેવા પરિણામો સહજપણે થાય ત્યારે માત્ર જોયા જ કરવું, પરંતુ હર્ષ - શોકનાં પરિણામો કે કોઈપણ જાતનાં નિર્ણયો ન કરવા. મુક્ત થવાની ભાવના છતાં વર્તમાન પ્રત્યેક ક્ષણે જીવ આત્મહિતની ચિંતાને બદલે સંયોગોની જ ચિંતામાં સમય વેડફે છે એંવું અવલોકનથી સમજાશે ત્યારે પશ્ચાતાપ - ભય - ચિંતા - ખેદનાં પરિણામો સહજપણે ઉત્પન્ન થાશે. પોતાની દશાની પામરતાનો અનુભવ થઇ વેદના જન્મશે ત્યારે વેદનાને રોકવાનો કોઈ પ્રયત્ન ન કરવો. પરંતુ વેદનાનું પણ અવલોકન કર્યા કરવું. માંથુ ફાટી જાય, ઊંઘ ઉડી જાય, પાગલપણાં જેવી અવસ્થા થાય તો પણ અવલોકન ચાલુ રાખવું. પરંતુ ગભરાઈને મૂંઝવણ/વેદના રોકાય એવો પ્રયત્ન ન કરવો. અન્યનો સહારો ન લેવો કે જેથી વેદનાનો વેગ ઘટી જાય. સત્સંગ પણ વેદના પ્રેરક હોય તો જ કરવો. કૃત્રિમ ઉપાયો ન કરવા. જીવ વેદનાને અવલોકન કરતાં કરતાં વેદશે તો અંદરથી જ સૂઝ આવશે કારણ કે જીવ સ્વભાવે સુખ સ્વભાવી છે. દુઃખને મટાડવા બાહ્ય પદાર્થોનો આધાર લેવાની મૂર્ખતા ન કરેતો અંદર આત્માથી જ દુઃખના ઉપાયની અંતરસૂઝ પ્રકટ્યા વિના રહેશે નહિ. આવી વેદના જ્ઞાનને નિર્મળ કરે છે, મોહને મંદ કરે છે તેથી અંદરથી જ માર્ગ મળશે. નિર્મોહી દશામાં જ અંદરથી માર્ગ મળે અથવા જ્ઞાનીપુરરૂષ ઓળખાય. એને જ વીતરાગીવાણીનો આશય સમજાય માટે અવલોકનથી ઉત્પન્ન સહજ વેદના જ મુમુક્ષતાં ઉત્પન્ન કરી શકે છે.
No English rendering yet.
Aphorism 64
વિકાસક્રમ
૧. વેદના - ઝૂરણાં ૧. મૃત્યુ થવું
૨. પૂર્ણમુકતી (પૂર્ણતા) નું ધ્યેય ૨. ગર્ભમાં ઉપજવું
૩. સત્પુરૂષનું સાનિધ્ય-સત્સંગ ૩. ગર્ભમાં વિકાસ
અંતરમાં અવલોકન - ભેદજ્ઞાનનો પ્રયોગ
૪. સમ્યગ્દર્શનની પ્રાપ્તિપુર્વેની દશા ૪. જન્મસમયની પ્રસવ પીડા
૫. આત્માનુભૂતિ ૫. નવો જન્મ
૬. અવ્રત સમ્યગ્દર્શનની ભૂમિકા ૬. બાળપણનું તોફાન
૭. શ્રાવકની ભૂમિકા ૭. વિદ્યાગ્રહણનો સમય સમજણ નોસમય
૮. મુનિદશા - શ્રપક શ્રેણી ૮. ભરજુવાની કમાવવા - રળવાનો સમય
૯. કેવળજ્ઞાન પ્રાપ્તિ -મોક્ષ ૯. સુખ ભોગવવાનો સમય
સત્સંગનો યોગ સાંપડવાથી જીવમાં વિચારબડે સંસારદશાનું તુચ્છપણું અને મુક્તદશાનું મૂલ્યાંકન ભાસે છે ત્યારે નિજદોષોનાં અવલોકનનો પુરૂષાર્થ જન્મે છે. અજ્ઞાન દશામાં જીવ ઉદય પ્રસંગોમાં જોડાઈને ઇષ્ટ અનિષ્ટની કલ્પનામાં રાચી નવીન કર્મો બાંધે છે. અવલોકનની પ્રારંભ અવસ્થામાં મારે ‘સંપૂર્ણપણે નિર્દોષ થાવું છે’. ‘પૂર્ણ સુખી થાવું છે’. તેવું ધ્યેય જરૂર હોય છતાં ભૂમિકા બળહીન હોવાથી ઉદયમાં જોડાઈ જવાની ભૂલ દેખાય ત્યારે આવી ભૂલ ન જ થવી જોઈએ એવો દુરાગ્રહ રાખવામાં આવે તો તે પોતાની ભૂમિકાને સમજ્યો જ નથી તેથી ભૂલને જોતાં જ ખેદ અને આકૂળતા વધશે અને ઉતાવળમાં અવલોકન છૂટી જઈ ભૂલને રોકવાનો કૃત્રિમ પ્રયાસ થશે. મોહને સહજપણે ગાળીને જ્ઞાનને નિર્મળ કરનારું અવલોકન છૂટતાં જ ફરીને દર્શનમોહ વધશે માટે જીવે આડું અવળું વિચાર્યા વિના સદગુરૂનાં આશ્રયમાં રહી એકમાત્ર પોતાનાં દોષનું અવલોકન જ કરવા જેવું છે. અવલોકન વડે સહજમાત્રમાં દર્શનમોહ ગડશે, જ્ઞાન નિર્મળ થશે અને એ નીર્મળતામાં ભવભ્રમણની ભયંકરતાનો અનુભવ થાશે. દુઃખનો અનુભવ થશે.
વિચારથી મનન - ચિંતનથી ભવભ્રમણની ભયંકરતા બુધ્ધિમાં સમજાય અને જ્ઞાનની નિર્મળતામાં મોહ ગળીને ‘મારું ભવભ્રમણ થઇ રહ્યું છે. ’ એવો અનુભવ થાય એમાં ઘણો જ તફાવત છે.
વિચાર મનાશ્રિત પરોક્ષ હોવાથી વીર્યને ઉછાળી શકતું નથી જ્યારે ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાં તો આત્મવીર્ય જગાડીને પૂર્ણતાનાં લક્ષમાં પરિવર્તિત થશે. પૂર્ણતાનું લક્ષ બંધાયું એટલે સિદ્ધમહેલનો પાયો રચાયો. મંગળ શિલાન્યાસ થયો. અવલોકનના પ્રયોગ વખતે સહજ થઇ જતી ભૂલો સદગુરૂનાં માર્ગદર્શન વિના ટળતી નથી માટે શ્રીગુરૂનો ઘણો ઘણો ઉપકાર છે.
No English rendering yet.
Aphorism 65
‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયા પહેલાં ચાલતાં પરિણામોનાં અવલોકનમાં પોતાનાં દોષોને જોવા પડે છે, ગોતવા પડે છે. પરંતુ લક્ષ બંધાયા પછી જે અવલોકન ચાલે તેમાં દોષો સહજપણે દેખાઈ જાય છે. સહજપણે જણાતા દોષો જીવને વધારે સાવધાન કરે છે અને ઉદયનાં પ્રસંગોમાં ઉદાસીનતા લાવે છે. ઉદાસિનતામાં એને સાંસારીક પ્રતિબંધક ભાવો મંદ થયા હોવાથી સદગુરૂનાં વચનની પાછળનો આશય સમજાય છે અને સદગુરૂ - સત્સંગ પ્રત્યે ઓળખાણપૂર્વક અપૂર્વ ભક્તિભાવ સહજપણે પ્રગટે છે. આવી ભક્તિ દર્શનમોહને વધારે ગાળે છે જેથી જ્ઞાન વધુ સૂક્ષ્મ બની અંતર્મુખી વલણને ધારણ કરે છે જે ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપનીશ્ચય (ભાવભાસન) સુધી જીવને સહજમાત્રામાં પહોંચાડે છે. ભાવભાસન થતાં જ ચૈતન્યવીરની એવી સ્ફુરણા ઉપજે છે કે વધુમાં વધુ છ મહિનામાં સ્વાનુભૂતિ થાય જ.
No English rendering yet.
Aphorism 67
શ્રીગુરૂ પોતાના અનુભવથી પાત્ર જીવને આત્માનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે આત્મા પૂર્ણપવિત્ર - શુભાશુભ ભાવોથી ભિન્ન-જ્ઞાનમાત્ર છે. આટલામાં જ પાત્ર જીવ સમજી જાય છે. અંતર્મુખ થઇ પરિણામમાં રાગ હોવા છતાં તેને ઉલ્લંઘીને જાણન પરિણમનમાં વ્યક્ત જાણન સ્વભાવનું લક્ષ કરી દ્રવ્ય સામાન્ય - ભગવાન આત્માનું પોતાપણે (સ્વાનુભવ) અસ્તિત્વ ગ્રહણ કરી લે છે - રસ્તે ચડી જાય છે.
જયારે અપાત્ર જીવ સામો પ્રશ્ન કરે છે કે પછી શુભાશુભ ભાવો કોણ કરે છે? શ્રીગુરૂ વિભાવોથી જુદો આત્મા કહે છે તેનો આશય આત્માનો અનુભવ કરી લેવાનો છે તેને બદલે સામો પશ્ન આવે કે રાગ કોણ કરે છે? ત્યારે શ્રીગુરૂ ફાટકથી કહે છે કે રાગ આત્મા કરતો નથી પરંતુ પુદ્દગલ કરે છે. ત્યારે આ સાંભળીને જીવે શુધ્ધાત્માની દૃષ્ટિ કરી સ્વાનુભવ કરવો જોઈએ છતાં અપાત્ર જીવને શ્રીગુરૂનો આશય ન સમજાવાથી ફરી પૂછે છે જડ દીવાલ તો રાગદ્વેષ કરતી નથી તો પછી રાગનો કર્તા પુદ્દગલ કેવી રીતે થઇ શકે? અરેરે! જુઓ તો જીવની અવળચંડાઈ! શ્રીગુરૂનાં વચનોમાં કેન્દ્ર સ્થાને શુધ્ધાત્મા છે જયારે અપાત્રનાં પશનોમાં કેન્દ્રસ્થાને રાગ છે. પછી મેળ ક્યાંથી બેસે? વીતરાગની વાણી પાત્રતા વિના પચે કેવીરીતે? સમજાય કેવી રીતે?
જયારે શ્રીગુરૂએ ઉત્તરમાં રાગ પુદ્દગલ કરે છે એમ ફરમાવ્યું ત્યારે એમનો આશય શુધ્ધ આત્મા રાગથી ભિન્ન - જ્ઞાનમાત્ર છે એમજ કહેવું છે. રાગ પુદગલ કરે છે એમ સમજાવવું નથી. આત્મા રાગથી ભિન્ન છે એમ સમજાવવું છે.
No English rendering yet.
Aphorism 69
શ્રીગુરૂએ અવલોકન - ચાલતાં પરિણામોને જોવાનું તપાસવાનું કાર્ય સોંપ્યું. પરંતુ, અનાદિથી કર્તૃત્વભાવથી ટેવાયેલો જીવ યથાર્થ અવલોકન કરી શકતો નથી. અવલોકન ધારાવાહી ચાલતું નથી, તરત છૂટી જાય છે, અથવા વિચારમાં ચડી જવાય છે. દોષ દેખાતા ગભરાટમાં આવી જઈ કાં તો પશ્ચાતાપ થઇ જાય અને અવલોકન છૂટી જાય અથવા તો બીજીવાર દોષ નહિ કરવા માટે ભવિષ્યની યોજના ઘડતાં અવલોકન છૂટી જાય. વિભાવભાવોની કર્તાબુધ્ધિથી ઘણી મજુરી કરી છે. તેથી અવલોકન પ્રક્રિયા ચાલે તો કાઈં કર્યું એવું ન લાગે; નવરાશ લાગે. અવલોકનથી મંજિલે પહોંચશે કે કેમ એવી શંકાઓ ઉઠે સંતોષ ન થાય. અધીરાઈથી અવલોકન તૂટે. ‘ કરું, કરું ’ ની આદત - મોહ - અન્ય પદાર્થોની અપેક્ષા (કે ઉપેક્ષા) અવલોકન ચાલવા ન દે. અવલોકનનું સોંપેલું કાર્ય તો કરે નહિ અને પૂછે કે હવે શું કરું? અવલોકન - માત્ર - જોવું તે શું ક્રિયા નથી? કેમ કૃત્ય કરવાની વૃત્તિઓ ઉઠે છે? અવલોકનની પ્રક્રિયા હજી સમજાણી નથી તેથી તેમ થાય છે.
No English rendering yet.
Aphorism 72
અવલોકન ધારાવાહી ન ચાલે અથવા જીવ ક્યાં રોકાયેલો છે એ ભૂલ પણ સમજાય છતાં ભૂલને ગંભીરતાથી ન લેવામાં આવે તો તીવ્ર દુઃખ ન લાગે. જો તીવ્ર દુઃખ ન લાગે તો અંતઃકરણની મલીનતા - તીવ્ર મોહભાવ - જીવને વર્તે છે એવું સાબિત કરવાની પણ જરૂર નથી. આવી પરિસ્થિતિમાં જીવે કોઈપણ ભોગે નિરંતર સત્સંગને ઉપાસવો જોઈએ. તેથી જ કૃપાળુદેવે પત્રાંક ૬૦૯માં સર્વ સાધનને ગૌણ જાણી સત્સંગને સર્વાર્પણ બુધ્ધિથી નિર્વાણ અર્થે ઉપાસવાનું ફરમાવ્યું છે.
No English rendering yet.
Aphorism 76
કષાયોનું કારણ દર્શનમોહ અને દર્શનમોહનું કારણ અજ્ઞાન છે. સત્સંગની આરાધના અને સત્પુરૂષની આજ્ઞાને શિરોધાર્ય કરી અવલોકન/ભેદજ્ઞાન કળાથી અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં આવે તો કષાયોનું બીજ - દર્શનમોહ - બળી જઈ સમકિતનાં પરિણામો ઉપજે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય.
અવલોકન વિના મુમુક્ષુદશા ન પ્રગટે, ભેદજ્ઞાન વિના જ્ઞાનદશા ન પ્રગટે, સ્થિરતા (જ્ઞાનદશા) વિના પરમાત્મદશા ન પ્રગટે.
Without avlokan, the mumukshu state does not become manifest. Without bhedgyan, the state of knowing does not become manifest. Without sthirata — steadiness — the state of the Paramatma does not become manifest.
Aphorism 78
જ્ઞાનીપુરૂષોના અનુભવપૂર્ણ વચનો - બુધ્ધિગમ્ય થઇ રૂચે છતાં અવલોકનનાં અભ્યાસ વિના અનુભવગમ્ય થાતાં નથી. જ્યાં સુધી જ્ઞાનીપુરૂષોનાં વચનો અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી જીવ ઓઘસંજ્ઞાનમાં જ રહે છે અને કાળ વૃથા ગુમાવે છે.
ક્રોધ - માન - માયા - લોભાદિ કાષાયભાવોને અટકાવવાનો પ્રયાસ ગમે તેટલો કરે અથવા એવી જ ચાહના રાખે પણ તેથી કષાયો નિર્મૂળ થાતાં નથી (ભલે મંદ થતાં હોય).
કષાયો ન જ થાય એવો આગ્રહ રાખવા કરતાં એમનું અવલોકન થઇ દુઃખ લાગે; પોતે જ મોહવશ કષાયો કરે છે એવું સમજાય તો સહજ પણે મોહ મંદ/અભાવ થઇ કષાયો યથાર્થપણે નિર્મૂળ થવાની શરૂઆત થાય.
જેમ જેમ અવલોકન વધશે તેમ તેમ સ્વયં જન્મમરણની ચિંતના - વેદના - ઝૂરણાંપૂર્વક જગત પ્રત્યે ઉદાસીનતા - વિરક્તિ વધતી જાશે. એમ ન માનવું કે દુઃખી તો છીએ જ એમાં ઉપરથી અવલોકન કરવાથી નવી વેદના જન્મશે તો તકલીફ થઇ જાશે. એવું માનશો તો અવલોકન નહીં થાય. અવલોકન ચાલુ રાખવાથી વેદના જરૂર થાશે પરંતુ સંયોગોની પ્રતિકૂળતા સંબંધી કે કર્મજનિત અશાતાનાં ઉદય સંબંધી નહીં હોય અવલોકન દ્વારા જે રીતે મોહમંદ થઇ કષાયરસ ઘટી ને શાંતિ ભાસે તે વારંવાર છૂટી જતાં અને અવલોકન ધારાવાહી ન ચાલતાં તકલીફ થઇ વેદના આવે છે. આવી વેદના દર્શનમોહને ગાળનારી અને જ્ઞાનને નિર્મળ કરનારી છે તેથી ગમે તેમ કરીને અવલોકન અધ્ધતિનો પુરૂષાર્થ કરવો.
No English rendering yet.
Aphorism 79
અવલોકનમાં પોતાનાં ચાલતાં પરિણામોમાં માત્ર જોવા જતાં અને દોષોને હટાવવાનો કોઈ પણ ઉદ્યમ ન કરતાં અવલોકન ચાલ્યા પછી ગ્યાતાધારા તૂટીને વિચાર ચાલે ત્યારે મુમુક્ષુને એમ લાગે કે ‘મારામાં આટલાં દોષો ભર્યા છે છતાં હું દોષોને માત્ર જોયાં જ કરું છું પરંતુ દોષોનું નિરાકરણ તો કરતો જ નથી, તેથી હું પ્રમાદી થઇ ગયો છું, મારાથી ભૂલ થાય છે. ’ તો અહિં મુમુક્ષુની સમજણની ભૂલ થાય છે. અનાદિથી ‘કંઈક કરું તો સુખ પામું’ એવી કર્તાબુધ્ધિથી ટેવાયેલો જીવ અવલોકનની નિરાંતને પામી અશ્ચર્યજનક ખચકાટ અનુભવે છે. તેથી અવલોકન ચાલુ રાખી જ્ઞાનાભ્યાસ વધારવાને બદલે ઉતાવળથી દોષોને કાઢવાની કર્તૃત્વબુધ્ધિથી ઉદ્યમ કરવા માંગે છે પરંતુ આવા ઊંધા પુરૂષાર્થ કરતાં પ્રમાદ (?) સારો! વાસ્તવમાં તો ઉપરોક્ત સ્થિતિ પ્રમાદ નથી પણ અવલોકનથી ઉપજેલી નિરાંત છે. પૂજ્ય સોગાનીજી યથાર્થ ફરમાવે છે કે સ્વચ્છંદથી ડરો નહિ પરંતુ હવે તો સહજ સ્વચ્છંદ દશા પ્રગટ કરો. અહો! સોગાનીજીનાં અનુભવપૂર્ણ તીખાં વચનો! અહો! એમના વચનની ગંભીરતા! વાંરવાર અહો! અહો!
No English rendering yet.
Aphorism 82
પોતાના પરિણામોનું (ચાલતાં પરિણામોનું) નિષ્પક્ષપાતપણે અવલોકન કરવું એટલે વિભાવભાવ જણાય એને માત્ર જોવાં - વિચાર ન કરવો. શુભભાવ આવે તો જોવું, ઠીક ન માનવું. ખેંચાવું નહિ કે ખેદાવું પણ નહિ, (તટસ્થ) રહેવું. પક્ષ વગરનાં થાવું. દૉષ જણાય તો એને કાઢવાની/હટાવવાની કોશિશ ન કરવી. શુભાશુભ પરિણામ તો થાશે. છતાં એને માત્ર જોવાનો પુરૂષાર્થ ચાલુ રાખવો. પરંતુ દોષ જલ્દી ટળે તે અર્થે ઉધામા ન કરવા - જલ્દબાજી ન કરવી - કારણ કે દોષ પર્યાયમાં છે અને પર્યાય પરિણમનશીલ છે. કૂટસ્થ નથી. અવલોકન ચાલુ રાખવાનો પુરૂષાર્થ કરતાં દોષ સ્વયમેવ ટળી જાશે.
ચાલતાં પરિણામોનાં અવલોકનથી દોષ જણાય ત્યારે દોષ ટાળવાનો કર્તૃત્વબુધ્ધિથી ઉદ્યમ કરવામાં આવે તો …………
(૧) અવલોકનની ધારા તૂટે.
(૨) દોષ પર્યાયમાં એક સમયનો હોવા છતાં દોષ મારામાં (વસ્તુમાં) થયો એમ ઊંધી માન્યતા વધારે દ્રઢ થાય.
(૩) કૃત્રિમ ખોટાં પ્રયત્નથી વીધિની ભૂલ થતાં દર્શનમોહ વધવા લાગે.
(૪) જ્ઞાન નિર્મળ થવાને બદલે આવરણયુક્ત વિવેકશૂન્ય થાય.
(૫) કૃત્રિમ પ્રયાસ સફળ ન થતાં - દોષોનો નાશ ન થતાં - હેતુ પાર ન પડતા - વધારે આકુળતા ઉપજે.
માટે દોષ કાઢવાને બદલે દોષોને સમ્યક્ પ્રકારે અવલોકવા એજ એકમાત્ર ઉપાય છે. દોષો પર્યાયમાં છે. અને એક પણ પર્યાયને આઘી પાછી કરી શકાતી નથી એવો જ વસ્તુસ્વભાવ છે. દોષ પણ એનાં ષટકારકથી એ કાળે સ્વયં ઉભો થયો છે. આમ યથાર્થ સમજી દોષ/પર્યાય ઉપરથી નજર હટાવી ત્રિકાળ જ્ઞાયકસ્વભાવ, જ્ઞાન સામાન્ય-ઉપર નજર ટકાવવી એ જ દોષથી બચવાનો એકમાત્ર ઉપાય છે.
મુમુક્ષુ અવલોકનમાં દોષોને જોયાં જ કરે પરંતુ અવલોકન ધારાથી હટીને દોષોને કાઢવાનો/હટાવવાનો કૃત્રિમ પ્રયાસ ન કરે તેથી ઘણાંને એમ લાગે કે પરિણામમાં પ્રમાદ-સ્વચ્છંદ આદિ દુર્ગુણો વધીને નિશ્ચયાભાસ થઇ ગયો છે. પરંતુ વાસ્તવમાં એ નિશ્ચયાભાસ નથી. નિશ્ચયાભાસી તો અશુભમાં દુઃખ ન લાગે. ઉલટાનો રંજાયમાન થાય અને માત્ર વિકલ્પ - ધારણમાં ‘હું ત્રિકાળી ધ્રુવ છું’ એવું રટણ હોય જયારે જ્ઞાનદશામાં કે જ્ઞાનાભ્યાસમાં તો જેમ દોષને હટાવવાનો પ્રયત્ન નથી તેમ દોષનો આદરભાવ પણ નથી. જ્ઞાનાભ્યાસ તેમજ દ્રવ્યદૃષ્ટિમાં સમ્યક્ પુરૂષાર્થ છુપાયેલો છે તેથી સહજપણે દોષનો આદર કે તિરસ્કાર નથી. માત્ર ભિન્નપણે દોષનું અવલોકન છે. પૂ. સોગાનીજી તો ફરમાવે છે કે એક દફે તો નિશ્ચયાભાસી હોને કા ડર ફેંક દો! અહો! કેવા પુરૂષાર્થપ્રેરક રહસ્યમય બિન્દાસ્ત વચની!
શાસ્ત્રાભ્યાસ, શ્રવણ, ચિંતન, મનન, સત્સંગાદિ સર્વથી અવલોકન શ્રેષ્ઠ છે. અવલોકન તો ચૈતન્ય તરફ વાળવાનો/ઝુકવાનો પ્રયત્ન છે (પૂ. બહેનશ્રીનાં વચનામૃત ૧૮૪) જ્યારે વિવિધ શુભભાવો તો પરમાર્થે કોલાહલ છે. એમાં પરાધીનતા છે. જ્યારે અવલોકનમાં સ્વાધીનતા છે. અવલોકનમાં નિરાલંબન ભાવ છે. પોતાની જાત કેળવણી થઇ અનુભવપદ્ધતિમાં પ્રવેશ છે. સત્સંગ શાસ્ત્રાભ્યાસદિથી તો બુધ્ધિમાં જાણપણું વધે અને જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમ થાય છે જ્યારે અવલોકનથી, અનુભવ પ્રયોગપધ્ધતિથી યર્થાથપણે મોહ મંદ થતાં દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય છે અને જ્ઞાન નિર્મળ આવરણ રહિત થાય છે. જ્ઞાન (જાણકારી) કેટલું વધ્યું તે પ્રાયોનજનભૂત નથી પરંતુ કેટલું મોહવારણ છે. ૯ પૂર્વ ૧૧ અંગના પાઠીને જ્ઞાન (જાણકારી) વધારે છતાં અંતર અવલોકન/અનુભવ દૃષ્ટિનાં અભાવે જ્ઞાન મોહથી આચ્છદિત રહી શકે છે. દર્શનમોહથી રહિત થયા વિના ભવભ્રમણનો નિવેડો નથી અને અવલોકન/ભેદજ્ઞાન વિના દર્શનમોહથી રહિત થઇ શકાતું નથી.
No English rendering yet.
Aphorism 86
સામાન્ય મુમુક્ષુ - ભવભ્રમણની ચિંતનાવાળો.
મધ્યમ મુમુક્ષુ - પુર્ણતાનું ધ્યેય બાંધનારો.
ઉત્તમ મુમુક્ષુ - શ્રી સદ્દગૂરૂની અંતર પરિણતિ ઓળખનારો.
The ordinary mumukshu — one troubled by the wandering through births.
The middling mumukshu — one who has fixed completeness as the goal.
The highest mumukshu — one who recognises the inner state of Shri Sadguru.
Aphorism 87
ભાવભાસન (સ્વરૂપ નિશ્ચય) પછી મૂંઝવણ શા માટે રહે છે?
ઉત્તર: હજી દર્શનમોહ સંપૂર્ણપણે છૂટ્યો નથી. સ્વરૂપદર્શન જલ્દી કરૂં એવી ભાવનામાં સૂક્ષ્મપણે સ્વભાવ કરતાં સમ્યગ્દર્શનને વધુ મહત્વ અપાઈ જાય છે તે સૂક્ષ્મ દર્શનમોહનાં પરિણામ છે.
અતિન્દ્રિય શાંતિની ચાહના એ પણ સૂક્ષ્મ દર્શનમોહનાં પરિણામો છે. પર્યાય ઉપરથી દ્રવ્યમાં બેઠક બદલે તો સ્વાનુભવ થાય અને મૂંઝવણ ટળે.
No English rendering yet.
Aphorism 90
જ્ઞાન જ્ઞેયને જોઈ ત્યાં મારાપણું કરે/જ્ઞેયપ્રત્યે ઇષ્ટ - અનિષ્ટની કલ્પના કરે/જ્ઞેય પ્રત્યે રાગદ્વેષનાં પરિણામ કરે/જ્ઞેયમાં ફેરફારબુધ્ધિ રાખે/જ્ઞેયની સંભાળ રાખે ત્યાં એને જ્ઞેયમાં મમત્વ થયું કહેવાય.
જ્ઞાન જ્ઞેયને જોઈ ઉપરોક્ત પરિણામ ન કરે પરંતુ જ્ઞેયમાં ખોડાઈ જાય અને જ્ઞાનને ભૂલી જાય ત્યાં એને જ્ઞેયમાં એકત્વ થયું કહેવાય. મમત્વ હોય ત્યાં એકત્વ હોય જ પરંતુ એકત્વ હોય ત્યાં મમત્વ હોય અથવા ન પણ હોય.
મમત્વ તીવ્ર દર્શનમોહનાં પરિણામ છે જયારે એકત્વ સૂક્ષ્મ મંદ દર્શનમોહનાં પરિણામ છે.
જ્ઞાનદશા પછી મમત્વ કે એકત્વ જ્ઞાનીને હોતું નથી કારણ કે જ્ઞાન પોતાની હૈયાતીને ક્ષણેક્ષણે નિર્વિકલ્પ પરિણતિ દ્વારા નિર્વિકલ્પ ઉપયોગ ન હોય (શુધ્ધોપયોગ ન હોય) ત્યારે પણ વેદે છે. સ્વરૂપાચરણ ચારિત્ર નિરંતર વર્તે છે.
No English rendering yet.
Aphorism 91
વર્તમાન ક્ષણે પોતાનાં દોષોનું નિરીક્ષણ કરવું તે અવલોકન છે. તેના બે ભાગ (પ્રકારો) છે. ત્રુટક અવલોકન અને ધારાવાહી અવલોકન. ૧) ત્રુટકઅવલોકન: આને પ્રારંભિક અવલોકન પણ કહી શકાય. વર્તમાનમાં દોષોને જોવા જતાં જીવ વારે ઘડીયે વિચારમાં ચડી જાય અને અવલોકન તૂટે. ફરી પાછો જાગ્રત થઇ અવલોકન કરે અને પાછો વિચારે ચડતાં અવલોકન તૂટે. આમ જીવ વારંવાર જાગ્રત થવાનો પ્રયત્ન કરે પણ નિરંતર જાગ્રત રહી શક્તો નથી. ઘણી મૂંઝવણ - ઘભરાટ - ભવભ્રમણનો ભય - ચિંતા - વેદના ઉપજે. મુમુક્ષુદશામાં પ્રવેશ આવા અવલોકનથી થાય કેમ કે આ અવલોકનથી જીવ સહજમાં ભવભ્રમણની ચિંતના - વેદનામાં આવી આગળ ઉપર ઝૂરણાંમાં આવે. શુધ્ધ અંત: કરણવાળો જીવ ખુબ પરિશ્રમ કરી વારંવાર જાગૄતિમાં આવી આ અવલોકન દ્વારા મુમુક્ષુદશામાં પ્રવેશ કરી શકે. શુધ્ધ અંત: કરણ વિના જીવ આ અવલોકન સફળતાથી કરી શકતો નથી કારણ કે સંયોગોની અનુકૂળતા અને મોહ વડે તે જાગૄતિ વધારી શકતો નથી.
૨) ધરાવાહી અવલોકન: ત્રુટક અવલોકન સફળ થઇ ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાંમાં આવી જીવ માર્ગપ્રકાશક શ્રીગુરૂ કે સત્સંગ મળે અથવા ન મળે તોય કોઈપણ ભોગે સંસારથી છૂટી જવાનું અને પરીપૂર્ણ આત્મશાંતિનું ધ્યેય (પૂર્ણતાનું લક્ષ) બાંધે ત્યારબાદની જાગૄતિને ધારાવાહી અવલોકન કહેવામાં આવે છે. આ અવલોકનમાં ત્રુટક અવલોકનની જેમ દોષો ગોતવા મહેનત પડતી નથી કારણ કે દોષો આપો આપ જણાય છે. અવલોકન ધારાવાહી ચાલે છે તેમ જ્ઞાન પણ ધીરે ધીરે સ્થુળતામાંથી સૂક્ષ્મતા ધારણ કરે છે. આવા તબક્કે જીવનું ઉપાદાન જાગૃત હોવાથી કુદરત એને શ્રીગુરૂ સાથેનો સંપર્કં કરાવી દે છે. ત્યારે શ્રીગુરૂનાં વચનનો આશય ગ્રહણ કરીને તેમજ શ્રીગુરૂની અંતરપરિણતિની ઓળખાણ કરીને જીવ ભક્તિ-પરમેશ્વર બુધ્ધિ પૂર્વક પરાભક્તિમાં પ્રવેશી ભેદજ્ઞાનની શુભ શુરૂઆત કરી શકે છે. ધારાવાહી અવલોકન ભેદજ્ઞાન પૂર્વેનો તબક્કો છે. ત્રુટક અવલોકનથી જે ચીંતના - વેદના - ઝુરણાનો અનુભવ થયેલો તે (ધારાવાહી અવલોકન વડે ભેદજ્ઞાનનો તબક્કો શરૂ થતાંજ) ચિંતનાનો અભાવ થઇ મોક્ષનાં ભણકારા વાગે છે. ધારાવાહી અવલોકનનાં અંતે હવે જીવને મોક્ષની પણ ચિંતા નથી. તેથી જ તો ભેદજ્ઞાનની વીધિમાં પ્રવેશી શકે છે. આ અવલોકનમાં વિકલ્પમાત્રમાં અંતરથી થાક લાગે છે તેથી જીવ અંતરના પ્રયોગે/સ્વરૂપની શોધનાં પ્રયોગે ચડે છે.
આમ ત્રુટક અવલોકન વિના જીવ મુમુક્ષુ બની શકતો નથી તેમ ધારાવાહી અવલોકન વિના જીવ ભેદજ્ઞાનનાં અભાવે જ્ઞાની બની શકતો નથી.
No English rendering yet.
Aphorism 92
અવલોકન સફળ ન થવામાં જીવનાં ચાર મોટા પ્રતિબંધો છે:
૧) સમાજ પ્રતિબંધ ૨) કુટુંબ પ્રતિબંધ ૩) શરીર પ્રતિબંધ ૪) સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. જ્યાં સુધી આ પ્રતિબંધો અત્યંત મંદપણાને ન પામે ત્યાં સુધી જીવ છૂટવા ધારે તો પણ છૂટી શકતો નથી કારણ કે જીવ મોહની પટ્ટીવશ જ્ઞાનની નિર્મળતા ખોઈ બેઠો છે. તેથી જ અવલોકન શરૂ થાતું નથી. મોહથી જ્ઞાનની શક્તિ પણ હણાયેલી (અવરોધિત) છે. આવા જીવે સર્વાર્પણ બુધ્ધિથી સત્સંગની ઉપાસના કર્યા વિના બીજો કોઈ છૂટકો નથી.
No English rendering yet.
Aphorism 93
કર્તૃત્વ - મમત્વ અને એકત્વને કારણે જીવ નિરંતર પરસન્મુખ થઇ રાગદ્વેષનાં પરિણામો કરતો રહે છે અને ફળમાં ચારેય ગતિમાં અનંત કાળથી ભટકે છે. અવલોકન - ભેદજ્ઞાન - સ્વાનુભવ વિના આ પરિભ્રમણ મટી શકે એમ નથી.
Through doership, mine-ness and identification, the soul turns outward without pause, goes on producing states of attachment and aversion, and as the fruit of this has wandered through the four realms from beginningless time. Without avlokan, bhedgyan and swanubhav — direct self-experience — this wandering cannot end.
Aphorism 96
શુદ્ધ અંતઃકરણથી સંપૂર્ણ આત્મશાંતિનો ચાહક મુમુક્ષુ જીવ પોતાની વર્તમાન દશામાં
વર્તતા દોષોનું અવલોકન કરે છે ત્યારે તેને પોતાનાં અનુભવથી સમજાય છે કે
૧) પરિણામમાં જે દોષો ઉત્પન્ન થઇ રહ્યાં વહે તેમાં પરપદાર્થ, અન્યજીવ કે કર્મજનિત સંયોગો જવાબદાર નથી પરંતુ પોતે જ સામે ચાલીને મોહવશ કાષાયનાં વેગમાં તણાઈને શુભ કે અશુભ ભાવનાં પરિણામો કરે છે.
૨) પરિણામમાં વિદ્યમાન શુભભાવો કે અશુભભાવોમાં આકૂળતા - અશાંતિનો અનુભવ થાય છે.
૩) જ્યાં સુધી અવલોકન બરાબર ચાલે ત્યાં સુધી સ્થુળ ઉદયભાવે તો સંતાઈ જાય છે તેથી કષાય મંદ થઇ આકુળતા ઘટી જતાં (ઓછી અશાંતિ) શાંતિ અનુભવાય છે.
૪) અવલોકન અટકીને વિચારે ચડતાં બોજો, અશાંતિ, આકુળતા વધે છે. શુભાશુભ ભાવોમાં વધારો ઉપજે છે.
૫) શુભાશુભ ભાવોને રોકી શકતાં નથી આશ્ચાતાપથી આકૂળતા વધે છે.
૫) ૬)
૬) ભવિષ્યમાં શુભાશુભ ભાવો નહીં કરવાનો નિર્ણય (સંકલ્પ) સફળ થતો નથી. નિર્ણયથી અશાંતિ વધે છે.
૭) માત્ર અવલોકન સિવાય આકૂળતા - અશાંતિને રોકી શકતી નથી.
૮) જેમ જેમ અવલોકન વધે તેમ તેમ સહેજે પરદ્રવ્યો - સંયોગો - અન્યજીવો પ્રત્યે મમત્વભાવ છૂટે છે અંદરથી જ વિવેક જાગે છે સૂઝ આવે છે. ઉદાસીનતા વધે છે.
૯) અવલોકનથી શ્રીગુરૂનાં વચનનો આશય સમજાય છે તેથી શ્રીગુરૂ પ્રત્યે અનન્ય ભક્તિભાવ સહેજે જાગે છે.
૧૦) અવલોકન ધારાવાહી ચાલતાં જીવમાં શ્રીગુરૂએ દર્શાવેલ ભેદજ્ઞાનની કળા હસ્તગત કરવાની ક્ષમતા આવે છે.
૧૧) પ્રતિકૂળતા (સંયોગોની) પ્રતિકૂળતા પણે ભાસતી નથી. અનુકુળતામાં હર્ષ થતો નથી. શુભાશુભ ભાવ વધે ત્યારે આકુળતા/દુઃખ વધે છે. અવલોકન થતાં આકૂળતા ઘટે છે.
૧૨) ‘મને સુખી થતાં કોઈ રોકી શકે તેમ નથી’ એવો રસ અવલોકનથી જ્ઞાનરસ ઉપજતાં વધે છે.
૧૩) શ્રીગુરૂ અને સત્સંગ પ્રત્યે પ્રેમ/ભક્તિ અંતરથી આવે છે અને છતાં કાર્ય પોતાથી થવાનું છે આવી શ્રધ્ધા જાગે છે તેથી શુભભાવનો રસ ચડતો નથી.
૧૪) અવલોકન કરવાથી બાહ્ય કાર્યો બરાબર નહીં થાય એવી ભ્રાંતિ છૂટતી જાય છે. બાહ્યનાં કાર્યોનાં લાભ - નુકશાન સાથે અવલોકનને કાંઈ જ લાગતું - વળગતું નથી એવું સ્પષ્ટ ભાસે છે.
૧૫) અવલોકનથી નિરાંત અનુભવાય છે અને કરું, કરું નો બોજો ઘટતો જાય છે.
૧૬) ઘણી વાર વસ્તુ પ્રત્યક્ષ ન હોવા છતાં એ નિમિત્તે શુભાશુભ ભાવ થાય છે. તેથી ભાવ થવામાં વસ્તુ કારણભૂત નથી એમ અવલોકનથી સમજાય છે.
૧૭) અવલોકનથી પ્રયોજનની પકડ વધે છે.
૧૮) એકાંતની રૂચિ વધે છે.
૧૯) મોટાભાગમાં અસમાધાન - સમાધાનમાં ફેરવાઈ જાય છે.
૨૦) અવલોકન તૂટવાથી ભય - ચિંતા - દુઃખ થઇ આવે છે. પોતાના પુરૂષાર્થની ખામી ઉપર જીવને ધિક્કાર આવે છે પોતાની પામરતાનો અહસાસ થઇ સ્વચ્છંદ મટે છે અને શ્રીગુરૂની આજ્ઞામાં જ રહેવાનો દૃઢ નિશ્ચય થાય છે.
No English rendering yet.
Aphorism 98
અવલોકનના સતત અભ્યાસની ફળશ્રુતિમાં મમત્વનાં નિમિત્તભૂત દેહ, કુટુંબ, પરિગ્રહાદિ કાંઈપણ જ્ઞાનમાં ન જણાય અથવા જેનાથી કાંઈ લાગે વળગે નહિ એવા પદાર્થો જ્ઞાનમાં ઝળકે ત્યારે વિહવળ ન થવું, ન ગભરાવું કે ન ખેદ કરવો કે હજી મારો આત્મા કેમ દેખાતો નથી? પરંતુ પ્રતિબિંબ રહિત જ્ઞાન અરીસા (સામાન્ય ધ્રુવ) ની મૌજુદગીનો અનુભવ વેદવો અથવા પદાર્થોને જાણનાર ‘હું જ્ઞાનસામાન્ય મૌજુદ છું’ એમ પોતાનાં અસ્તિત્વનો અનુભવ કરવો. જેનામાં મમત્વ નથી તેવા પદાર્થોથી દૃષ્ટિ ખસેડી/ગૌણ કરી જ્ઞાનસામન્યમાં દૃષ્ટિ સ્થાપવી ઘણું સરળ થઇ પડશે. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું’ એવો દ્રઢભાવ કેળવવાનો અભ્યાસ સતત ચાલુ રાખવો. કંઈજ નથી જણાતું એવું જાણ્યું શેમાં?
ઉત્તર: પદાર્થોથી નિરપેક્ષ પ્રતિસમય ઉત્પન્ન થતી જ્ઞાનપર્યાયમાં અને એ જ્ઞાનપર્યાયનો મૂળસ્ત્રોત (સ્વામી) ‘હું મૌજુદ છું’ એમ અસ્તિત્વ પકડાવું સરળ છે તેથી પ્રયત્ન ચાલુ જ રાખવો. ઉપયોગને (જાગૃતિને) છટકવા દેવો નહીં.
No English rendering yet.
Aphorism 99
જે જીવે અનંતભવોનાં કારણભૂત મીથ્યાત્વરૂપી બીજને છેદીને સાદીઅનંત સુખમય સમાધિમાં રહી શકાય એવા સિધ્ધપદને પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય ઉપાડયું છે તેને પરિણામોનો વિવેક સહેજે હોય છે. ધર્મીજીવને પણ અશુભભાવથી બચવા સહેજે શુભ પરિણામો આવ્યા વિના રહેતા નથી છતાં મુમુક્ષુ જીવને કે ધર્મીજીવને લક્ષ એકમાત્ર આત્મશાંતિનું જ રહે છે. રાગ ઘટાડવાનો, કષાય ન કરવાનો, અશુભ ભાવો નહીં કરવાનો, શુભ કરવાનો આગ્રહ એમને હોતો નથી. તેને કારણે કોઈ કૃત્રિમ પ્રયાસ હોતો નથી. કર્તૃત્વભાવ છૂટી સહેજે જ્ઞાતાધારારૂપ પરિણમન શરૂ થાય છે. આકૂળતા ઘટે છે. જ્ઞાનની નિર્મળતા વધતાં અંતરસૂઝ આવતી જાય છે. તેને કારણે સહેજે વિવેક રહે છે.
વિવેક રાખવાનો પ્રયત્ન દર્શનમોહ વધારે છે જયારે સહેજે વિવેક રહે એવું તો દર્શનમોહ ઘટતો હોય ત્યારે જ બને છે.
No English rendering yet.
Aphorism 100
વર્તમાન પરિણામમાં વિભાવભાવોને જોવાનો - સતત જોવાનો પુરુષાર્થ અપૂર્વ છે. શુધ્ધ અંતઃકરણ વિના આવો પુરુષાર્થ ઉપડી શકતો જ નથી. જેમ જેમ અવલોકન વધે તેમ તેમ કર્તૃત્વ છૂટતાં, દર્શનમોહ ઘટતાં, આકુળતા - મોહભાવ ઘટતો જાય છે અને સહેજે ઉદાસીનતા વર્તે છે. પહેલાં અવલોકન ચાલતાં ચાલતાં વિચારે ચડી જવાતું હતું, શુભાશુભભાવોને માત્ર જોવાને બદલે તેમાં એકત્વભાવે જોડાઈ જવાતું હતું. ત્યાં હવે અવલોકનનો ગાઢ પ્રયાસ થતાં હવે અવલોકન ચાલતાં ચાલતાં અટકે છે ત્યારે શુભાશુભભાવોમાં જોડાઈ જવાને બદલે શ્રીગુરૂ પ્રત્યેનો ભક્તિભાવ સહેજે જાગે છે.
જેમ જેમ અવલોકન વધે તેમ તેમ ભક્તિની માત્રા (અંશ) વધતી જાય છે. સત્પુરૂષ દેહધારી પરમાત્મા જ ભાસે છે. અવલોકનની ધારા તૂટે તે જીવને ગમતું નથી છતાં અવલોકન તૂટે છે ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય છે. ‘સત્પુરૂષ કેવીરીતે ત્રિકાળ અસંગ વર્તી શકે છે? ’ એનો મહિમા - આશ્ચર્ય ભક્તિને વધારે છે. આમ સહજપણે ઉત્પન્ન ભક્તિ દર્શનમોહને ગાળે છે અને સૂક્ષ્મ દોષને પણ જોઈ શકાય એટલું જ્ઞાન નિર્મળ થતું જાય છે.
જ્ઞાનની ઉચ્ચતમ નિર્મળતામાં શ્રીગુરૂનાં વચનનો આશય પણ સમજાય છે તેમ જ શ્રીગુરૂનાં દેહ મન, વાણી વર્તન આદિ સર્વચારિત્રમાં એકલક્ષ થઇ શ્રીગુરૂ જેને અવલંબી રહ્યાં છે તે મૂળ આત્મતત્વનું સ્વરૂપ સમજાય છે. ૧) જેવું શ્રીગુરૂનું આત્મદ્રવ્ય છે એવું જ મારું આત્મદ્રવ્ય છે. ૨) હું પણ પરમાત્મા છું ૩) શ્રીગુરૂ મને મારા પરમાત્મતત્વનું અવલંબન લેવાનું જણાવી રહ્યા છે-એવું ભક્તિથી દર્શનમોહ ઘટીને નિર્મળ થયેલાં જ્ઞાનમાં જણાય છે ત્યારે જીવ સત્પુરૂષને માત્ર જોવા/સાંભળવા અને બાહ્ય ભક્તિ કરવાને બદલે શ્રીગુરૂને પોતાના આત્મદ્રવ્યમાં સ્થાપી ઐકયભાવમાં આવી પરાભક્તિમાં ચડી જાય છે. ત્યારે ભેદજ્ઞાનનો તબક્કો શરૂ થાય છે.
આમ ૧) અવલોકન વિના/સતત જાગૃતિનાં પુરૂષાર્થ વિના આ રીતે શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉગતી નથી ૨) શ્રીગુરૂ પ્રત્યે સહજ ભક્તિ ઉગ્યા વિના તથારૂપ દર્શનમોહ યથાર્થરીતે ઘટીને જ્ઞાન નિર્મળ થાતું નથી. ૩) જ્ઞાન યથાર્થ નિર્મળ થયા વિના શ્રીગુરૂની અંતરપરિણતી ઓળખાઈને જીવ ઐક્યભાવમાં આવી પરાભક્તિમાં આવી શકતો નથી. ૪) પરાભક્તિ વિના જીવ સંપૂર્ણ અંતર્મુખતા વડે નિજપરમાત્મદ્રવ્યનાં આલંબનથી ભાવભાસન/સ્વાનુભવ કરી શકતો નથી.
ત્રુટક અવલોકન-પૂર્ણતાનું લક્ષ - ધારાવાહી અવલોકન - ભક્તિ - પરાભક્તિ - ભેદજ્ઞાન - ભાવભાસન - સ્વાનુભવ આ પ્રમાણેનો અજ્ઞાનીમાંથી મુમુક્ષુ બની જ્ઞાની થવાનો સ્વતંત્ર ક્રમ છે.
જ્ઞાનદશા પછી અર્થાત અનંતાનુબંધી કષાયના નાશપૂર્વક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી વિશેષ સ્થિરતા વધીને બે કાષાયની ચોકડીવાળી શ્રાવકદશા (પંચમ ગુણસ્થાન), ત્રણ કાષાયની ચોકડીવાળી મુનિદશા (૬ થી ૧૨ ગુણસ્થાન પર્યંત), પુર્ણવીતરાગ ઉત્કૃષ્ટ મુનિદશા (૧૨મું ગુણસ્થાન), સર્વજ્ઞ અરિહંત દશા, સર્વજ્ઞ સિધ્ધ દશા એવો જ્ઞાનદશાથી પૂર્ણ મુક્તિ પર્યન્તનો વ્યવસ્થિત ક્રમ છે.
No English rendering yet.
Aphorism 103
ચાલતાં પરિણામોનાં અવલોકનમાં જ્યારે વર્તમાનમાં કોઈ અશુભભાવ દેખાય તો તેને રોકવાનો પ્રયત્ન શા માટે ન કરવો?
સમાધાન: ૧) જે દોષ થયો છે તે એક સમયની ભૂલ છે. બીજે સમયે તે આપોઆપ ટળી જ જાય છે તો તેને રોકવાનો પ્રશ્ન જ નથી.
૨) દરેક સમયે ફરી ભૂલ થાય છે એનું કારણ તો અવલોકન (જાગૃતિ) છૂટે છે તે છે. અવલોકન ચાલુ રહેશે તો ભૂલ નહીં થાય તેથી ભૂલને રોકવાનો પ્રયત્ન કરીને જો અવલોકન ચુકી જાય તો નવી ભૂલ થયા વિના નહીં રહે તો પછી શા માટે અવલોકન ચાલુ ન રાખવું? શા માટે ભૂલને રોકવાની કોશિશ કરી નવી ભૂલ કરવી?
૩) અશુભભાવ જો આત્મા કરતો હોય તો સ્વભાવ દોષ કરનાર હોવાથી સ્વભાવને બદલી જ ન શકાય તેથી અશુભભાવ થતાં જ રહે ને પોતાનો અશુભભાવ રોકવાનો પ્રયત્ન નિષ્ફળ જાય. પરંતુ વાસ્તવમાં આત્મા સ્વભાવથી પૂર્ણ નિર્દોષ શુભાશુભ ભાવોથી રહિત જ છે તેથી દોષને રોકવા કરતાં અવલોકન ચાલુ રાખવું જેથી જ્ઞાનબળ વધે અને નિર્મળતા - સૂક્ષ્મતાં વધતાં જ્ઞાનમાં નિર્દોષ સ્વભાવ જણાય અને દોષ સ્વયંમેવ દૂર થાય.
૪) દોષ પણ પર્યાયમાં પર્યાયનાં ષટ્ર્કારકોથી સ્વતંત્રપણે ઉત્પન્ન થયો છે. દોષ જણાતાં દુઃખ ભલે થાય પણ તેને રોકી શકાય નહીં તેને રોકવાનો ઉપાય નિર્દોષ સ્વભાવ સન્મુખ થાવું તે જ છે.
૫) દોષને કાઢવાનાં ભાવ ધરાવનાર જીવ પોતાનાં આત્માને નિર્દોષ પવિત્ર માનતો નથી તેથી પોતાનો મહિમા એને આવતો નથી. જ્યાં પોતાનાં મૂળ સ્વાભાવનો મહિમા જ ન આવે તો પોતાનાં સ્વાભાવમાં દૃષ્ટી જઈને લીનતા ક્યાંથી થાય? લીનતા વિના આનંદ ક્યાંથી મળે?
૬) દોષ કાઢવાવાળા જીવની નજર દ્રવ્ય ઉપર નથી પણ પર્યાય ઉપર છે. પર્યાય ઉપર નજર રહેવાથી અનાદિની ઊંધી પર્યાયબુધ્ધિ ચાલુ રહી દર્શનમોહ વધતો રહે છે.
૭) દોષ કાઢવાનાં ભાવમાં કર્તૃત્વભાવ છે. જયાં કર્તાબુધ્ધિ છે ત્યાં જ્ઞાતાબુધ્ધિ રહેતી નથી. જ્યાં જ્ઞાતાબુધ્ધિ ન હોય ત્યાં દુઃખ - આકૂળતા હોય જ. તેથી દોષ જણાતાં તે કાઢવાનો કૃત્રિમ જૂઠો ઉપાય કરવાને બદલે માત્ર અવલોકન (જ્ઞાતાબુધ્ધિનો અભ્યાસ) ચાલુ રાખવાથી સહેજે દુઃખથી મુક્ત થવાશે. જ્ઞાનપ્રકાશમાં દોષરરૂપી અંધકાર ન ટકી શકે એવો જ આત્મસ્વભાવ છે.
૮) જેમ અશુભભાવ થતાં કર્મ બંધાય છે તેમ અશુભભાવને રોકવાવાળો શુભભાવ થવાથી પણ કર્મ બંધાય છે. અશુભભાવથી માઠી ગતિ મળે છે. શુભભાવથી અનુકૂળતાવાળી સ્વર્ગાદિ ગતિ મળે છે પણ આખરે તો ગતિ (બંધન) જ મળે છે ને! ગતિરહિત ક્યાં થવાય છે? મુક્તિ કેવી રીતે મળશે? મુક્તિ તો ત્યારે જ મળે જ્યારે જ્ઞાતાભાવમાં રહેવાનો પુરૂષાર્થ કરતાં સહેજે શુભ કે અશુભભાવો ન થાય અને તેથી નવા કર્મો ન બંધાય - જુના કર્મો નિર્જરે અને પૂર્ણમુક્તિ થાય.
ટૂંકમાં દોષનું અવલોકન તે જ્ઞાતાભાવે રહેવાનો પુરૂષાર્થ છે. તેમજ પોતાની વર્તમાન પામરદશાનું મૂલ્યાંકન છે. દોષનાં અવલોકનથી એમ માનવાનું નથી કે હું સ્વભાવે કરી દોષી છું, તેમજ દોષને કૃત્રિમતાથી કાઢવાનો ભાવ (દોષનું એકત્વપણું) પણ રાખવાનો નથી.
In short, observing a fault is the purushartha — the self-effort — of remaining in jnata-bhaav, the disposition of the knower. It is also an honest measure of one's own present condition. Observing a fault does not mean believing “I am by nature faulty,” nor is one to hold the intent of artificially removing it, which is itself identification with the fault.
Aphorism 106
પ્રત્યક્ષ સત્પુરૂષના પરીચય અને પોતાની પાત્રતાને કારણે શ્રીગુરૂમાં ઓળખાણથી પરમેશ્વર બુધ્ધિ જન્મે ત્યારે પાત્ર જીવને મોક્ષની પણ ઈચ્છા છૂટી જાય છે. હજી પોતે મુમુક્ષુદશામાં જ વર્તે છે. જ્ઞાનદશા આવી નથી એ પહેલાં જ મોક્ષની ચિંતાથી નિવૃત થયો એ આશ્ચર્યકારી છે. આવો મુમુક્ષુ ધ્યાનને બદલે શ્રીગુરૂનાં ચરણસાનીધ્યને ઈચ્છે છે. પાત્રાંક ૩૩૫માં એને ઉત્તમ મુમુક્ષુ કહ્યો છે.
આથી ફલિત થાય છે કે ભવભ્રમણની અપૂર્વ ચિંતના - વેદના - ઝૂરણાંથી મુમુક્ષુ દશામાં પ્રવેશ કરનાર જીવ નિર્વિકલ્પ દશા કે ભાવભાસન થયાં પહેલાં જ ભવભ્રમણની ચિંતા/મોક્ષની ઇચ્છાથી મુક્ત થઇ શકે છે.
જયારે આવી વસ્તુસ્થિતિ છે ત્યારે જે જીવને જ્ઞાનીપુરૂષ પ્રત્યે અતૂટ વિશ્વાસ હોય તેમ જ પોતે પણ લાંબા સમયથી સત્સંગ કરતો હોય અને છૂટવા માટે કંઈ પણ કરવાની તૈયારીવાળો હોય તેણે અંતર અવલોકન કરી પોતાને પૂછવું કે ભવભ્રમણની ચીંતા હજી કેમ રહે છે? સત્પુરુષ મળ્યા પછી અને સત્સંગ કરવા છતાં મારી આ દશા છે તો પછી મારી ક્યાંક સમજણફેર થઇ રહેલ છે. સત્પુરૂષનાં વચનનો યથાર્થ આશય સમજવામાં ક્યાંક ભૂલ થાય છે. યથાર્થતા હોય તો ભય, ડર, ચિંતા, મુંઝવણ, મોક્ષની ઈચ્છા ન રહેવી જોઈએ. આવું વિચારી જીવે અંતર અવલોકન (જાગૃતિ) વડે ક્ષણે ક્ષણે પોતાનાં દોષોને ગંભીરતાથી તપાસવા ઘટે અને સ્વરૂપપ્રાપ્તિની અપૂર્વ ભાવનાપૂર્વક શ્રીગુરૂનાં શરણે જઈ પોતાનાં દોષોનું અથવા મુંઝવણ વિષે યથાર્થ આશય સમજીને માર્ગદર્શન લેવું ઘટે. સત્પુરૂષના યોગ મળવા છતાં છૂટવાની ઈચ્છા રહયાં કરે, ભવભ્રમણનો દર રહ્યાં કરે તો ગમે તેટલી બાહ્ય ભક્તિ કરે, ગમે તેટલી વૈરાગ્યદશામાં આવે તો પણ તે યથાર્થ ભૂમિકામાં નથી. સાક્ષાત્ કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન સમાન સત્પુરૂષનો યોગ સાંપડે અને ભાવના છતાં જીવ મૂંઝવણમાં રહે; દરિદ્રીપણું, દીનતા, આકૂળતા, ભય, ચિંતા, જાય નહિ એ કેવીરીતે શક્ય છે?
No English rendering yet.
Aphorism 108
સત્પુરૂષનો યોગ તેમજ લાંબાસમયથી સત્સંગ પ્રાપ્ત હોવા છતાં જીવની મૂંઝવણ, ભવભ્રમણનો ડર, ચિંતા જાય નહિ ત્યારે જીવે ગંભીર અંતર અવલોકન કરી પોતાનાં પરિણામને તપાસવાં જોઈએ. સત્પુરૂષની સેવા - ભક્તિ - ઉપાસના (?) કરી સત્સંગને આરાધ્યો (?) પણ જ્ઞાનની આરાધના કરી કે નહિ? તે પોતાનાં આત્માને પુછવું. જ્ઞાનની આરાધના અર્થાત્ અવલોકન (જાગ્રતિ) વિના માત્ર સત્સંગની - સત્પુરૂષની આરાધના થાય ત્યાં નિમિત્ત મુખ્ય અને ઉપાદાન ગૌણ થઇ દર્શનમોહ વધવાનાં પરિણામો વર્તે છે. જ્યારે આવી ગંભીર ભૂલ વર્તે છે ત્યારે સત્સંગ કેમ સફળ થાય? સત્પુરૂષનો યોગ પણ કેમ નિષ્ફળ ન જાય?
No English rendering yet.
Aphorism 111
જીવ મોહથી અંધ થઇ સંયોગોમાં મમત્વ/એકત્વ અને સુખબુધ્ધિપૂર્વક પ્રવર્તે છે અને જરાપણ નિજઆત્માની સંભાળ રાખતો નથી. નિરંતર રાગદ્વેષ/શુભ અશુભ ભાવ કરી નવા કર્મ બાંધતો જાય છે. હવે અવલોકન પ્રક્રિયાથી નિજ આત્માની સંભાળ લે અને જાગૃતિપૂર્વક પરિણમે તો જ દિશા બદલાય. અવલોકન (જાગૃતિ) એક માત્ર બચવાનો ઉપાય છે.
No English rendering yet.
Aphorism 112
સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શન (પર્યાય)ની પણ અપેક્ષા નથી. સમ્યગ્દર્શનની પર્યાય તો પોતાને જ ભૂલી ગઈ છે. એને ધ્રુવ ત્રિકાળી સિવાય બીજૂં કંઈ અનુભવાતું (દેખાતું) નથી. સમ્યજ્ઞાનમાં ત્રિકાળી અને આનંદાદિ ગુણોનું વેદન એમ દ્રવ્ય - પર્યાય બેઉ જણાય છે. પરંતુ સમ્યગ્દર્શનને કોઈની પણ અપેક્ષા નથી.
આવું છે ત્યાં (૧) શુભ - અશુભભાવો કેમ થાય છે? (૨) એવા ભાવો ન થાય તો સારું (૩) એવા ભાવો અનુભવમાં બાધક છે તેથી ન થવા જોઈએ એવી અપેક્ષાથી તો સમ્યગ્દર્શન ક્યાંથી ઉપજે? આવી અપેક્ષામાં તો નજર પરિણામ ઉપર છે. પર્યાયબુધ્ધિ છે. સમ્યગ્દર્શનનાં પરિણામમાં તો પર્યાયબુધ્ધિ નથી પરંતુ દ્રવ્ય દૃષ્ટિ છે.
વળી મૂળ સ્વભાવમાં વિકાર - વિકલ્પ નથી. તેથી વિકાર ન થાય એવી અપેક્ષાને અવકાશ નથી.
પરિણામમાં વિકાર વર્તે છે તે તો બીજે સમયે આપોઆપ નાશ થાય છે તેથી પણ વિકાર ન થાય એવી અપેક્ષાનો કોઈ અર્થ નથી.
વળી ચરિત્રગુણની પર્યાય વિકાર શ્રધ્ધાગુણને સમ્યક્ થવામાં બાધારૂપ બની શકે નહિ કારણ કે બેઉ ગુણોનું પરિણમન સ્વતંત્ર છે. (જો કે સમ્યગ્દર્શન વખતે સહેજે બુધ્ધિપૂર્વકના રાગ - વિકલ્પ હોતાં જ નથી.)
આમ વસ્તુસ્વરૂપ સમજી મુમુક્ષુએ શુભાશુભ પરિણામો કેમ થાય છે? બંધ કેમ થાય? એવી ચિંતા કે સેવવાને બદલે માત્ર વર્તમાન પરિણામોનાં અવલોકનનો પરૂષાર્થ કરવા યોગ્ય છે. કોઈ દોષોને હઠાવવા નથી. માત્ર જોવું જ છે. માત્ર જોવાથી અવલોકન (જ્ઞાન)ની શક્તિ વધશે પુદગલ રસ, મોહ, કષાયરસ આપમેળે જ ધટશે, નાક દબાવવાથી આપોઆપ મોઢું ખુલે એમ.
ટૂંકમાં સમ્યગ્દર્શનને સમ્યગ્દર્શનની જ અપેક્ષા નથી ત્યાં રાગદ્વેષનાં અભાવની અપેક્ષા તો હોય જ ક્યાંથી?
No English rendering yet.
Aphorism 113
વિકાસનો ક્રમ
૧) થોડું અવલોકન અને વધારે સાંસારીક પ્રપંચોમાં ફસાવું.
૨) અવલોકનમાં વધારો અને સાંસારિક પ્રપંચોમાં ફસાવાનું દુઃખ.
૩) અવલોકનમાં વિશેષ વધારો અને દેવ-ગુરૂ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ.
૪) ભેદજ્ઞાન (પરાભક્તિ)નો પ્રયાસ અને આત્માની મહિમા.
૫) ભાવભાસનપૂર્વક ધ્યાનનો પ્રયાસ અને આત્માની અત્યંત મહિમા.
૬) સ્વાનુભૂતિપૂર્વક ભેદજ્ઞાનની નિર્વિકલ્પ પરિણતિ અને મોક્ષમાર્ગમાં આપો આપ પ્રગતિ.
અવલોકન તૂટીને ફરી અવલોકન કરીએ ત્યારે બે અવલોકન વચ્ચેનાં અંતરમાં વહેલાં પ્રતિબંધો નડતાં હતાં તેને બદલે અવલોકનનો પુરૂષાર્થ વધતાં હવે બે અવલોકન વચ્ચેનું અંતર ભક્તિથી પુરાય છે, જે પરાભક્તિ (ભેદજ્ઞાન) ઉપજવાનું અનન્ય કારણ છે. ભક્તિ વિના જીવ ગમે તેટલું અવલોકન કરે, છૂટવાની ભાવના કરે છતાં તે પરાભક્તિ (ભેદજ્ઞાન)માં આવી શકતો નથી અને છૂટવાનાં માર્ગની મૂળ વીધિથી અજાણ રહી જાય છે. તેથી ભક્તિ એ સર્વોપરી પદાર્થ છે એમ પરમકૃપાળુદેવે યથાર્થ જ કહયું છે. ભક્તિ વિના મુક્તિ નથી.
પાત્ર જીવને સંપૂર્ણ નિર્દોષતા (વીતરાગતા)નું ધ્યેય (ભાવના) હોવા છતાં અવલોકનમાં દોષ જણાતા દોષને હટાવવાનો ભાવ થાય તો એનું કર્તૃત્વ (મિથ્યાત્વ) ચાલુ રહે.
દોષને હટાવવાનો ભાવ કર્તૃત્વ છે. પર્યાયબુધ્ધિ છે - મિથ્યાત્વ છે. દોષને જોતાં જ્ઞાનની હૈયાતી ગૌણ થાય તો દોષ સાથે એકત્વ છે. એકત્વ અર્થાત્ જ્ઞેયમાં રોકાણ.
મિથ્યાત્વ અને એકત્વ બન્ને દોષ છે. દોષને હટાવવાનો ભાવ જ છૂટતો ન હોય તો એકત્વ ક્યાંથી છૂટે?
સંપૂર્ણં નિર્દોષતાનું ધ્યેય ન હોય તો એકકે દોષ ટળતાં નથી પરંતુ આવું ધ્યેય હોવા છતાં દોષોને ક્રમથી ટાળવાની યથાર્થ પ્રક્રિયા માં આવવું ઘટે.
દોષ જણાય અને સહજ દુઃખ ન અનુભવાય તો સ્વચ્છંદ છે, મુમુક્ષતા જ નથી. છતાં દોષમાં એકત્વ થઇ જાય તો ખેદ રહે અને અવલોકન છૂટે તો પ્રયોગોની ભૂલ થતાં જીવ ઊંધે માર્ગે ચાલે.
પશ્ચાતાપ, ડર, ભય, ચિંતા વગેરે પરિણામો અવલોકનનાં પુરૂષાર્થપૂર્વક ઉત્પન્ન થવા ઘટે, નહિ તો પર્યાયબુધ્ધિ દૃઢ થઇ ગૃહિત મિથ્યાત્વમાં વધારો થશે. ઘણી સમતુલા રાખવાની છે.
દોષમાં સહજ દુઃખ ન લાગે તો પણ જાગૃતિ (અવલોકન) છૂટશે અને દોષમાં એકત્વ થાશે તો પણ જાગૃતિ (અવલોકન) છૂટશે.
મુમુક્ષજીવે આત્મકલ્યાણ અર્થે નિરંતર અવલોકન રાખવું ઘટે.
No English rendering yet.
Aphorism 115
‘મારામાં ભાવના ઓછી છે’, ‘મારામાં પુરૂષાર્થની ઓછપ છે’, ‘હું એટલો બધો દોશી છું કે છૂટી શકાશે નહિ’, ‘હું ઘણો પામર છું’, મારું અવલોકન યથાર્થ ચાલતું નથી ‘, ‘ઉદયમાં હું ફસાઈ જાઉં છું’, ‘હું સ્વલક્ષી નથી, કારણ કે પરિણામોમાં પરપંચાયતી ચાલે છે’, ‘હું અવલોકન કરીશ તો સંસારિક વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જાશે’, ‘મારે અવલોકન કરવું છે, પણ હમણાં નહી’, ‘હું મારા દોષો બતાવીશ પણ શ્રીગુરૂ નારાજ થાશે તો’, ‘અમુક દોષો બતાવીશ તો શ્રીગુરૂ નું સન્માન નહિ જળવાય તો? ’ ‘અવલોકન કરતા મારામાં દોષ થવા જ ન જોઈએ ‘.
અવલોકનને આરાધતાં આવા અગણિત ભાવો મુમુક્ષુને આવશે છતાં બધાં ભાવોને શ્રીગુરૂ સમક્ષ વ્યક્ત કરીને યોગ્ય માર્ગદર્શન લેવું ઘટે. પોતાની સમજ/નિર્ણયની યથાર્થતા વિશે શ્રીગુરૂનાં અભિપ્રાય જાણીને નિઃશંક થવું ઘટે. અવલોકન કરતાં કરતાં એક પણ નવો જૂઠો નિર્ણય ન થઇ જાય એની દરકાર રાખવી જોઈએ. પોતાનો પોતા વિષેનો અભિપ્રાય યથાર્થ નહીં ઘડાય તો પોતાને ઘણું નુકસાન થાશે.
જ્યાં શ્રીગુરૂ અત્યંત કરુણા વરસાવી જ રહયાં છે, પોતાનું સર્વસ્વ ખજાનો-લૂંટાવી રહયાં છે ત્યારે આવી સુંદર તકનો સદુપયોગ કેમ ન કરવો? પોતે પૂછવામાં/માંગવામાં ચુકશે તો પોતાની જ પ્રગતિ રૂંધાશે. તરસ લાગી હોય તે ચૂપ/મૂંગો કેમ રહી શકે?
કૃપાળુદેવે યથાર્થ જ ફરમાવ્યું છે કે જગતનાં અભિપ્રાયથી અનાદિથી ચાલ્યો તેથી જીવને નુકસાન થયું છે હવે જ્ઞાની પુરૂષનાં અભિપ્રાયે ચાલે તો અવશ્ય જ્ઞાની થાય/સુખી થાય.
No English rendering yet.
Aphorism 116
ચાલતાં પરિણામોનાં અવલોકનનો પુરૂષાર્થ ધારાવાહી ચાલતો નથી તેમાં બાહ્ય સંયગો, ફરજ, સાંસારિક પ્રવૃત્તિ, પ્રતિકૂળતાનો જરાપણ વાંક નથી. ચારે કોર આધિ - વ્યાધિ - ઉપાધિમાં પણ અવલોકન નિરંતર ચાલી શકે છે. અવલોકન તો જ્ઞાનની શક્તિથી ઉપજેલ છે. આવી ચૈતન્યશક્તિને સાતમી નરકની વેદના પણ અટકાવી શકે નહિ તો પછી મુંઝાવું શું? તેમજ બીજાપર દોષનો ટોપલો શા માટે ઢોળવો? વિશેષ મૂંઝાશે/ગભરાશે તો પણ જાગૃતિ નહી રહે. બીજાનો વાંક કાઢશે તો પણ જાગૃતિ નહિં રહે. પરિણામો પ્રત્યે પોતે જ નિષ્પક્ષ રહેતો નથી અથવા પોતાને પરની રૂચિ અને આત્માની અરૂચિ છે તેથી જ અવલોકન યથાર્થ ચાલતું નથી. જેને આત્માની ચિંતા/દયા હોય અને તેથી પરમાં ઉદાસીનતા વર્તે તેને અવલોકન કેમ ન ચાલે? માટે પોતે યથાર્થ પુરૂષાર્થ નથી કરતો તેમાં પોતાનો જ વાંક છે.
No English rendering yet.
Aphorism 117
પોતે અનંત દોષોથી ભરેલો છે, પોતે પામર છે, પોતે શ્રીગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલતો નથી, પોતે અનંતકાળથી આથડે છે, પોતાને મોહ/રાગદ્વેષનાં પરિણામ વર્તે છે, પોતાને આત્માની દયા/ચિંતા નથી, પોતાને સંસારનો જ પ્રેમ છે, ઇત્યાદિ જે કાંઈ પણ પોતા વિષેનો નિર્ણય કરવો હોય તે માત્ર શ્રીગુરૂનાં વચન સાંભળવાથી જ નિર્ણય ન થવો જોઈએ, પરંતુ વચન સાંભળીને પોતાનાં ચાલતાં પરિણામોમાં દોષોના અવલોકન વડે પોતે પોતાના અનુભવથી નિર્ણય કરવો જોઈએ.
એમ નહીં કરવામાં આવે તો માત્ર બુધ્ધિના આધારે લેવાયેલો નિર્ણય સાચો હોવા છતાં અયથાર્થ હોવાને લીધે જીવને સાચો વૈરાગ્ય નહિ આવે. તેમજ શુદ્ધ અંતઃકરણની ભાવના પણ નહીં જાગે. ચૈતન્યની શુદ્ધ ભાવના જ નથી તો પછી મોક્ષમાર્ગમાં એક પગલું પણ કેવી રીતે ભરી શકાશે?
No English rendering yet.
Aphorism 118
અવલોકનમાં ચિત્ર વિચિત્ર ન ધારેલાં કરોડો ભાવો જણાય, રાગદ્વેષનાં પરિણામો જણાય ત્યારે મુમુક્ષુને એમ લાગે કે પહેલાં કરતા હું વધારે દોશી બની ગયો છું અને મારુ અવલોકન યથાર્થ ચાલતું નથી તેથી જ વિકલ્પોનો ધોધ વરસી રહયો છે. પરંતુ આ માન્યતા યથાર્થ નથી. કારણ કે આવા દોષો/વિચારો તો પ્રત્યેક ક્ષણે પોતે કરતો આવ્યો છે પરંતુ પહેલાં જાગૃતિ ન હતી દોષો પકડાતાં ન હતાં. હવે ઉલટાનું અવલોકન બરાબર ચાલે છે અને જાગૃતિનાં કારણે મોહ-રસ મંદ થઇ જ્ઞાન નિર્મળ થયું છે તેથી દોષો/વિકલ્પોનો ધોધ જણાય છે. હવે, પોતાની સંસારની વાસ્તવિક સ્થિતિનું યથાર્થ ભાન થઇ રહ્યું છે. તેથી પોતાના વિશે જુઠ્ઠો અભિપ્રાય બાંધી ન લેવો. શંકા પડે તો શ્રીગુરૂ પાસે યથાર્થ માર્ગદર્શન લઇ લેવું. પોતાના જીવનની ચોપડી ખુલ્લી કરી દેવી.
No English rendering yet.
Aphorism 119
પૂર્વે અવલોકનનો પુરૂષાર્થ નહોતો કરતો ત્યારે જ રીતે ખાવાની - પીવાની - બોલવાની - સૂવાની આદિ ક્રિયાઓ ચાલતી હતી તેટલી બધી જ ક્રિયાઓ અવલોકન કરતાં કરતાં પણ થઇ શકે છે અને બહારના સંયોગો ક્રિયા, લાભ-નુકસાન સાથે અવલોકનને જરાપણ સંબંધ નથી એવું અવલોકન કરનારને અનુભવથી સમજાયા વગર રહેતું નથી તેથી તેનો ઉત્સાહ ઉલ્ટાનો વધે છે. સંસારની બધીજ ક્રિયાઓ/જવાબદારી સંભાળતાં સંભાળતાં સાથોસાથ અવલોકનનાં પુરૂષાર્થથી જો આત્મશાંતિનાં માર્ગે ચડાતું હોય તો તેમાં શો વાંધો? અત્યાર સુધી નકામો સમય ગુમાવ્યો એવું અવલોકન કરનારને લાગ્યા વિના નહીં રહે. તેમજ આવો સુંદર માર્ગ બતાડનાર ઉપર શ્રધ્ધા/ભક્તિ ઉગ્યા વિના પણ નહીં રહે.
No English rendering yet.
Aphorism 121
બોધિ દુર્લભ ભાવના
પાંચ લબ્ધિઓ:
૧) ક્ષયોપશમ લબ્ધિ (સંજ્ઞી પંચેન્દ્રીયપણું)
૨) વિશુધ્ધિ લબ્ધિ (આત્મકલ્યાણ કરવાની શુધ્ધ ભાવના)
૩) દેશના લબ્ધિ (પ્રત્યક્ષ સત્પુરૂષની દેશનાનો શ્રવનયોગ અને ઉપદેશનો આશય સમજવાની
શક્તિ)
૪) પ્રયોગ લબ્ધિ (અવલોકન તેમજ ભેદજ્ઞાનનો પ્રયાસ)
૫) કારણ લબ્ધિ (સ્વરૂપનું ભાવભાસન, એકદેશ પ્રત્યક્ષ સ્વસંવેદન)
ઉપરોક્ત લબ્ધિઓ પ્રાપ્ત થવી ઉત્તરોઉત્તર અતિ દુર્લભ છે.
અનંત જીવરાશિમાં સંજ્ઞીપંચેન્દ્રિયની ક્ષમતાવાળા જીવો કેટલા? તે વિચારો?
સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં આ જગતનાં જીવોને જોતાં આત્મકલ્યાણની શુદ્ધ ભાવનાવાળા જીવો કેટલાં? તે વિચારો.
આત્મકલ્યાણની ભાવનાવાળા હોવા છતાં કેટલાંને સાચાં વીતરાગી દેવ -ગુરૂ - શાસ્ત્ર અને પ્રત્યક્ષ સત્પુરૂષનો પરમ સત્સંગ યોગ સાંપડયો? તે વિચારો.
પ્રત્યક્ષ સત્પુરૂષનો પરમ સત્સંગ યોગ મહાન પુણ્યોદયથી સાંપડ્યો છતાં કેટલાં જીવો એમનાં અપૂર્વ વચનનો આશય સમજી શક્યા? તે વિચારો.
આશય સમજીને કેટલાં જીવો પ્રમાદમાં - સાંસારીક પ્રપંચોમાં રોકાયા વિના પ્રયોગોના રસ્તે ચડયાં? તે વિચારો.
અવલોકન - ચાલતાં પરિણામોમાં પોતાનાં દોષોને માત્ર જોવાનાં સતત પ્રયત્નનાં પ્રયોગમાં આવીને કેટલાં જીવો યથાર્થ મુમુક્ષુદશામાં અર્થાત ભવભ્રમણની ચિંતના-વેદના-ઝૂરણાપૂર્વક ‘પૂર્ણતાનું લક્ષ’ બાંધવાની ક્ષમતામાં આવ્યાં? તે વિચારો.
અવલોકનના પ્રયોગપૂર્વક પૂરણતાનું લક્ષ બાંધી સમાજ પ્રતિબંધ - કુટુંબ પ્રતિબંધ - દેહ પ્રતિબંધ - સંકલ્પ વિકલ્પ પ્રતિબંધથી છૂટીને બોધબીજ યોગ્ય ભૂમિકામાં આવીને પ્રત્યક્ષ સત્પુરૂષ પ્રત્યે પરમાત્માતુલ્ય ભક્તિ અને પરમદૈન્યભાવવાળી યથાર્થ ભૂમિકામાં કેટલાં જીવો આવ્યાં? તે વિચારો.
અવલોકનના સતત પ્રયોગપૂર્વક પ્રગટ સત્પુરૂષ પ્રત્યે પરમાત્મા તુલ્ય નિષ્કામ ભક્તિથી આગળ વધીને કેટલાં જીવો પરાભક્તિ (સત્પુરૂષ અને સ્વયંના આત્મા સાથે ઐક્યભાવ) પૂર્વક ભેદજ્ઞાનનાં પ્રયોગે ચડયાં? તે વિચારો.
સતત ભેદજ્ઞાનનાં અભ્યાસપૂર્વક નિજ ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સામાન્યને મુખ્ય અને જ્ઞાન વિશેષ અર્થાત શુભ-અશુભભાવોથી માંડી જગત આખાનાં પ્રતિબિંબોને ગૌણ કરી કેટલાં જીવો સ્વરૂપ નિશ્ચય-ભાવભાસન પૂર્વક પાંચમી કારણ લબ્ધિમાં પ્રવેશ કરી શક્યાં છે? તે વિચારો.
અનંતકાળથી ભવસાગરમાં ડૂબતાં જીવે અનંતવાર ચોથી પ્રયોગલબ્ધિમાં અંત સુધીનો પુરૂષાર્થ કરેલો છે પરંતુ ભાવભાસન પૂર્વક પાંચમી કારણ લબ્ધિમાં એકવાર પણ પ્રવેશ કરેલો નથી. એકવાર પણ જીવને ભાવભાસન થાય તો વધુમાં વધુ છ મહિના સમકિત થવામાં લાગે. અજ્ઞાનદશા ટળીને મોક્ષમાર્ગમાં પ્રવેશ થયાં વિના રહે નહિ. ઉપરોક્ત બોધિદુર્લભ ભાવના વારંવાર ભાવિને બધાં જીવો સમ્યગ્જ્ઞાનને પામો.
No English rendering yet.
Aphorism 123
અવલોકન પધ્ધતિ દ્વારા વર્તમાન ચાલતાં પરિણામમાં દોષોને જોતાં જોતાં ઘણીવાર દોષોને જોઈ ઘભરામણ થઇ આવે દુઃખ ઉપજે, નિરાશાનાં ભાવો જન્મે. ઘણી વાર અવલોકન સારું ચાલતાં શાંતિ પણ અનુભવાય, તેથી હર્ષનાં પરિણામો થાય.
આવે સમયે જ્ઞાનીપુરૂષનો મહિમા-ગુણચિંતવન ભક્તિ કરતાં દુઃખથી ઉત્ત્પન્ન નિરાશા છૂટી હિંમત બંધાય અને માનસિક અસમતુલાથી બચી જવાય. તેમજ શાંતિ અનુભવતાં જે હર્ષભાવ થઇ સંતોષ અથવા અહમભાવ થાય તેને પણ ભક્તિ અટકાવી દે છે અને જીવને સાવધાન કરે છે. તેથી ભક્તિ અવશ્ય કરવા જેવી છે. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી. પરંતુ મોક્ષાભિલાષીને ભક્તિ આવ્યા વિના ઉપદેશ પરિણમતો નથી. ભાવભાસન થાતું નથી. ભક્તિ વિના અવલોકનમાં જ અટકવાનું થઇ જશે.
No English rendering yet.
Aphorism 125
અવલોકનનો સતત પુરૂષાર્થ કરનાર જીવને ભેદજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરતી વેળા એક અચિંત્ય, માત્ર અનુભવગમ્ય મુંઝવણનો સામનો કરવો પડે છે.
સમસ્યા એ છે કે આત્મસ્વરૂપની યથાર્થ મહિમા વિના સમક્તિ (સ્વરૂપ દર્શન) પ્રગટ થાતું નથી અને યથાર્થ મહિમા આત્મસ્વરૂપને દેખ્યા વિના કેવી રીતે પ્રગટે?
આવી વિચિત્ર સમસ્યાથી મુંઝાતા પાત્ર જીવને પ્રત્યક્ષ સત્પુરૂષ વિના કોઈ શરણ નથી.
પોતાને જ્ઞાનદશા ન હોવાથી પોતે બુઝાયેલા દીવા સમાન અવ્યક્ત છે જ્યારે સત્પુરુષને જ્ઞાનદશા હોવાથી તે પ્રગટ દીવારૂપ વ્યક્ત છે.
સત્પુરૂષની અંતરપરિણતી રૂપ પ્રગટ દીવાની દૃષ્ટિ ઉપરોક્ત મૂંઝવણની અસહ્ય વેદના અનુભવનાર પાત્ર જીવને જ થાય છે. જયારે સત્પુરૂષની અંતરપરિણતી જોઈ જ્ઞાનીની ઓળખાણ થાય છે ત્યારે સત્પુરૂષ સાક્ષાત્ દેહધારી પરમાત્મા - મૂર્તિમાન મોક્ષ - પણે દેખાય છે. આ દિવ્ય દર્શન દ્વારા પોતાના આત્માને જોયા વિના પણ પોતાના આત્માનો અપૂર્વ મહિમા આવે છે. કેમ કે જેવો સત્પુરુષનો આત્મા છે તેવો જ મારો સ્વભાવ છે એવું પ્રત્યક્ષ ભાસે છે. આમ આ પ્રકારે પોતાના સ્વભાવની અપૂર્વ મહિમા આવતાં જીવ અંતમુર્ખપણે સત્પુરૂષ સાથે ઐક્યભાવરૂપ પરાભક્તિમાં પ્રવેશીને ભેદજ્ઞાનનાં તબકકામાં પ્રવેશે છે ત્યાં રાગાદિ સમસ્ત જગતનાં પ્રતિબિંબોયુક્ત જ્ઞાનવિશેષને ગૌણ અને જ્ઞાન સામાન્યને મુખ્ય કરવાનો વાયરલ પુરૂષાર્થ ઉપડે છે અને જીવને પ્રત્યક્ષ અનુભવાંશે આત્મસ્વરૂપનો અપૂર્વ નિર્ણય અર્થાત્ બીજું સમક્તિ - ભાવભાસન પ્રગટે છે.
જીવ ગમે તેટલી જાગૃતિ રાખે - પુરુષાર્થ કરે તો પણ સત્પુરૂષને ઓળખ્યા વિના નિજઆત્મસ્વરૂપનાં દર્શન કરી શકતો જ નથી. તેથી જ પાત્રાંક ૨૧૩માં કૃપાળુદેવે પરોક્ષ જિનેશ્ચવરદેવ અને નિજ આત્મા (પુરાણપુરૂષ)થી પ્રત્યક્ષ સત્પુરૂષને વિશેષ ઉપકારી જાણી અપૂર્વ ભક્તિ કરી છે જે યથાર્થ છે.
વાસ્તવમાં જગત આખું અહીં જ - પ્રત્યક્ષ સત્પુરૂષની મહિમા ન કરવામાં જ ભૂલેલું છે. પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ એજ સમકિતનું બીજ છે. ભવરોગનાશક એક માત્ર ઈલાજ છે. સત્પુરૂષની કૃપાદૃષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. આથી જ કૃપાળુદેવે મુમુક્ષુઓને ગેરંટી આપી છે કે ‘બીજું કંઈ શોધ મા, માત્ર સત્પુરુષને શોધી તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે’. વળી તેઓશ્રી ફરમાવે છે કે ‘પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે પરંતુ તે ધ્યાવન પ્રત્યક્ષ સત્પુરૂષનાં ચરણકમળની વિનયોપાસના વિના જીવ પ્રાપ્ત કરી શકતો નથી; તે નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે’.
No English rendering yet.
Aphorism 127
૧) શુદ્ધ ચૈતન્યની ભાવના
૨) પ્રત્યક્ષ સત્પુરૂષની અનન્ય ભક્તિ અને
૩) અવલોકન - ભેદજ્ઞાનનો સતત પુરૂષાર્થ જે પાત્ર જીવમાં હોય તેને નિયમથી સ્વાનુભૂતિ
પ્રગટે અને જન્મમરણનાં અંત આવે જ.
No English rendering yet.
Aphorism 130
અવલોકનનાં પ્રયોગોથી વિભાવભાવોમાં અત્યંત દુઃખ લાગે ત્યારે એ દુઃખ અકથ્ય હોય છે કારણ કે સંસારમાં ફસાવું નથી છતાં ફસાઈ જવાય છે. અને મુક્તિનાં માર્ગમાં આગળ વધવું છે છતાં અવલોકન વારંવાર તૂટી જાય છે. તેથી એટલું દુઃખ અનુભવાય છે કે સહીપણ ન શકાય અને કહી પણ ન શકાય કારણ કે જગતનાં જીવોને આવી પરિસ્થિતિનો અનુભવ નથી તેથી કહીને પણ શો ફાયદો? આવી પરિસ્થિતિમાં અંતરઆત્મા પ્રત્યક્ષ સત્પુરૂષને પોકારે છે કારણ કે સદગુરૂ વિના આવા દુઃખથી કોણ છોડાવી શકશે? તેથી ભક્તિ - શરણભાવ - સર્વ જીવો પ્રત્યે દાસત્વભાવ પરેચ્છાનુચારી પણું વગેરે સહેજે આવે છે.
ભકતવાન જીવને કઠણાઈ (મૂંઝવણ) ન હોય એવું બને જ નહિ. સુખમાં કોઈને રામ સાંભરે જ નહિ. દુઃખી હોય તે જ સદગુરૂનાં શરણમાં જાય અને તો જ ભક્તિ હોય. આ મૂંઝવણ (કઠણાઈ) ચાલતાં પરિણામોમાં વિભાવભવનાં નિરક્ષણ વિના આવે જ નહિ. આ મૂંઝવણ સાંસારીક સંયોગોની અનુકૂળતાની અપેક્ષા વિનાની છે. સંસાર રૂચતો નથી છતાં એવા ભાવો થયાં કરે છે અને આત્મા ગમે છે પણ તેના દર્શનનો વિયોગ છે તેથી આવી મુંઝવણ ઉત્પન્ન થઇ છે. આવી મુંઝવણ અનુભવનાર સાંસારીક અનુકૂળતા ચાહતો નથી પરંતુ આત્માને ચાહે છે. શાંતિને ઝંખે છે તેથી સાંસારીક ચાહનાનો નાશ કરવાવાળી સહજ ભક્તિ આવા જીવને ઉત્પન્ન થાય છે. જે ભક્તિ સંસારિક અપેક્ષાઓથી સર્વથા મુક્ત ન કરાવે અને શાંતિના માર્ગે ન ચડાવે એ ભક્તિ જ નથી.
પ્રથમ ભક્તિ સત્પુરૂષ પ્રત્યે આવે છે કારણ કે ઉત્પન્ન મુંઝવણથી મુક્ત થવાનો ઉપાય પોતે તો જાણતો નથી અને સત્પુરૂષ જાણે છે. ત્યારબાદ સત્પુરૂષની આજ્ઞાથી પરાભક્તિમાં પ્રવેશ થઇ પોતાના આત્માની મહિમા (ભક્તિ) આવે છે ત્યારે પરિણામ-સૂક્ષ્મ અનુભવદૃષ્ટિથી જ્ઞાન સામાન્યમાં લીન થઇ સ્વાનુભવદશા પ્રગટ કરે છે. આમ ભક્તિ સંસારથી છોડાવે છે.
No English rendering yet.
Aphorism 132
દેહાદિ પરપદાર્થને જોતાં રાગદ્વેષનાં ભાવો થાય છે. અશાંતિ, આકૂળતા, ભય, ખેદ, શોક, હર્ષ, રતિ, અરતિ, આદિ ભાવો થાય છે. નવા કર્મનો બંધ થાય છે. ભવભ્રમણ વધે છે તો હે જીવ તું શા માટે પરપદાર્થને જુએ છે? સ્વદ્રવ્યને કેમ જોતો નથી?
રાગદીભાવોને જોતાં જોતાં, અવલોકનનો અભ્યાસ કરતાં પરપદર્થોની રૂચિ છૂટી ગઈ છતાં વીકારીભાવો થયાં કરે છે જાણે એમનો કદી અંત જ નહીં આવે અને નવીન કર્મો બંધાયા જ કરશે. તેથી ગભરાટ થાય, વેદના, ચિંતા થાય તો હે જીવ! તું રાગદીભાવોને શા માટે જોવે છે? તારા જ્ઞાનસ્વભાવ, સામાન્ય જાણન સ્વભાવ - તારા મૂળ સ્વભાવને કેમ જોતો નથી? તારું સ્વરૂપ વીકારીભાવોથી મેલિન થયું જ નથી. તું તો જ્ઞાનમય છો, રાગમય નથી. તું પવિત્ર, શાંતિનું ધામ, પરમાનંદનું મંદિર છો. તેને જોવાથી શાંતિનો અનુભવ થશે.
પહેલા શ્રીગુરૂએ ચાલતાં પરિણામોમાં રાગાદિ વિભાવભાવોને જોવાની, માત્ર જોવાની આજ્ઞા કરી હતી ત્યાં પરની રૂચિ છોડાવવાનો આશય હતો તેમજ કોઈ પરપદાર્થ કર્મબંધનનું કારણ નથી, દોષ જીવ પોતેજ કરે છે તેમ સમજાવવું હતું. પરંતુ હવે જ્યાં પરની રૂચિ છૂટી, પ્રતિબંધ ઢીલાં પડયાં, રાગાડીભાવો ગમતાં નથી. નિષેધ છતાં છૂટતાં નથી ત્યારે રાગદીભાવોને જોઈને શામાટે દુઃખી થાવું? વિકારની (પરિણામની) દૃષ્ટિ - ચિંતાથી - નિષેધથી - અરૂચિથી વિકાર નહિ ટળે. વિકાર જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞાનસામાન્ય મૂળદ્રવ્યસ્વભાવ ત્રિકાળી જ્ઞાયકની દૃષ્ટિ કરવાથી રાગાદિભાવો ઉત્પન્ન જ નહિ થાય. કારણ કે સ્વભાવ તો પરમ વીતરાગ સાક્ષાત્ જિનસ્વરૂપી સિધ્ધ સ્વભાવી છે તેનો આશ્ચય લેતાં/તેનું ધ્યાન ધરતાં/તેમાં જ ઠરતાં રાગ સ્વયં ટળી જાય છે. મોક્ષ માર્ગ શરૂ થાય છે. માટે હવે રાગાદિ ભાવોનું અવલોકન તજી જ્ઞાયકભાવનું સતત અવલોકન કર.
જેમ રાગાદિભાવોનાં અવલોકનથી પરની રૂચિ છૂટી તેમ જ્ઞાનસામાન્યનાં અવલોકનથી રાગાદિભાવોની તન્મયતા - એકત્વ - આકૂળતા છૂટી જાશે. તને તરત પરમ અતીન્દ્રિય નિજ સ્વભાવનાં બળે ઉત્પન્ન અવિનાશી સુખની પ્રાપ્તિ થશે.
No English rendering yet.
Aphorism 133
બે તબક્કાથી ભાવભાસન સુધી પહોંચાય છે:
૧) પરમાં એકત્વબુધ્ધિ - કાર્તત્વબુધ્ધિ મમત્વ ચોદાવવા અવલોકન (ચાલતાં પરિણામ) માં રાગાદિભાવોને માત્ર જોવા અને પરને જોવાનું બંધ કરવું.
૨) રાગાદિભાવોને માત્ર જોતાં જોતા સહજ ગભરાટ દુઃખ, ભય, વેદના, ચિંતા, બેચેની ઉત્પન્ન થાય અને અસહય પરિસ્થિતિ ઉભી થાય ત્યારે નિરંતર વહી રહેલી જાણનપર્યાય - જ્ઞાતધારાને જોવી અને રાગદીભાવોને જોવાનું બંધ કરવું. પોતે રાગદીભાવો કરતો નથી પોતે માત્ર જાણનારો જ છે.
મનથી કરેલો નિર્ણય યથાર્થ નથી. તેથી જ્ઞાનીની આજ્ઞામાં રહી નિર્ણય કરવો જોઈએ.
શાસ્ત્રવાંચનથી કરેલો નિર્ણય મનનો નિર્ણય છે. ઉપદેશ શ્રવણથી કરેલો નિર્ણય મનનો નિર્ણય છે. જ્ઞાની કહે છે તે સાચું છે તેમ માની (પ્રયોગ વિના) કરેલો નિર્ણય મનનો નિર્ણય છે.
જ્ઞાની કહે છે તેમ પ્રયોગે ચડીને આજ્ઞા ઉઠાવીને જે કોઈ આત્મલાભનો પોતાને અનુભવ થાય તે યથાર્થ નિર્ણય છે.
વાસ્તવમાં જ્ઞાની કહે છે તેમ સીધેસીધું માનવાનું નથી પરંતુ પ્રયોગે ચડીને જે અનુભવ પોતાને થાય તે અનુભવ સાથે જ્ઞાનીનાં વચનો મેળ ખાય છે કે નહિ? તેમ મેળવણી કરીને થયેલો નિર્ણય તે યથાર્થ નિર્ણય છે.
પોતાના મનથી નિર્ણય કરવાં કરતા જ્ઞાનીને પૂછીને નિર્ણય કરવો એટલે સ્વચ્છંદે ચાલવું છોડીને, જ્ઞાનીની આજ્ઞા રહીને, પ્રયોગે ચડીને અનુભવથી યથાર્થ નિર્ણય કરવો કારણ કે અનાદિનો અજાણ્યો છે તેથી ક્યાંય ભૂલ ન રહે તે માટે જ્ઞાનીનાં શરણમાં રહેવું.
પોતે મનથી કરેલ નિર્ણય અને જ્ઞાનીનાં વચનો મેળ ખાતાં હોય છતાં તે નિર્ણય યથાર્થ નથી. કારણ કે માત્ર ધારણામાં છે. તેથી કાંઈ પોતાને આત્મલાભ થતો નથી. નિર્ણય યથાર્થ હોય તો આત્મલાભ થાય જ અને એવો આત્મલાભ માત્ર સાંભળવાથી - વાચંવાથી, તત્વને બુદ્ધિમાં બેસાડવાથી થતો નથી પરંતુ જ્ઞાનીની આજ્ઞાનુસાર પ્રયોગ-અવલોકન પૂર્વક ભેદજ્ઞાન કરવાથી થાય છે.
No English rendering yet.
Aphorism 134
જ્ઞાન ૧૧ અંગ ૯ પૂર્વ જેટલું વિકસિત હોય તો તે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તેમ પંચમહાવ્રત ૨૮ મૂળગુણપૂર્વક શુધ્ધ ચારિત્ર હોય તે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે.
જ્ઞાનાવરણીય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મનાં ક્ષયોપશમથી ઇન્દ્રિયજ્ઞાન વિકસીત દેખાય અને કષાય અતિમંદ હોય પરંતુ તેથી કાંઈ સ્વભાવનું ભાવભાસન ન થઇ શકે.
સ્વભાવના ભાવભાસનમાં દર્શનમોહનીય કર્મનાં ક્ષયોપશમથી દર્શનમોહની મંદતાપૂર્વક અંતર અવલોકનપુર્વક ભેદજ્ઞાન અપેક્ષિત છે. શુધ્ધ અંત: કરણ વિના-દર્શનમોહનું બળ વર્તે છે ત્યાં સુધી જીવ સમ્યક્ પ્રકારે નિજ અવલોકન - ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકતો નથી, ભલે જ્ઞાન વિકસીત હોય કે કષાય મંદ હોય.
જ્ઞાન અલ્પ હોય અને બાહ્ય કષાયની મંદતા ન દેખાતી હોય છતાં શુધ્ધ અંત: કારણ અને ચૈતન્યની યથાર્થ ભાવનાપૂર્વક ચાલતાં પરિણામોનાં અવલોકનથી કષાય રસ ઘટીને ભેદજ્ઞાન ઉત્પન્ન થવરૂપ યોગ્યતાનું નિર્માણ થઇ શકે છે. અહો! બાહ્ય ફેરફારો કર્યા વિના અંતરથી પલટાઈને સરળતાથી શાંતિ પ્રાપ્ત કરવાનો કેવો સુંદર મોક્ષમાર્ગ છે!
No English rendering yet.
Aphorism 138
પૂ. ભગવતીમાતા વચનામૃતમાં યથાર્થ ફરમાવે છે કે “અનેકાંતનું જ્ઞાન કર તો તારી સાધના યથાર્થ થશે’.
એક બાજુ પરમકૃપાળુદેવ નિજદોષોને નિષ્પક્ષપાતપણે જોવાનું અને પાત્રતામાં આવી સ્વચ્છંદ છોડવાનું જણાવે છે જ્યારે પૂ. ગુરૂદેવશ્રી પર્યાયની દૃષ્ટિ સમૂળી છોડી માત્ર ત્રિકાળી જ્ઞાનમાત્ર આત્મદ્રવ્યની દૃષ્ટિને જ એક માત્ર મુક્તિનો ઉપાય બતાવે છે.
એક બાજુ કૃપાળુદેવ પ્રત્યક્ષ સત્પુરૂષની ઓળખાણ વિના આત્માની ઓળખાણ ન થાય એમ જણાવે છે જયારે બીજી બાજુ ગુરૂદેવશ્રી એક એક દ્રવ્ય અને તેની પ્રત્યેક પર્યાયને અહેતુક સ્વતંત્ર ગણાવે છે, નિરપેક્ષતા - સ્વતંત્રતાનો ઢંઢેરો પીટે છે.
અનેકાન્તનું જ્ઞાન થતાં જ પરસ્પર વિરુધ્ધ જણાતાં વચનોમાં છુપાયેલો એક જ આશય - આત્મહિતનો આશય - જણાય છે. એકજ જ્ઞાનીનાં જુદી જુદી અપેક્ષાથી કહેવાતાં બે પરસ્પર વિરૂધ્ધ વચનોનું રહસ્ય પણ અનેકાન્તના જ્ઞાન વિના નહીં સમજી શકાય.
જયાં સમજણ અધૂરી છે ત્યાં પ્રયોગ - અવલોકન અને ભેદજ્ઞાનનો પુરૂષાર્થ - કેવી રીતે થઇ શકે?
અર્થાત્ યથાર્થ સમજણમાં જ સાધ્યની સિધ્ધિ ગર્ભિત છે.
No English rendering yet.
Aphorism 141
શાંતિની ઈચ્છા સાથે દુઃખી જીવ જયારે મંદિરમાં પ્રભુની પ્રતિમા પાસે શાંતિની યાચના કરે છે, પ્રભુને યાદ કરે છે, જુએ છે, પૂજા ભક્તિ કરે છે ત્યારે પ્રતિમા મૂકપણે એમ જણાવે છે કે તને શાંતિની જરૂરત હોય તો તેને માટે તારે પૂજા - ભક્તિ - ધન સમર્પણ, મંત્રજાપ આદિ કાંઈ કરવાની જરૂર નથી. અમને તારી પાસેથી કશું જોઈતું નથી. દુઃખી શું આપે? અને સુખી દુઃખી જીવ પાસે શું માંગે? છતાં તું શાંતિની ઝંખનામાં આવ્યો છે તો અમારી વીતરાગ દશાને નિહાળી તું પણ નિર્ધાર કર કે આજ થી મારે ક્યાંય રાગ અથવા દ્વેષ કરવા નથી. સંપૂર્ણ નિર્દોષ જ થાવું છે. અનુકૂળતામાં રાગ નહિ કરું કે પ્રતિકૂળતામાં દ્વેષ નહીં કરું. સર્વસ્થિતિમાં વીતરાગ ભાવે જ રહીશ. છતાં રાગ કરવો હશે તો મારા આત્મા પ્રત્યે જ કરીશ અને દ્વેષ કરવો હશે તો મારા દોષો (રાગ દ્વેષ મોહનાં ભાવો) પ્રત્યે જ કરીશ. પરંતુ મારા આત્માથી અન્ય શુધ્ધ નિર્મળપર્યાય હો કે ઊંચામાં ઊંચા શુભભાવ હોય, ઈજ્જત, આબરૂ, સગાસંબંધી હો કે આવ્યું પર્યંત સાથે રહેનાર દેહ હોય, હું ક્યાંય ઈષટપણું માનીશ નહિ. તેમજ ગમે તેવી પ્રતિકૂળતા કે દુશ્મન પ્રત્યે પણ દ્વેષ નહીં કરૂં.
હે જીવ! શાંતિની પ્રાપ્તિ માટે તું આ પ્રમાણે સંપૂર્ણ નિર્દોષતાનું લક્ષ/ધ્યેય બાંધ.
કારણ કે વર્તમાન અશાંતિ - આકૂળતા - દુઃખનું કારણ પૂર્વે દોષ કરીને બાંધેલા કર્મોના ઉદયમાં એકત્વભાવ છે - પદાર્થ કે અન્ય જીવ નહીં. માટે હવે તું નિર્ધોષતાનું ધ્યેય બાંધ અને પરિણામને પક્ષપાત વગર તપાસ કે તું ધ્યેય પ્રમાણે વર્તે છે કે નહિ? તારા ધ્યેયથી વિપરીત રાગ, દ્વેષ, હર્ષ, શોકનાં પરિણામ થતાં દેખાય તો તને તારા આત્મા ઉપર ધિક્કાર આવે છે? તો તું વીતરાગી શાંતિને પ્રાપ્ત કરવા યોગ્ય પાત્રતાવાળો છે. જો તને દોષનો નિષેધ ન આવે, દોષો સંતાડવાનું ગમે, દોષોનો બચાવ કરવો ગમે તો તું શાંતિને પ્રાપ્ત નહીં કરી શકે. અશાંતિ મટાવી શાંતિ પ્રાપ્ત કરવાની ક્ષમતા જીવમાં પોતામાં સ્વતંત્રપણે છે. જો દેવ-ગુરૂ-શાસ્ત્રનાં ચિંધ્યા માર્ગે ચાલે તો જરૂર શાંતિ પ્રાપ્ત થાય જ. દેવ - ગુરૂ માર્ગ બતાડે પણ શાંતિ કોઈ આપી ન શકે. પોતે જ સ્વયં માર્ગે ચાલીને શાંતિને અનુભવી શકે છે માટે બઘું પોતાના પુરૂષાર્થને આધીન છે. અન્ય જીવ ન શાંતિ આપી શકે ન અશાંતિ ઉત્પન્ન કરાવી શકે. પોતે જાગૃતિમાં આવી રાગદ્વેષથી રહિત થવાનો ભગીરથ પુરૂષાર્થ કરે તો પોતે જરૂર શાંતિને અનુભવી શકે.
No English rendering yet.
Aphorism 142
રાગદ્વેષાદિ કષાયભાવોથી ચરિત્રમોહ કર્મ બંધાય છે અને રાગાદિ ભાવોની રૂચિથી - અનુમોદનાથી દર્શનમોહનીયકર્મ બંધાય છે.
ચારિત્રમોહનીય કર્મ અનંત જન્મ મરણનું કારણ નથી પરંતુ અલ્પ દર્શન મોહનીય કર્મમાં પણ અનંત જન્મમરણનું બીજ ગર્ભિત છે. સમ્યગ્દર્શનને રોકે છે. રાગદ્વેષ નહિ પણ રાગદ્વેષની રૂચિ સમ્યગ્દર્શનને અટકાવે છે.
No English rendering yet.
Aphorism 148
જીવનો અનાદિનો ઉલટો પુરૂષાર્થ ચાલુ જ રહેલો છે તેથી તેને નિરંતર પરપ્રવેશભાવ સહિત વિભાવભાવોનું એકત્વ વર્તે છે અને ઠીક-અઠીક ભાવોનું વેદન થાય છે.
જ્ઞાન જ્ઞેયમાં રોકાય અને પોતાને ચુકે તો પરપ્રવેશભાવની ભૂલ તેમજ વિભાવભાવોની ઉત્પત્તિ અને ઠીક-અઠીક ભાવોનું વેદન નિયમથી થાય જ પરંતુ ભલે ઉપયોગ પરપદાર્થમાં હોય કે વિકલ્પો ઉપર કે રાગદ્વેષાદિ પરિણામો ઉપર હોય, પરંતુ જ્ઞાનની હૈયાતીને સતત વેદવામાં આવે તો ત્યાં રાગાદિભાવોનાં અવલોકન વખતે પણ ભાવમાં ઠીક-અઠીકપણું ઉપજતું નથી. માત્ર જ્ઞાતાભાવે જ્ઞાનની મુખ્યતામાં ભાવો ગૌણપણે જણાય છે તેથી ત્યાં જ્ઞાનની આરાધના જ વર્તે છે પરંતુ રાગને જોતાં રાગની આરાધના વર્તતી નથી.
વર્તમાન વર્તતી દશામાં દોષોનાં અવલોકન કરતી વેળા કોઈ ભાવો ઠીક લાગે અને કોઈ ભાવો ઠીક ન લાગે તો પર્યયબુધ્ધિ દૃઢ થઇ, રાગાદિ વીકારીભાવોનું એકત્વ થઇ, આકૂળતા વડે પરંતુ માત્ર જ્ઞેયરૂપે જ અવલોકન કરવામાં આવે તો ઇષ્ટ - અનિષ્ટ બુધ્ધિનો વિપર્યાસ મટી જ્ઞાતાભાવ વિકસિત થાય અને દર્શનમોહ મંદ થતો જાય, જ્ઞાનની આરાધના વધતી જાય. આત્મકલ્યાણની ભાવના વધતી જાય. પરરસ કાષાયરસ છુટતો જાય.
No English rendering yet.
Aphorism 151
દોષોનું અવલોકન કરવાથી પર્યાય બુદ્ધિ દૃઢ થઇ જશે એવો ભય રાખવા યોગ્ય નથી, કારણ કે મોક્ષાર્થી/આત્માર્થી જીવને પરિણામ જોવા છતાં પરિણામમાં એકત્વ થઇ પર્યાયબુધ્ધિ થાતી નથી. ધ્યેય પરિણામને જોવાનું નથી, દ્રવ્યમાં ઠારવાનું - દ્રવ્યને અનુભવવાનું છે. તેથી દ્રવ્યદૃષ્ટિ કેમ થાતી નથી તેનાં કારણો - ભૂલ જોવાનાં - તપાસવાનાં - અને ભૂલ સુધારવાનાં તેમજ દોષોથી મુક્ત થવાના પ્રયોજનથી તે પરિણામને - દોષોને - જોવે છે - તપાસે છે. ત્યાં પર્યાયબુધ્ધિ દૃઢ થવાનો સંભવ નથી. દ્રવ્યદૃષ્ટિનાં લક્ષ્ય (હેતુથી) પરિણામને જોઈ શકાય છે.
પરિણામને ન જ જોવાનો આગ્રહ રાખવામાં આવે તો તે દુરાગ્રહ છે - વીધિની ભૂલ છે તેથી ગ્રહિત મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે. પરિણામને જોશો નહિ, તો દોષોનું ભાન કેવીરીતે થાશે? દોષોનાં ભાન વિના - વેદનાનું કારણ - ભવભ્રમણનું કારણ જાણ્યા વિના તેના ઉપાય માટે સત્સંગ - શાસ્ત્રવાંચન - શ્રવણ - મનન - ચિંતનાદિની સાર્થકતા કયાં રહી?
દોષોનાં અવલોકન પાછળ નિર્દોષતા ઉત્પન્ન કરવાનું - દ્રવ્યદૃષ્ટિનું ધ્યેય છે તેથી યથાર્થતા છે. તેનો નિષેધ કરતાં પોતાને પગે કુહાડો મારવા સમાન છે.
દ્રવ્યદૃષ્ટિ જ કરવી છે તો તેનો હેતુ શો? અનાદિની ભૂલને ભાંગવાનો જ હોય ને? ભૂલને જાણ્યા વિના - દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થયા વિના દ્રવ્યદૃષ્ટિ કરવાનો ભાવ માત્ર રાગ - કોરો વિકલ્પ - કલ્પના જ છે. ઓધસંજ્ઞામાં આવું જ થાય. આવી કલ્પનાએ ચડેલા જીવને દ્રવ્યદૃષ્ટિ કરવી છે છતાં દ્રવ્યદૃષ્ટિ થવાની જ નથી.
જેને સંપૂર્ણ નિર્દોષતાનું - સંપૂર્ણ વીતરાગતાનું લક્ષ હોય એને જ સ્વાનુભવ - દ્રવ્યદૃષ્ટિ થાય.
જેને દોષોનું અવલોકન થાય તેને જ ભૂલ જણાય અને તે જ સંપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય બાંધી શકે.
No English rendering yet.
Aphorism 152
જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના છે તેને મિથ્યાદર્શન ટાળવાની ભાવના હોય જ કારણ કે અસ્તિ નાસ્તીપૂર્વક હોય છે એક સિક્કાની બે બાજુની જેમ. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ કરવી છે તેણે દ્રવ્યદૃષ્ટિ કેમ થાતી નથી તેનાં કારણો તપાસવાં પરિણામોનું અવલોકન કરવું જ પડશે.
જેને નિર્વિકલ્પ થાવું છે તેણે વિકલ્પની ઉત્તપત્તિ કેમ થઇ રહી છે તેનાં કારણો તપાસવા જ પડશે. ભૂલ શોધવી જ પડશે.
જેને વીતરાગ થાવું છે તેને કયાં રાગ વર્તે છે - ઠીકપણું થઇ રહ્યું છે અથવા કયાં દ્વેષ વર્તે છે અઠીકપણું ભાસે છે તે તપાસવું રહ્યું.
ભ્રાંતિ - ભૂલ - કલ્પના - દોષ - દુર્ગુણ જાણ્યા વિના નિભ્રાંતદશા પવિત્રતા - સત્ય - નિર્દોષતા ગુણોની પ્રાપ્તિનો પુરુષાર્થ કેમ ઉપડે-અંતર્મુખ કેવી રીતે થાય - સ્વાનુભવ કેમ પ્રગટે?
વીતરાગનો માર્ગ ઘણો ગંભીર છે. ઘણીજ સમતુલા રાખવાની છે. દ્રવ્યદૃષ્ટિ જ કરવી છે પર્યાય ને જોવી જ નથી એવો દુરાગ્રહ સેવનારને કદીય દ્રવ્યદૃષ્ટિ થવાની નથી. ભલે ભાવના ગમે તેટલી વિકલ્પમાં કર્યા કરે.
વીતરાગતા - સમ્યગદર્શનનું અંગ છે. ચારેય અનુયોગનું તાતપર્ય વીતરાગતા જ છે. દ્રવ્યદૃષ્ટિનો રાગ અને પર્યાયબુધ્ધિનો દ્વેષ છે ત્યાં સુધી વીતરાગતા નથી, ત્યાં સુધી સમ્યગ્દર્શન પણ નહિ થાય. તેથી જ સોગાણીજી ફરમાવે છે કે ‘મુઝે ધ્યાન ભી નહિ કરના હૈ’. ધ્યાનનો મોહ શા માટે?
દ્રવ્યદૃષ્ટિની ઈચ્છા દ્રવ્યદૃષ્ટિમાં બાધક છે. અંશમાત્ર ઈચ્છા - રાગ છે ત્યાં સુધી વીતરાગતાની પ્રાપ્તિ અસંભવ છે.
“તેથી ન કરવો રાગ (અને દ્વેષ પણ) કયાંય પણ મોક્ષેચ્છુએ”.
વીતરાગ થવા ઇચ્છનારે વીતરાગતાનો જ પુરુષાર્થ કરવો સમતુલા જાળવવી.
No English rendering yet.
Aphorism 153
દોષોનાં અવલોકનથી - પરિણામ પ્રત્યેની જાગૃતિથી-કાષાયરસ મંદ થાય, પરરૂચિ છૂટતી જાય, આત્મભાવનામાં વૃદ્ધિ થાય, મોહ મંદ પડે, કષાયોમાં મંદતા આવે, વૈરાગ્ય અને ઉપશમનાં પરિણામો ઉદભવે, વિભાવભાવોથી દુઃખ થાય - પશ્ચાતાપ સહજ થાય, રાગનો નિષેધ થાય, સંસારનાં પ્રસંગોમાં ક્યાંય રુચે નહિ છતાં તેથી રાગદ્વેષથી સંપૂર્ણ મુક્તિ ન જ મળે.
દોષોનાં અવલોકનથી ઉત્કૃષ્ટ યોગ્યતા ઉત્પન્ન થઇ, તમામ વિભાવભાવોથી અરૂચિ જન્મે છતાં વિભાભાવોનો રાગ-દ્વેષનો અભાવ ન જ થાય કારણ કે પરિણામમાં રાગ થાય છે તેને જીવ માત્ર જાણી શકે, પરંતુ હટાવી ન શકે. એક પણ પર્યાયને આઘીપાછી કરી શકાતી નથી પછી ભલે તે પર્યાય પોતાની જ કેમ ન હોય. રાગ દ્વેષને હટાવવા એ પણ એક પ્રકારનો રાગ છે. જો કે દોષોનાં અવલોકનમાં જોવાની જ વાત છે, હટાવવાની નહીં. છતાં, પરિપૂર્ણ શાંતિ/નિર્દોષતાની ભાવનાવાળા મુમુક્ષુને જયાં સુધી રાગદ્વેષનો અભાવ ન થાય ત્યાં સુધી જંપ વળતો નથી.
વિભાવોને માત્ર જોતાં રહીએ છતાં તેથી અભાવ તો થતો નથી અને કર્મબંધ તો થયા જ કરે છે. તે જોઈને મુમુક્ષુ ચુપ કેમ બેસી શકે? અનંત ભવભ્રમણનાં કારણરૂપ વિભાવભાવોની હારમાળા પોતાનાં ચાલતાં પરિણામમાં નીરખી સાચા મુમુક્ષુનો આત્મા અંતરથી કકળી ઉઠે છે અને વિભાવોથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા - દૃઢ મોક્ષેચ્છાનાં પરિણામો સહજ ઉત્પન્ન થાય છે. હવે એને વિભાવોના નાશ માટેનો રામબાણ ઈલાજ જોઈએ છે. પોતે જાણતો નથી તેથી સત્સંગના માધ્યમથી જ્ઞાનીને ખોજે છે. પરિચયથી એ જ્ઞાનીને ઓળખે છે ત્યારે જ્ઞાની પણ એની પાત્રતાને ઓળખે છે અને રાગાદિ વિભાવોનાં નાશનો અમોધ રામબાણ ઈલાજ-ભેદજ્ઞાનનો મંત્ર આવે છે. ભેદજ્ઞાન મંત્રને સાધી મુમુક્ષુએ નિજ પરમાત્માનાં દર્શન માટે દ્રવ્યદૃષ્ટિ કરવાની છે જેથી ભવભ્રમણરૂપી બીજનાં નાશરૂપ સ્વાનુભૂતિ (સમ્યગ્દર્શન)ની પ્રાપ્તિ થાય. અવલોકનથી દર્શનમોહ મંદ થાય છે જયારે ભેદજ્ઞાનથી દર્શન મોહનો અભાવ થાય છે. પરંતુ યથાર્થ અવલોકન થાય તેને જ ભેદજ્ઞાન થાય.
No English rendering yet.
Aphorism 154
વર્તમાન ચાલતાં પરિણામોનાં (દોષોનાં) નિષ્પક્ષપાતપણે અવલોકન થયા વિના દર્શનમોહ યથાર્થપ્રકારે મંદ થાય નહિ અને નિજપરમાત્મદ્રવ્યની દૃષ્ટિ વિના દર્શનમોહનો અભાવ થાય નહીં. ટૂંકમાં બોધબીજ યોગ્ય ભૂમિકાની પ્રાપ્તિ અર્થે દોષો (પરિણામ)નું અવલોકન - સતત અવલોકન ખચિત જરૂરી છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે તમામ પરોણમોને ગૌણ કરી ભેદજ્ઞાન વડે માત્ર દ્રવ્ય નિજપરમાત્મામાં ઉપયોગની સ્થિરતા જરૂરી છે, ત્યારે પરિણામને જોવા જ નથી.
એકાંતે પરિણામનાં અવલોકનનો નિષેધ કરવા યોગ્ય નથી તેમ જ યોગ્યતા ઉત્પન્ન થયા વિના એકાંતે દ્રવ્યદૃષ્ટિનો આગ્રહ પણ સેવવા યોગ્ય નથી.
No English rendering yet.
Aphorism 159
૧૪-૮-૯૭ થી ૧૮-૮-૯૭ સુધીની માંગીતુંગીની જાત્રા દરમ્યાન દેવલાલીમાં અવલોકન બાબત ઊંડાણથી વિચારતા આવેલો સહજ વિચાર:
અનંત જ્ઞાનીઓએ એકમતથી એક જ વાત ઉચ્ચારી છે કે નિજપરમાત્મા (આત્મા)માં અનંત સુખ ભર્યું છે (અસ્તિથી) ઉપરાંત નાસ્તિથી એમ પણ એકી અવાજે ફરમાવ્યું છે કે બહારમાં એક પણ રાજકારણની હેરાફેરી કરવાની તાકાત આત્મામાં નથી.
અસ્તિ અને નાસ્તિનાં જિનવચન જો યથાર્થપણે સમજાય તો મુમુક્ષુને કાંઈપણ કરવા-ફરવાનું રહેતું નથી સિવાય કે માત્ર જાણવું-દેખવું અર્થાત અવલોકન કારણ કે પોતાનું સુખ તો પોતામાં છે તો બહાર શું ફાંફા મારવા? ઉપરાંત ગમે તેટલા ફાંફા મારવામાં આવે તોય પરપદાર્થમાં આ જીવનો કાંઈ પણ અધિકાર ચાલતો જ નથી. એક રાજકારણની હેરાફેરી જીવ કરી શકતો નથી. પછી ભલે ને અજ્ઞાનવશ ભાવો કરે અને કર્મબંધન કરે.
માટે મુંકશુંએ સર્વાર્પણ ભાવથી પોતાનાં વર્તમાન પરિણામોનું સતત અવલોકન કર્તવ્ય છે. એમાં જ સત્સંગની સફળતા રહેલી છે. એમાં જ શાસ્ત્રાભ્યાસ કે દેવગુરૂની ભક્તિ/મહિમાની સાર્થકતા છે.
No English rendering yet.
Aphorism 160
જીવ ગમે તેટલો સત્સંગ ઉપાસે અને ગમે તેટલી દેવગુરૂ શાસ્ત્રની માહિમમાં વર્તે છતાંય જો જીવ પોતાનાં પરિણામોનું ઉદયકાળે માત્ર અવલોકન ન કરી શકે અથવા અવલોકન ન થવાથી ખેદ ન ઉપજે તો એની તમામ ધાર્મિકક્રિયા ઢોંગ જ છે. એનું અંતઃકરણ શુધ્ધ નથી. તે જીવ સદ્દગુરૂ સમક્ષ પોતાનાં ભાવો ખોલી શકતો નથી. માર્ગદર્શન લેવા જેટલી જિજ્ઞાસામાં પણ વર્તાતો નથી અને સ્વચ્છદંતાથી મતિકલ્પનાથી વર્તી વંચનાબુધ્ધિ જેવો મહાદોષ કરે છે. વંચનાબુધ્ધિ રાખે અને આત્મલાભને પણ ઈચ્છે તો એમ કોઈ કાળે પણ સંભવિત નથી.
No English rendering yet.
Aphorism 162
જેવી રીતે મુમુક્ષુને ચાલતાં પરિણામોનું અવલોકન કરતાં નિર્દોષતાનું ઘ્યેય હોવાથી આત્માનાં ઊંડાણથી સહજ દુઃખ અનુભવાય અને મૂંઝારો થાય છે.
તેવી રીતે અવિરત સમ્યગદૃષ્ટિ ચારિત્રમોહને નાથવા પરિણામોનું અવલોકન કરવાનો પુરૂષાર્થ સહજ કરે તો પરિણામથી એકત્વ છૂટી ગયું હોવાથી જરાપણ દુઃખ અનુભવાતું નથી છતાં ત્યાં એક ચમત્કાર જરૂર થાય છે કે અવલોકન સહજમાં ચૂંટીને ત્વરાથી દ્રવ્યનાં મહિમાપૂર્વક સ્વસંવેદન અનુભૂતિ થાય છે. જે વેદનના અભ્યાસથી ચારિત્ર મોહ આપમેળે મંદ - મંદતર દશાને પામે છે.
No English rendering yet.
Aphorism 163
૯-૮-૯૭ના શ્રી મહેશભાઈ (માટુંગા) સાથેની સવારનાં ૯ વાગ્યાની ચર્ચામાં આવેલો ન્યાય.
જેમ જેમ નિષ્પક્ષપાતે વર્તમાન ચાલતાં ઉદયનાં પરિણામોનાં અવલોકનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ વિકલ્પો ઓછાં થાય, મંદ થાય અને એક સમય એવો આવે કે જોવાનું ચાલુ રહે છતાં સામે કાંઈ જ ન દેખાય. કાંઈ જ ન જણાય એવી સ્થિતિ આવે, જ્ઞાનદર્પણ પ્રતિબિંબ (જ્ઞેય) વિનાનું ભાસે.
આત્મા જણાતો નથી કારણ કે (૧) જીવ સ્વતરફ જોતો નથી (૨) જ્ઞાનદર્પણ વિકલ્પોથી આચ્છાદિત છે પરંતુ અવલોકનનાં સતત અભ્યાસથી જયારે શૂન્ય સ્થિતિ આવે ત્યારે ગુલાંટ ખાઈને જ્ઞાનદર્પણ ને જોતાં જ્ઞાન સ્વયઁ પોતે પોતાને સરળતાથી જોઈ શકે છે અથવા બે વિકલ્પો વચ્ચે એકાદ સમયનો આંતરો પડી જાય અને જ્ઞાનદર્પણને જોવાનો તીવ્ર દૃષ્ટિકોણ હોયતો તુરંત સ્વભાવઅંશ દ્દેખાય અને આંશિક સ્વસંવેદસનપૂર્વક ભાવભાસન થાય. ભાવભાસન થાય એ અપૂર્વ ઘટના છે. હવે નિર્વિકલ્પ સ્વાનુભવ અસંખ્ય પ્રદેશે સ્વસંવેદનપૂર્વક અલ્પકાળમાં થશે જ. હવે સંપૂર્ણ સલામતી છે કારણ કે સ્વરૂપ અસ્તિત્વ ભાસ્યું છે.
No English rendering yet.
Aphorism 164
વર્તમાન પરિણામોનાં દોષોનાં અવલોકનથી સહજ ખેદ થાય છતાં ખેદમાં અવલોકન છૂટવું ન જોઈએ, નહિતર પર્યાયબુધ્ધિપૂર્વક પામરતાનો અહસાસ (Depression) આવે અને ઉત્સાહ ન જળવાતા વીર્ય રોકાઈ જાય. જેમ વધુ પડતાં આત્મવિશ્વાસથી કાર્ય સફળ ન થાય તેમ વધુ પડતી પામરતાની લાગણીથી પણ સફળતા ન મળે.
No English rendering yet.
Aphorism 165
વર્તમાન પરિણામોનાં અવલોકનનો મહાપુરૂષાર્થ અભ્યાસતાં અભ્યાસતાં જ્યારે (૧) વિકલ્પમાત્રનું સહજ તીવ્ર દુઃખ અનુભવાય (૨) આ દુઃખ નહિ ટળે તો જીવન જીવવું નકામું લાગે - આપઘાતનાં ભાવો પણ આવી જાય (૩) ઉદયગત કાર્યો અત્યંત બોજારૂપ લાગે (૪) ઉદયમાં જોડાઈ જવાથી અને જાગૃતિ છૂટી જવાથી ગભરાટ થઇ આવે (૫) દુઃખથી બચાવનાર સદગુરૂની સહજ અંતરશોધ વર્તે અથવા (૬) સદગુરૂની ઓળખાણ થઇ અપૂર્વ ભક્તિ ઉછળી આવે અને સર્વસમર્પણભાવમાં વર્તવાનાં ભાવ થાય (૭) સત્પુરૂષ અને સત્સગં સિવાય કોઈ શરણ નથી તેવું ભાસે ત્યારે જીવે ગુલાંટ ખાવાની છે અને પરિણામોનું અવલોકન છોડી જ્ઞાનસ્વભાવનું સતત અવલોકન કરવાનું છે કે જેથી ભાવભાસન ઉદભવે. જ્ઞાનસ્વભાવી આત્માનાં ભાવભાસન વિના વિકલ્પોનું દુઃખ ટળી શકે એમ નથી. જેને ભાવભાસન થાય તેને આવી યોગ્યતા પ્રગટ્યા વિના અને પ્રત્યક્ષ સદગુરૂ પ્રત્યે પરમવિનય/પરમેશ્વરબુદ્ધિપૂર્વક સર્વસમર્પણ ભાવ આવ્યા વિના રહે જ નહિ.
‘બુજી ચહત જો પ્યાસકો હૈ બુઝનકી રીત
પાવે નહિ ગુરૂગમ બિના યહી અનાદિ સ્થિત’
No English rendering yet.
Aphorism 166
‘દર્શનમોહને મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ સમજાય નહિ અને દર્શનમોહનાં અભાવ વિના વસ્તુસ્વરૂપનો અનુભવ થાય નહિ’. (- પૂજ્ય ગુરૂદેવશ્રી)
દર્શનમોહને મંદ કરવા વર્તમાન પરિણામોને નિષ્પક્ષપાતપણે સતત અવલોકવાનો પુરૂષાર્થ કરવો.
દર્શનમોહનો નાશ કરવા દ્રવ્યસ્વભાવનો આશ્રય લઇ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનસામાન્ય ઉપર રાખી ભેદજ્ઞાનનો અપૂર્વ પુરૂષાર્થ કરવો.
પર્યાયદૃષ્ટિ (પર્યાયનાં જ્ઞાન) વિના મોહનાં પરિણામો (ભૂલ) સમજાય નહિ અને દ્રવ્યદૃષ્ટિ વિના એ ભૂલ ટળે નહિ.
No English rendering yet.
Aphorism 167
‘જ્ઞાનનાં અભ્યાસથી ભેદજ્ઞાન થાય અને ભેદજ્ઞાનનાં અભ્યાસથી કેવળજ્ઞાન થાય’. - પૂ. ગુરૂદેવશ્રી
જ્ઞાનનો અભ્યાસ વર્તમાન ચાલતાં પરિણામોનાં સતત અવલોકનનાં પુરૂષાર્થથી થાય જે ભેદજ્ઞાનની યોગ્યતા ઉત્પન્ન કરાવી દ્રવ્યદૃષ્ટિ સુધી લઇ જાય.
ભેદજ્ઞાનનો અભ્યાસ વર્તમાન જાણનપર્યાય અંશદ્વારા જ્ઞાનસામાન્યનાં અવલંબન પૂર્વક જ્ઞાનસ્વભાવનાં ભાવભાસનનાં પુરૂષાર્થથી આંશિક પ્રત્યક્ષ વેદનથી શરૂ થાય જેના ફળમાં સહેજે નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થી શરૂઆત થઇ ક્રમે કેવળજ્ઞાની ઉપલબ્ધી થાય.
No English rendering yet.
Aphorism 170
પોતાનાં વર્તમાન પરિણામનાં દોષોનાં અવલોકનથી દર્શનમોહ મંદ થાય છે જયારે દર્શામોહનો નાશ તો રાગના નિષેધપૂર્વક સામાન્ય જ્ઞાનસ્વભાવમાં ‘હું પણું’ સ્થાપવારૂપ ભેદજ્ઞાનથી જ થાય.
‘અવલોકન’ ભેદજ્ઞાનની પૂર્વ ભૂમિકા છે છતાં ભેદજ્ઞાનની માફક અવલોકનથી દર્શનમોહનો નાશ થાતો નથી.
દર્શનમોહ મંદ થાય અને દર્શનમોહ નાશ પામે એ બે સ્થિતિમાં આકાશ - પાતાળનો ફેર છે.
No English rendering yet.
Aphorism 171
અવલોકનથી - ચાલતાં પરિણામોનાં દોષના નિરીક્ષણથી-પોતાની ભૂલ સમજાય અને સહજપણે નુકસાન ભસીને દુઃખ/વેદના ઉપજે તો સમજવું કે અંતઃકરણ શુધ્ધ છે. દુઃખ ન ઉપજે તો જ્ઞાનમાં ભૂલ જણાઈને સમજની ભૂલ ટળે પરંતુ દર્શનમોહ ઘટે નહિ અને જીવની અનુભવની ભૂલ ટળી શકે નહીં.
મનનાં અવલંબને વિચારથી પશ્ચાતાપ થાય તેનાથી શુભભાવ થાય પરંતુ અંતઃકરણથી શુધ્ધિ ન થાય. અંતઃકરણની શુધ્ધિ તો સહજ દુઃખ/વેદના ઉપજે તો જ થાય.
માનનાં આધાર વિના જ જન્મમરણનું - અશાંતિનું - વિભાવભાવોનું દુઃખ લાગવું જોઈએ.
No English rendering yet.
Aphorism 174
જૈન ધર્મ અનેકાંતસ્વરૂપ છે. તેમજ જિનવચન પણ સ્યાદવાદમયી છે. સત્સંગ અમૃત છે એવું બધા જ્ઞાનીઓ પોકારી ગયાં છે પરંતુ એ વચન પણ એકાંત નથી. સત્સંગ અમૃત છે પરંતુ અસંગના લક્ષે થયેલો સત્સંગ જ અમૃત છે અથવા જીવ શુધ્ધ અંતઃકરણથી આત્મશાંતિ - આત્મદર્શન ચાહે તો જ સત્સંગથી લાભ થાય.
સત્સંગમાં લાભબુધ્ધિ હશે તો અંતર્મુખ થવાનો પ્રયત્ન નહી થાય. જે સત્સંગમાં સત્સંગથી પણ વિશેષ આત્મસ્વભાવનો મહિમા થાય અને એક માત્ર અંતર્મુખતાનો ઉપાય દર્શાવાય, બાહ્ય આલંબનો ત્યાગી એકમાત્ર જ્ઞાન - ઉપયોગને જ સાધન બનાવવાની કળા દર્શાવવામાં આવે તે જ સત્સંગ જીવને ઉપકારી છે.
આત્મ સાક્ષાત્કારનાં હેતુ વિનાનો સત્સંગ આત્મશાંતિને બાધક છે. છેતરપિંડી છે. સંસારના દુઃખી જીવોનું શોષણ કરવાનું માધ્યમ છે. શિષ્યોને ગુરૂની ગુલામીમાં જકડાવનાર છે. ગુરૂને માટે ધર્મના અંચળા નીચે પોતાની વિષયવાસનાઓને પોષવાનું માધ્યમ છે. આવા સત્સંગની ઉપાસના જિનમાર્ગથી વિરુધ્ધ છે. અનંતજ્ઞાનીઓની વિરાધના કરનારા તીવ્ર દર્શનમોહ ઉત્પાદક છે.
જે સત્સંગમાં આત્મસ્વભાવથી વિશેષ સદગુરૂની મહિમા કરવામાં આવે તે સત્સંગ અમૃત નથી પરંતુ અમૃતનાં લેબાશ (વેશ)માં સાક્ષાત ઝેર છે. આવો સત્સંગ જીવને ગુરૂનાં ગુલામ બનાવશે, મુક્તિ નહિ અપાવે.
જ્ઞાનદશાને પ્રાપ્ત જીવ એની પુર્વભુમિકામાં સંસારથી ખરેખરો થાકેલો જ હોય છે. તેને પૂર્ણતાનું જ ધ્યેય હોય છે. તે અર્થે નિરંતર જાગૃતિ અને ભેદજ્ઞાનનો એનો પ્રયત્ન હોય છે આમ છતાં સમ્યકત્વ પૂર્વેની કોઈ પણ ભૂમિકાને સાધવાની કોશિશ કરવામાં આવે તો પર્યાયદૃષ્ટિ થયા વિના રહેશે નહિ. જે સત્સંગમાં દ્રવ્યદૃષ્ટિની મહિમા ન થાય અને સમ્યકત્વપૂર્વેની પાત્રતા કેળવવા ઉપર અત્યંત વજન દેવામાં આવે તેવો સત્સંગ આત્મહિતકારી નહિ બલ્કે આત્મઘાતી છે કારણ કે જિનમાર્ગમાં તો પર્યાય અંગ માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, સાધ્ય નથી. કેવળજ્ઞાનની પર્યાય પણ સાધ્ય નથી. અવલંબન તો માત્ર ત્રિકાળી ધ્રુવ નિજપરમાત્માંનું જ લેવાનું છે. સ્વભાવને સાધતાં અથવા સ્વભાવને અંતઃકરણથી ભાવતાં - ચાહતાં સહેજે પર્યાયનો ક્રમ ગોઠવાઈ જશે.
પાત્રાંક ૬૦૯ માં કૃપાળુદેવ અસંગના લક્ષે સત્સંગની ઉપાસના કરવાનું ફરમાવે છે તેમ ચેતવણી પણ આપે છે કે પૂર્વે અનંતવાર સત્સંગ મળવા છતાં તે સત્સંગ ફળવાન થયો નથી. તેના કારણો પણ દર્શાવ્યાં છે કે જે દોષો આત્મકલ્યાણની ભાવનાવાળાને હોય જ નહિ.
યથાર્થ સત્સંગમાં તો સાધર્મિઓ આપસમાં લડતાં - ઝગડતાં નથી. ઓછી યોગ્યતાવાળા જીવોની હાંસી ઉડાવતાં નથી. મન, વચન, કાયાથી પણ સધર્મીને દુઃખ પહોંચે એવું એકેય કૃત્ય કરતાં નથી. જુથવાદ - ગૃપીઝમ બનાવતાં નથી. સ્વયંના દોષોને છુપાવતાં નથી. પરસ્પર માન ઘવાય એવું વચન - ઠઠ્ઠા મશ્કરી વગેરે કરતાં નથી. પરંતુ પરસ્પર આત્મીયતા - ધાર્મિકભાવના - ભક્તિભાવ વધે - વીતરાગમાર્ગની દુર્લભતા જોઈ એની પ્રભાવના વધે એવો પ્રયત્ન કરે છે.
કૃપાળુદેવ પત્રાંક ૧૦૮માં જણાવે છે કે તારા નિમિતે પણ અન્યને દોષ કરતો ભૂલાવ.
જે સત્સંગમાં પરસ્પર વાતચીત કરવાની પણ સાધર્મીઓમાં આત્મીયતા ન હોય તે સત્સંગ વીતરાગતાથી ઉપાસનાને બદલે રાગદ્વેષનો જ ઉત્પાદક થયો.
જે સત્સંગમાં ભક્તિ પણ વ્યક્તિગતરીતે એકાંતમાં થાય તે સત્સંગમાં સરળતા ક્યાં? મયાચારી કેમ?..... (અપૂર્ણ)
No English rendering yet.
Aphorism 175
સત્સંગ, ભક્તિ, પૂજા, શાસ્ત્ર શ્રાવણ, વાંચન, ચિંતન, મનન ઘોલન આદિ લાભકારી છે એવું મુમુક્ષુ કહી શકે કારણ કે હાજી એને આત્માનુભવ થયો નથી તેથી આત્મલક્ષે થનારી ઉપરોક્ત ક્રિયાવો થકી પોતાની આત્મભાવના વધે છે અને સંસારનો રસ ઘટે છે તેવો અનુભવ એને થાય છે.
પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મદ્રવ્યની જ માહિમમાં એવા ડૂબી ગયા છે કે અનંત સિધ્ધોથી પણ પોતાને અધિક ગણે છે. જેવું અંતર અનુભવાય છે તેવું જ બહાર વાણીમાં છલકાઈ જાય છે આત્મમહીમાથી છલકાયેલી વાણીમાં ‘સહજાત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરૂ’, ‘શિવરમણી રમનાર તું તું હી દેવનો દેવ’, ‘નિશ્ચયથી પોતાનું આત્મદ્રવ્ય જ પંચપરમેષ્ટિ સ્વરૂપ છે’, ‘સર્વ જીવ છે સિધ્ધસમ’, ‘શુધ્ધ, બુધ્ધ ચૈતન્યઘન સ્વયઁ જ્યોતિ સુખધામ’, અમે તો બધ્ધાને સિધ્ધપણે જ દેખીએ છીએ’ આવા વીતરાગ વચનો સહેજે નીકળ્યા છે. જ્ઞાનીને મુમુક્ષુને દૃષ્ટિમાં રાખીને પર્યાયનાં ક્રમિક વિકાસ ઉપર (૧) ભવભ્રમણની ચિંતના - વેદના - ઝુરણાં (૨) પૂર્ણતાનું લક્ષ (૩) અવલોકન (૪) ભેદજ્ઞાન (૫) ભાવભાસન (૬) સમ્યગ્દર્શન (૭) શ્રાવકદશા (૮) નગ્ન દિગંબર ભાવ મુનિદશા કે પૂર્ણવીતરાગ કેવળજ્ઞાન યુક્ત પરમાત્મદશાની મહિમા વધારે અને જેનાં લક્ષે આ બધો વિકાસ સહેજે થાય તેવા ત્રિકાળીધ્રુવ પરમાત્માની મહિમા ઓછી કરવામાં શું પ્રયોજન છે?
જ્ઞાનીને તો પોતાથી વિશેષ ગુણવાનનો સંગ કરવાનું રૂચે. વીતરાગતા વધે, રાગ (ચારિત્રનો) ઘટે એવો સત્સંગ રૂચે તેને બદલે મુમુક્ષુનો સંગ કેમ રૂચે? જ્ઞાની મુમુક્ષુને ઈચ્છે કે મુમુક્ષુ જ્ઞાનીને ઈચ્છે?
જ્ઞાની મુમુક્ષુને ઈચ્છે તો ખચીત નીસ્પૃહતા નથી જ.
પૂ. બહેનશ્રી વચનામૃત ૨૨૯માં ફરમાવે છે કે લૌકિક જનોનો અધિક સંગ તારી પરિણતિ મંદ પાડવાનું કારણ બનશે. અચાનક ઉદય માં આવી પડેલાં અસત્સંગને તો ઉદાસીનભાવે કદાચિત નભાવી લે પરંતુ પોતે સામે ચાલીને પોતાથી ઓછી યોગ્યતાવાળાનો સંગ ન કરે.
No English rendering yet.
Aphorism 176
જ્ઞાની પુરુષનો મહિમા અલૌકિક છે. ચોથા ગુણસ્થાને પણ સમકિતી જિનેશ્વરદેવનો લઘુનંદન છે ભાવિ પરમાત્મા છે. મુમુક્ષુઓની દૃષ્ટિમાં સાક્ષાત્ દેહધારી પરમાત્મા છે. તમનું નવધા ભક્તિથી સ્વાગત થવું જોઈએ નીરંતર હૃદયમાં બિરાજમાન કરવા જોઈએ, જિનશાસન જ્ઞાનીઓથી શોભે છે, જયવંત વર્તે છે.
આવા જ્ઞાનીઓ
(૧) પોતાના આત્માને દેહથી/રાગથી પ્રત્યક્ષ સ્વસંવેદન પૂર્વક અનુભવે છે.
(૨) ઉપયોગ અંદરમાં હોય કે બહારમાં એમને રાગથી ભિન્ન પોતાના નિજસ્વભાવની હિમારૂપ
સ્વરૂપાચરણ પરિણતિ નિરંતર વર્તે છે.
(૩) જ્ઞાનીઓને વગર પ્રયત્ને ભેદજ્ઞાનની પરિણતિ વર્તે છે.
(૪) જ્ઞાનીઓ પરમાત્મદશા, પૂર્ણવીતરાગદશાની ભાવના છતાં પોતાના સ્વભાવની માહિમમાં જ
ડૂબેલા રહે છે.
(૫) જ્ઞાનીઓને અંતર સ્થિરતા વધારવાનો સહજ પ્રયત્ન હોય છે તેથી કૃત્રિમ પ્રયાસ કરતાં નથી.
(૬) જ્ઞાનીઓને પોતાનાથી વિશેષ ગુણવાન જ્ઞાનીઓનો મહિમા, બહુમાન, ભક્તિભાવ હોવા
છતાં અંતરમાં આવા શુભભાવો દુઃખરૂપ ભાસે છે સ્વભાવનો/પોતાનો મહિમા વધારે આવે છે.
(૭) જ્ઞાનીઓને અશુભભાવની જેમ શુભભાવમાં પણ ભિન્ન પણે વર્તતા છતાં દુઃખનો અનુભવ
થાય છે.
(૮) જ્ઞાનીઓને મુમુક્ષુનો સંગ નિ: સ્પૃહ ભાવે હોય છે.
(૯) અધિક પાત્રતાવાળા મુમુક્ષુથી ચિત્ત પ્રસન્ન છતાં એનાથી વધારે રાગ અને અન્ય મુંક્ષુઓથી
દ્વેષનાં પરિણામો જ્ઞાનીઓને સહેજે હોતાં નથી.
(૧૦) એક મુમુક્ષુને ચડાવવો અને એકને ઉતારવાની પ્રવૃત્તિ જ્ઞાનીઓને હોતી નથી.
(૧૧) જ્ઞાનીઓ મુમુક્ષુની દોષદૃષ્ટિને ઉત્તેજન આપતાં નથી.
(૧૨) જ્ઞાનીઓ મુમુક્ષુની પીઠપાછળ દોષચર્ચા કરતાં નથી.
(૧૩) જ્ઞાનીઓ મુમુક્ષુની ગુણપ્રમોદની ભાવનાને પોષણ આપે છે.
(૧૪) શિષ્ય પોતાથી આગળ વધે તો જ્ઞાનીઓ ઇર્ષ્યાભાવને બદલે પ્રશંસા કરે છે.
(૧૫) જ્ઞાનીઓ પોતાની આજ્ઞામાં રહેલાં મુમુક્ષુની સંભાળ લે છે. તેને ઝડપથી આગળ વધવા
માર્ગદર્શન આપે છે.
(૧૬) જ્ઞાનીઓ મુમુક્ષુને સંભવિત દોષોથી બચવા માર્ગદર્શન આપે છે.
(૧૭) જ્ઞાનીઓ પોતાની પ્રથિષ્ઠાને બચાવવા - જાળવવાનો પ્રયત્ન હોતો નથી.
(૧૮) જ્ઞાનીઓ પોતાનાં નિમિતે બે મુમુક્ષુઓ વચ્ચે વાદવિવાદ/વિખવાદ કરાવતાં નથી.
(૧૯) જ્ઞાનીઓ કોઈ ગુણહીન મુમુક્ષુનું પણ જાહેર કે અંગતમાં અપમાન કરતાં નથી.
(૨૦) જ્ઞાનીઓ પોતાના ચરિત્રનાં દોષોને છુપાવવા અસત્ય વચન બોલતાં નથી.
(૨૧) સહેજે થતાં ચારિત્રદોષો થતાં પકડાઈ જવાય તો જ્ઞાનીઓ અન્ય ઉપર દોષનો ટોપલો
નાંખતા નથી
(૨૨) દોષ દેખાડનાર વ્યક્તિ ઉપર જ્ઞાનીઓ દ્વેષ કે ક્રોધ કરતાં નથી.
(૨૩) જ્ઞાનીઓ પોતે નિંદા કરતાં નથી.
(૨૪) જ્ઞાનીઓ પોતે કોઈ જીવ પપ્રત્યે સારો કે નરસો અભિપ્રાય રાખતાં નથી, ગાંઠ વળતાં નથી.
(૨૫) જ્ઞાનીઓ વીતરાગ દેવ - ગુરૂ - શાસ્ત્રનાં બહુમાન - ભક્તિ - પૂજાદિ ભાવોમાં વર્તે છે.
(૨૬) પોતાના સંગમાં આવનારાં જીવોને ‘મારી આજ્ઞામાં રહેશો તો કલ્યાણ થશે’ એવું જ્ઞાનીઓ
કહેતાં નથી. જેને લાભ થયો હશે તે સહેજે આજ્ઞામાં રહે તે બીજી વાત છે.
(૨૭) પોતાનો શિષ્ય અન્ય કુસંગ કે કુગુરૂને સેવે તો જ્ઞાનીઓ પોતે વ્યક્તિગત ના પડતાં નથી
પરંતુ કુસંગથી આત્માને કેવીરીતે હીટ થાય છે તે સમજાવે છે.
(૨૮) જ્ઞાનીઓ પોતાના વિરોધી પ્રત્યે દ્વેષ કરતાં નથી, બલ્કે કરૂણા વર્તે છે.
(૨૯) જ્ઞાનીઓને રાજ વિરૂધ્ધ કે લોકનિંદા થાય એવું કૃત્ય કરવાની ભાવના હોતી નથી.
(૩૦) પૂર્વકર્મનાં ઉદયવશ લોકનિંદ્ય કાર્ય થઇ જાય તો જ્ઞાનીઓને અસ્થિરતો અત્યંત ખેદ પણ
થઇ આવેછે તેમજ દોષોને છુપાવવાની કોશિશ પણ કરતાં નથી. (અપૂર્ણ)
No English rendering yet.
Aphorism 177
હે જીવ! સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વાત્માનુભૂતિ વિના જન્મમરણનાં અનંત દુઃખોથી બચવાનો અન્ય કોઈ ઉપાય જ નથી તેથી હવે તું એટલું જ વિચાર કે આત્માનો અનુભવ કરવો છે કે નહિ? કરવો છે તો કયારે કરવો છે? સ્વાનુભવની કળાની જાણકારી છે કે નથી? નથી તો કોઈ સદગુરૂને ગોતી જાણકારી મેળવવી છે કે નહિ? જાણકારી મળ્યા છતાં કાર્ય (પુરૂષાર્થ) ન થતું હોય તો પૂર્ણતાનું લક્ષ બંધાવું છે કે નહિ? પૂર્ણતાનું લક્ષ બાંધવાં સમાજ, કુટુંબ, દેહ અને સંકલ્પવીકલ્પોનાં પ્રતિબંધો દૂર કરવાં છે કે નહિ? પ્રતિબંધો દૂર ન થતાં હોય તો આત્મલક્ષપૂર્વક નિરંતર સત્સંગની ઉપાસના કરાવી છે કે નહિ? માત્ર ભાવના કર્યા કરાવી છે કે પ્રયોગાભ્યાસથી રસ્તે ચડવું છે?
શુધ્ધ અંતઃકરણ વિના જિનેશ્વરદેવે બોધેલાં વીતરાગી સન્માર્ગનાં રસ્તે ચડી શકાતું નથી તેથી હે જીવ! તું સુવિચારણામાં આવીને નિર્ણય કર, ‘કર વિચાર તો પામ’.
‘જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજજ્ઞાન’.
‘પ્રથમ નિર્ણયનો વજ્રસ્તંભ તો નાખ.... એ વિના એકેય પગલું આગળ વધી શકાય એમ નથી’. (પરમાગમસાર ૨૧૮)
No English rendering yet.
Aphorism 181
‘તું ભવભ્રમણની વેદનામાં આવ’ તોજ તું ભાવમુક્ત થઇ શકીશ-એવું વચન વ્યવહારનાં જોરવાળું હોઈ જિનઆજ્ઞાથી વિપરીત છે. મોક્ષમાર્ગમાં પ્રવેશાર્થે મનનું આલંબન સાધક નથી પરંતુ બાધક છે. મનનાં આલંબન વિના પોતાના જ્ઞાનસામર્થ્યને સાધન બનાવી અવલોકન - ભેદજ્ઞાનનાં પુરૂષાર્થથી કોઈ પણ જીવ યોગ્યતા ક્રમમાં આવી સ્વાનુભૂતિ કરી શકે છે. વેદના લગાડવાનો વિષય નથી. વેદનાનાં લક્ષે વેદના આવતી પણ નથી. પરંતુ જ્ઞાનમાં જ્ઞાનબળે અવલોકનનો પુરૂષાર્થ થતાં નુકસાન ભાસતાં સહેજે ભવભ્રમણની ચિંતના - વેદના - ઝૂરણાં આવી જાય છે જે પૂર્ણતાના લક્ષનું કારણ બને છે.
No English rendering yet.
Aphorism 183
પૂ. ગુરૂદેવશ્રીએ ફરમાવેલ છે કે રાત્રિભોજનનો ત્યાગ કરવામાં નોકરી બાધારૂપ થતી હોય તો નોકરી પણ છોડી દૈવી. કંદમૂળાદીનો ત્યાગ ન હોય તે જીવ જીનવાણીનાં શ્રવણને પણ પાત્ર નથી.
આવું સાંભળી કોઈ કર્તાબુધ્ધિથી ત્યાગ કરવાનો પ્રયાસ કરે તો તે પૂ. ગુરૂદેવશ્રીનાં આશયને સમજયો નથી. કારણ કે પૂ. ગુરૂદેવશ્રીએ જ ફરમાવેલ છે કે ભાઈ! તું ચારિત્ર શુદ્ધિનો પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુધ્ધિનો પ્રયાસ કર.
મૂળમાં રહસ્ય એમ છે કે જે જીવને માત્ર આત્મા જ જોઈએ છે તેની આચરણ શુધ્ધિ કદાચિત્ ન હોય તો પણ જીનવાણીનાં શ્રવણને પાત્ર થવાયોગ્ય ભાવશુધ્ધિ પ્રગટ થઇ જ જાય છે. એવા જીવને જ્યાંસુધી સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ખાવા - પીવા - બોલવા - ચાલવા, હરવા - ફરવા આદિ અશુભક્રિયામાં રસ હોતો જ નથી. અરે! તે તો શુભભાવોથી પણ ત્રાસી ગયો હોય છે. તેથી રાત્રિભોજન ત્યાગની વાત મુમુક્ષુ અવસ્થામાં માત્ર ભાવથી જ લાગુ પડે છે, આચરણથી નહિ છતાં આચરણશુધ્ધી સહેજ પણ નકારવા યોગ્ય નથી પરંતુ જોર ભાવશુઘ્ધિ ઉપર રહેવું જોઈએ.
No English rendering yet.
Aphorism 185
ચાલતાં પરિણામમાં પોતાનાં રાગદીભાવોનું અવલોકન ન થઇ શકે તો સમજવું કે જીવનું અંતઃકરણ શુધ્ધ નથી તેને ચારેય (કે પાંચેય) પ્રતિબંધ બાધક બની રહ્યાં છે.
અથવા તો જીવ જ્ઞાનદશામાં આવી ગયો છે કારણ કે જ્ઞાનદશા પછી અંતર્મુખ પ્રયાસમાં જીવનો ઉપયોગ રાગાદિભાવો ને બદલે પોતાના સામાન્યજ્ઞાનને જ મુખ્ય કરે છે.
No English rendering yet.
Aphorism 194
વર્તમાન ચાલતાં પરિણામોમાં દોષોનું અવલોકન છોડી દેવાને બદલે ક્યા કારણોથી દુઃખ ઉપજે છે? તે જોવાનું છે. તે દુઃખ (૧) અવલોકન છૂટવાથી ઉપજે અથવા (૨) વિકારી ભાવોથી આત્માનું અહિત થાય છે એવું ભાસવાથી ઉપજે અથવા (૩) નિરર્થક ભાવોથી મારો સમય-શક્તિ વેડફાય છે તેથી ઉપજે (૪) ન ઇચ્છવા યોગ્ય તિરસ્કૃત ભાવોથી પીછો ન છૂટવાથી ઉપજે તો એવા પ્રકારનાં દુઃખથી મોહ જરૂર ગળશે અને જ્ઞાન નિર્મળ થાશે. ધીરજ રાખવા યોગ્ય છે. ‘મને ખરાબ ભાવો કેમ આવે છે? ’ અર્થાત ‘એવા ભાવો આવ્યા જ શા માટે? ’ એનું દુઃખ લગાડવું તે માત્ર પશ્ચાતાપ હોવાથી અને તે વખતે અવલોકન (ઉપાય)નો પ્રયાસ છૂટતો હોવાથી આવા પ્રકારનું દુઃખ ઉપજે તે યથાર્થ નથી. ટૂંકમાં ખેદનાં પરિણામો વખતે પણ અવલોકનનો પ્રયાસ સતત ચાલવો જોઈએ. તો જ યથાર્થતા છે.
No English rendering yet.
Aphorism 200
જેમ જેમ જીવ અવલોકનનાં પુરૂષાર્થથી પોતાનાં વર્તમાન ક્ષણે થતાં દોષો જોતો જાય છે તેમ તેમ એને સમજાતું જાય છે કે સ્વચ્છંદતાથી પોતાની બુધ્ધિ અનુસાર વર્તન કરતાં દોષો વધતાં જાય છે અને તેથી આકૂળતામાં વધારો થાય છે જ્યારે ગુરૂ આજ્ઞાથી વર્તતા ગુણવૃધ્ધિ થઇને નિરાકુળતા તરફ ગતિ વધીને શાંતિ અનુભવાય છે તેથી પોતાની શાંતિ વધારવા તેમ જ આકુળતાથી બચવા જીવ રાજીખુશીથી સદગુરૂની આજ્ઞામાં રહેવા ઈચ્છે છે. આજ્ઞામાં રહેવામાં તે પરાધીનતા અનુભવતો નથી પરંતુ પોતાને બોજો રહિત અનુભવે છે. પરમકૃપાળુદેવ યથાર્થ ફરમાવે છે કે ‘સત્પુરૂષની આજ્ઞાનું આરાધન એ સિધ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે’ પૂ. ભગવતી માતાએ પણ ફરમાવેલ છે કે ‘ગુરૂ આજ્ઞાએ રહેવું એમાં તો પરમસુખ છે’.
No English rendering yet.
Aphorism 202
વીતરાગ માર્ગમાં પર્યાયદૃષ્ટિનો નિષેધ છે. અવલોકનનાં પાત્રતાનાં માટેના પુરૂષાર્થમાં પરનાં દોષ જોવાના નથી જયારે આ પુરૂષાર્થનો તબકકો પૂરો થાય ત્યારબાદનાં ભેદજ્ઞાનનાં પુરૂષાર્થમાં સ્વનાં પણ દોષ જોવાનાં નથી માત્ર ત્રિકાળી અખંડ ધ્રુવ વીતરાગ સ્વરૂપ નિજ પરમાત્મામાં જ ‘જ્ઞાનમાત્ર છું’. એમ ‘હું પણું’ કરવાનું છે. આમ સ્વાનુભૂતિ પ્રગટ થવા બંને પ્રયોગનાં તબકકામાં દોષ જોવાનાં નથી. જૈનદર્શનમાં માત્ર ગુણ જોવાનાં છે પોતાનાં દોષ જોવા તે પણ ગુણ છે. આમ જૈનદર્શન નિર્દોષ ગુણોથી ઉત્પન્ન વીતરાગ શાંતિની પ્રાપ્તિનો માર્ગ પ્રકાશિત કરે છે.
No English rendering yet.
Aphorism 203
પાત્રતા કેળવવા અને દૃઢ મોક્ષેચ્છા ઉત્પન્ન થવા અર્થે જ્ઞાની પુરૂષોએ વર્તમાન ચાલતાં પરિણામોમાં થનારા દોષોનું અવલોકન કરવાનો બોધ આપેલ છે. એમાં આશય એ છે કે જીવ સંસાર પરિભ્રમણ કરે છે એમાંપરનો દોષ નથી એવું અવલોકનથી જીવને સ્વયં સમજાય તો દોષ ટાળવાનો સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહિ કારણ કે નુકસાન જીવને પોષતું જ નથી.
દોષોનાં અવલોકનથી સહેજે સમજાય છે કે અશાંતિનું મૂળકારણ પૂર્વકર્મોનાં ઉદય કે પરિસ્થિતિ નથી પરંતુ પોતાની ઉલટી સમજ અર્થાત ભ્રાંતિ છે. અવલોકનથી સમજ વધતાં સહેજે મિથ્યાત્વ/મોહ મંદ થતો જાય છે અને જ્ઞાન વધારે નિર્મળ થાય છે. જીવની દશાની દિશા સહેજે પલટાય છે.
અહીં વિશેષ ધ્યાન રાખવા યોગ્ય એ છે કે ક્રોધાદિ ભાવોનાં નિરીક્ષણ/અવલોકન કરવાનું કહયું છે પરંતુ ‘ક્રોધાદિ ભાવોનો આત્મા કર્તા છે’ એમ જ્ઞાની પુરૂષોએ ક્યારેય કહેલ નથી. જીવતત્વ અને આસ્ત્રવ તત્વ તદ્દન ભિન્ન છે. તેથી દોષોને જોવાનો પુરૂષાર્થ કરતાં કરતાં ‘હું સ્વભાવથી દોષી છું’ એમ માનવામાં આવે તો પર્યાયદૃષ્ટિ વધારે દૃઢ થઇ દર્શનમોહ વૃદ્ધિ પામે છે. આતો ‘પેટ ચોડીને શૂળ ઊભું કર્યા બરાબર થયું’ કારણ કે અવલોકન પાછળનો જ્ઞાનીઓનો આશય જ્ઞાનીઓનો આશય જીવ સમજી શકયો નહિ.
No English rendering yet.
Aphorism 204
વીતરાગ શ્રીગુરૂ શિષ્યનાં દોષો જોતાં નથી તેમજ બતાવતાં નથી પરંતુ એવી રીતે અવલોકનની રીત બતાવે છે કે જેની આરાધનાથી જીવ પોતે જ પોતાનાં દોષો જોઈ, બતાવીને સુખી થવાનો માર્ગ પૂછે છે. કારણ કે અવલોકનથી જીવને પોતાની ભૂલ સમજાય છે કે દુઃખનું કારણ અન્ય દ્રવ્ય નથી પરંતુ પોતાની ઊંધી સમજણ અને ઊંધી માન્યતા છે. તેમજ સાચી સમજ વિના દુઃખ નહિ ટળે એમ પણ એને નિજ અવલોકનથી સમજાય છે. આવો જીવ સ્વયં વીતરાગી શ્રીગુરૂને શરણે આવે છે. એને શ્રીગુરૂ ફરજ પડતાં નથી કે મારે શરણે આવ, પરંતુ શિષ્ય પોતાનાં લાભ માટે શાંતિનો માર્ગ જાણવા સ્વયં શ્રીગુરૂને શરણે જાય છે ત્યારે જ એને જ્ઞાનીપુરુષમાં દેહધારી પરમાત્મા દેખાય છે.
No English rendering yet.
Aphorism 208
શિષ્યને એમ લાગે કે મે ગુરૂને સર્વસ્વ સમર્પણ કરે છે તેથી ગુરૂએ મારા દોષો મને બતાવવા જ જોઈએ. મને માર્ગદર્શન આપવાની બધી જ જવાબદારી ગુરૂની જ છે. સાચો ભક્ત હોવાથી મને ગુરૂ પાસેથી આવું કાર્ય કરાવવાનો હક/અધિકાર છે. ગુરૂ જો આમાં કચાશ રાખે તો મને ગુરૂ ઉપર રોષ આવે છે તે યથાર્થ છે. મુમુક્ષુની આવી માન્યતા યથાર્થ નથી કારણ કે
(૧) ગુરૂની વીતરાગતાને તે સમજી શક્યો નથી.
(૨) શિષ્યે સર્વસમર્પણ કરેલ છે તે પોતાનાં લાભ માટે કરેલ છે. આમાં એણે ગુરૂ ઉપર ઉપકાર કરેલ
નથી.
(૩) વળી ગુરૂ પર અધિકાર જમાવવામાં નિષ્કામતા રહેલી નથી. ભક્તિમાં દોષ આવે છે.
(૪) વળી શિષ્યે ભલે ભક્તિ કરી છે પરંતુ શ્રીગુરૂ વીતરાગ હોવાથી ગુરૂએ ક્યાં ભક્તિ સ્વીકારી છે?
ગુરૂ તો તદ્દન નીસ્પૃહ છે, એને તો પોતાનો શુધ્ધાત્મા જ વહાલો છે. એને શિષ્યની ભક્તિ પણ
જોઈતી નથી.
(૫) વળી ગુરૂએ જે માર્ગ બતાવ્યો છે તેની કિંમત શિષ્ય શું ચૂકવી શકે? તો પછી હકનો પશ્ન જ ક્યાં
રહ્યો?
(૬) વળી શું નીસ્પૃહી ગુરૂને ભક્તિની લાંચ આપી ખરીદી શકાય?
(૭) આ માર્ગમાં સોદાબાજી ચાલે?
(૮) પોતાના બંધનની જવાબદારી ગુરૂ ઉપર નખાય?
શ્રીગુરૂ તો નીસ્પૃહ કરૂણાસાગર છે. મુમુક્ષુએ તો નિષ્કામપણે એમનાં ચારણાવિંદમાં દાસત્વભાવે રહેવા યોગ્ય છે. એમાં જ જીવનું પરમ કલ્યાણ છે.
No English rendering yet.
Aphorism 210
પરમાર્થ નિજસ્વરૂપનાં દર્શનને મહાન અંતરાય રૂપ એવા મિથ્યાગૃહ, સ્વચ્છંદ, પ્રમાદ તેમ જ ઈંદ્રિયોનાં પોષણમાં રસ જેવા દોષો અવલોકન વીધિથી સહજ દૂર થાયછે, અવલોકન અર્થાત જ્ઞાનની ટોર્ચ લાઈટ. એમાં ભૂલ તરત પકડાય છે, ભૂલ ભાંગી જાય છે અને માર્ગ સરળ બને છે. જેમ કે પ્રકાશ થતાં જ અંધારામાં પડેલી દોરીમાં સાપનો ભય ભાગી જાય છે.
No English rendering yet.
Aphorism 211
અવલોકનમાં વર્તમાન દોષો દેખાય ત્યારે દોષો ન કરવાનો પ્રયત્ન કરવો તે એક નવો દોષ છે. કારણ કે સ્વભાવ પૂર્ણ નિર્દોષ હોવા છતાં દોષને પર્યાયમાં નિહાળી પોતાને (નિજપરમાત્મતત્વને) દોષી માનવો તે એક મહાન ભ્રાંતિ છે. સ્વરૂપનો અનાદર છે. પોતાને પરમેશ્વર પદે ન સ્થાપવું તે જીવનો સૌથી મોટો મિથ્યાત્વનો દોષ છે. જૈનદર્શનમાં કર્તૃત્વભાવે દોષનાં ત્યાગનું સ્થાન જ નથી. પરંતુ આત્મ સ્વરૂપમાં લીનતા દ્વારા ઉત્પન્ન જ્ઞાતૃત્વભાવ કેળવાઈ જતાં દોષો આપમેળે ઉત્પન્ન જ થતાં નથી.
No English rendering yet.
Aphorism 215
ભેદજ્ઞાન-એ આત્મદર્શન કરવાની અણમોલી વીધિ છે તેમાં વર્તમાન પરિણમનમાં રાગાદિ હોવા છતાં એને ગૌણ કરી માત્ર જ્ઞાનની હૈયાતિને જ જોવાનું કરાય છે જેથી પ્રગટ જ્ઞાન પરિણમન પરથી જ્ઞાન જ્યાંથી ઉદ્ ભવી રહયું છે અર્થાત્ જ્ઞાનપ્રવાહનો જે મૂળ આધાર છે- ત્ત્રિકાળી સત્ - તેનું અવલંબન લઇ શકાય અને તેમાં એકત્વભાવે અહમપણું કરી આત્મ સાક્ષાત્કાર થઇ શકે. આવી ભેદજ્ઞાનની કળા સર્વે અનુભવી જ્ઞાની ધર્માત્માઓએ વત્તે ઓછે અંશે પોતપોતાની વિશિષ્ટ શૈલીથી પ્રકાશી છે તેમજ ‘સામયસાર’ જેવા મહાન પારમાગમોમાં અત્યંત સ્પષ્ટતાથી ભેદજ્ઞાનની કળા દર્શાવેલ છે.
આમ છતાં જે જીવ સ્વદોષ અવલોકનનાં પ્રયોગ દ્વારા યોગ્ય પ્રકારની યથાર્થ પાત્રતામાં આવેલ નથી તે જીવ ને ભેદજ્ઞાનની વાર્તા બુધ્ધિગોચર કદાચ થઇ શકે પરંતુ અનુભવગોચર થઇ જ ન શકે. ભેદજ્ઞાનની કળા વડે અંતર્મુખ અભ્યાસ - ધ્યાનાભ્યાસ - તો જ થાય જો જીવ ‘અવલોકન’ની સાધના દ્વારા યોગ્ય પાત્રતામાં આવે.
આનું ઉત્તમ ઉદાહરણ પરમ કૃપાળુ દેવનું જીવન છે. એમને માત્ર સાતવર્ષની વયે જાતિસ્મરણ જ્ઞાન દ્વારા પૂર્વે મળેલાં સદગુરૂદેવ અને તેમની અપાર કૃપા વડે પ્રાપ્ત ભેદજ્ઞાનનો બોધ સાંભર્યો પરંતુ ત્યારબાદ છેક સોળ વર્ષ વીત્યા બાદ ત્રેવીસમા વર્ષે પાત્રાંક ૧૦૮માં વ્યક્ત નિજદોષ અવલોકનનો પુરૂષાર્થ આદરતાં પાત્રાંક ૧૨૮માં વ્યક્ત ભાવના મુજબ ‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયું અને પાત્રાંક ૧૩૩માં વ્યક્ત પરિણામો મુજબ ભાવભાસનની સ્થિતિમાં આવ્યાં. ત્યારબાદ જ ચોવીસમા વર્ષે પાત્રાંક ૧૬૫માં વ્યક્ત દશા (પાત્રાંક ૧૨૮ માં ‘પૂર્ણતાનું લક્ષ’ બંધાયું ત્યારથી ગણતાં માત્ર ત્રણ મહિનામાં) ઉપરથી જ્ઞાનદશામાં આવ્યાં તેવું સ્પષ્ટ સમજાય છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે જાતિસ્મરણજ્ઞાનમાં સાંભરેલો બોધ જ્યાંસુધી અવલોકનનો પુરૂષાર્થ ન કર્યો ત્યાં સુધી કાર્યગત ન નીવડ્યો.
આવું જ બીજું ઉત્તમ ઉદાહરણ છે પૂજ્ય નિહાલચંદ્ર સોગણીજીની જીવનગાથાનું. તેઓ શાંતિ માટે તાડપતાં હતાં. બધીજ ક્રિયાઓ કરી ચૂકેલા. વિકલ્પોનું ભયંકર દુઃખ અનુભવતાં હતાં અર્થાંત્ અવલોકનનાં પુરૂષાર્થમાં આવી ગયાં હતાં ત્યારે જ એમને હિંદી આત્મધર્મની પ્રતિલિપિમાં પ્રત્યેક પાને છપાયેલ ‘ષટ્ આવશ્યક નહિ, એક જ આવશ્યક છે’. એવા મંત્રનું આકર્ષણ થયું. ત્યારબાદ ‘જ્ઞાન જુદા અને રાગ જુદા છે’ એવો ભેદજ્ઞાનનો મંત્ર પૂજ્ય ગુરૂદેવશ્રીનાં સાક્ષાત્ શ્રીમુખે પ્રત્યક્ષ સંભળાતાં જ માત્ર ૧૪ કલાકમાં સતત અંતર્મુખતાના અનંત પુરૂષાર્થ દ્વારા સમ્યગ્દર્શનને પામ્યાં.
‘જ્ઞાન અને રાગ જૂદાં છે’ એવો મંત્ર પરમકૃપાળુ પૂજ્ય ગુરૂદેવશ્રીએ ૪૫-૪૫ વર્ષો સુધી નિરંતર સંભળાવેલ છે છતાં આજે પણ ઘણાં જીવો સમ્યગ્દર્શન વિના ભટકે છે તેનું કારણ અવલોકન દ્વારા ઉત્પન્ન પાત્રતાની ખામી જ છે.
આથી સિધ્ધ થાય છે કે ‘યોગ્યતા માર્ગપ્રાપ્તિનું બળવાન કારણ છે’. ભાવિ તીર્થંકર કહાન ગુરૂની વાણી સાક્ષાત્ સાંભળવા છતાં કાર્યસિધ્ધિનો બધો આધાર ઉપાદાનની જાગૃતિ ઉપર છે જે ‘અવલોકન’નાં પુરૂષાર્થથી સહજ સાધ્ય છે.
આથી આત્મદર્શન વડે મોક્ષમાર્ગમાં પ્રવેશ અર્થે જીવે ‘ભેદજ્ઞાન’ ઉપાસવા પૂર્વે ‘અવલોકન’ નાં પુરૂષાર્થથી પાત્રતા ઉત્પન્ન કરવી ફરજિયાત છે.
જયાં સુધી અંશમાત્ર પણ સંસાર વહાલો લાગતો હશે અને જગતમાં ક્યાંય પણ રૂચે ત્યાં સુધી જીવ ‘ભેદજ્ઞાન’ ની સાધના કરી જ નહી શકે.
ભેદજ્ઞાનથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું અત્યંત સરળ, સુગમ અને સહજ છે. રમતવાત છે. પરંતુ નિજદોષ અવલોકનનો પુરૂષાર્થ કરી આત્મલગની - આત્મધૂન - તાલાવેલી - તીખી તમન્ના - પરાભક્તિ - માર્ગભક્તિ - સ્વચ્છંદત્યાગ - વીતરાગી ગુરૂ પ્રત્યે શરણભાવ - વીતરાગી જિનવાણી પ્રત્યે ભક્તિભાવ - પાત્રતા - યથાર્થ ઉદાસીનતા - ચૈતન્યની શુધ્ધ ભાવના ઇત્યાદિ સદગુણો ઉત્પન્ન થવા એટલા સરળ અને સુગમ નથી. તેથી જ કોઈ વિરલા જ સમક્તિ પામે છે.
રૂચિ પલટાયા વિના ઉપયોગ અંતર્મુખ થાય જ ક્યાંથી? (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૩૬).
બહારમાં રસ હોય છતાં ભેદજ્ઞાનની સાધના થાય એવું ક્યારેય બનતું નથી. (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૧૯૭).
No English rendering yet.
Aphorism 223
મોક્ષમાર્ગનો વિકાસક્રમ
શાંતિની ભાવના - નિજદોષોનું અવલોકન - પૂર્ણતાનું લક્ષ - ધારાવાહી અવલોકન - ભક્તિ - ભેદજ્ઞાનનો પ્રયાસ - પરાભક્તિ - ભાવભાસન - સમ્યગ્દર્શન - બે કાષાયની ચોકડી યુક્ત અણુવ્રતધારી શ્રાવકદશા - ત્રણ કશાયની ચોકડી યુક્ત નગ્ન દિગંબર પંચમહાવ્રત અઠ્ઠાવીસ મૂળગુણધારી મુનિદશા - પુર્ણવીતરાગ દશા - અરિહંતદશા - સિધ્ધદશા.
No English rendering yet.
Aphorism 224
રાગ દુઃખરૂપ હોવા છતાં દુઃખરૂપે કેમ વેદાતું નથી?
સમાધાન: કારણ કે જીવ જ્ઞાનનો ઉપયોગ રાગ ઉપર લઇ જતો નથી. અર્થાત જીવ અજ્ઞાનપણે સ્વચ્છંદ પ્રમાદ સેવે છે. જો નિજદોષોનું અવલોકન કરે તો દુઃખ થયા વિના રહે જ નહિ. તેથી પ્રથમ અવલોકન વડે ભાવકર્મોને જોતાં નુકસાન ભાસે, મુંઝવણ થાય તો પાત્રતા ઉત્પન્ન થાય.
No English rendering yet.
Aphorism 225
દર્શન - જ્ઞાન - ચારિત્રાણિ મોક્ષમાર્ગ:
દર્શન (પાયો): અવલોકન - જ્ઞાનનાં અભ્યાસથી અભિપ્રાયમાં ઇષ્ટ અનિષ્ટની પણાની કલ્પના છૂટે. મુમુક્ષુતા ઉત્પન્ન થાય.
જ્ઞાન (સાધના): ભેદજ્ઞાનથી શ્રધ્ધા સમ્યક થાય. મિથ્યા શ્રધ્ધા મટે અને અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થાય.
ચારિત્ર (ફળ): સ્વરૂપમાં લીનતાથી ચારિત્રમાં પણ ઇષ્ટ અનિષ્ટ પણું મટે. વીતરાગતા ઉપજી પૂર્ણાનંદ મોક્ષની પ્રાપ્તિ (કેવળજ્ઞાન) થાય.
No English rendering yet.
Aphorism 226
પોતાનાં વર્તમાન પરિણામોમાં દોષ જોવાની શરૂઆત કરનાર જીવને કેમ ખબર પડે કે તેનું અવલોકન યથાર્થ ચાલે છે કે પછી માત્ર વિકલ્પો જ છે? જ્ઞાનથી દોષ જોવાય છે કે પછી મનના આધારે એક પળ પહેલાં થયેલા દોષનો વિકલ્પ થઇ રહેલો છે?
સમાધાન: જો યથાર્થ અવલોકન ચાલે તો દોષ જોતાં અંતરથી દુઃખ લાગે. ઉદયપ્રસંગોમાં નીરસતા - ઉદાસીનતા વૃધ્ધિ પામે. માત્ર વિકલ્પોથી દુઃખ ન લાગે; મોહભાવ એવો ને એવો જ રહે.
No English rendering yet.
Aphorism 246
‘શ્રી સમયસાર નાટક’ ગ્રંથમાં સમ્યગ્દર્શનનાં અપરનામોમાં એક નામ અવલોકન છે. પંડિત બનારસીદાસજી અવલોકનને જ્ઞાનની પર્યાય ગણવાને બદલે દર્શન (શ્રધ્ધા)ની પર્યાય માને છે એવું વાંચીને સુખદ આશ્ચર્ય થયું.
શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકા શ્લોક ૧૯નાં ભાવાર્થમાં પણ દર્શનનો અર્થ શુધ્ધ સ્વભાવનું અવલોકન જણાવેલ છે. સ્વાનુભવથી પણ આ વાત પ્રમાણિત છે. સમકિત થયાં પછી નિદ્રામાં પણ અવલોકન (જાગૃતિ) ટકે છે; જયારે જ્ઞાન અર્થાત શુધ્ધ સ્વભાવપણું તો અંતર્મુખ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જ થાય છે. અર્થાત સમકિત થતાં શ્રધ્ધાગુણ ૧૦૦ ટકા શુધ્ધ પરિણમે છે જયારે જ્ઞાન અને ચારિત્રમાં સંપૂર્ણ શુધ્ધતા નથી.
અવલોકન - સ્વરૂપનાં દર્શનની ઝંખનામાંથી ઉત્પન્ન થનારાં પરિણામ છે. દેખતાં દેખતાં (શોધતાં શોધતાં) જયારે આત્મવસ્તુ પ્રત્યક્ષ અંશથી દેખાય ત્યારે પ્રથમ ભાવભાસન અર્થાત સ્વરૂપનિશ્ચય થાય છે. અને એમાં જ સ્થિરતા થાય ત્યારે સ્વરૂપાચરણ ચારિત્ર પૂર્વક અતિન્દ્રિય આનંદરસ અનુભવાય છે.
આમ અવલોકન શ્રધ્ધાની પર્યાય છે જે સમક્તિ થયાં પછી પણ જીવની દરેક ભાવિ પર્યાયોમાં હાજર જ રહે છે. જેને લીધે સાધકદશામાં જીવ દરેક ક્ષણે સહજ પણે ચેતતો રહે છે અને શુધ્ધીમાં વૃધ્ધિ થાતી જ રહે છે. અવલોકન વિના ભવભ્રમણથી છૂટવાનો અન્ય કોઈ ઉપાય નથી.
No English rendering yet.
Aphorism 251
પ્રશ્ન: અવલોકન અને ભેદજ્ઞાનમાં શું તફાવત છે?
ઉત્તર: બંને પ્રયાસમાં જ્ઞાનનો જ આધાર લેવામાં આવે છે; ઇન્દ્રિયો કે મનનો નહિ. પરંતુ અવલોકનનાં પ્રયાસમાં દૃષ્ટિ પરિણામ - વર્તમાન રાગાદિ વિભાવભાવો - ઉપર રહે છે અને ભૂલની સમજણ થાય છે તેમજ રાગાદિ ભાવોમાં દુઃખ / નિષેધ થઇને પૂર્ણતાનું લક્ષ બાંધી શકાય છે.
જયારે ભેદજ્ઞાનનો વિષય શુધ્ધ ત્રિકાળી એકરૂપ જ્ઞાન-સ્વભાવ કારણપરમાત્મા જ છે. ભેદજ્ઞાનનાં પ્રયાસમાં દ્રવ્યદૃષ્ટિ થવાનો પુરૂષાર્થ છે જેથી સમ્યગ્દર્શનપૂર્વક મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય.
પહેલાં અવલોકનથી પાત્રતા થયાં બાદ ભેદજ્ઞાનથી જ્ઞાનદશામાં અવાય છે.
No English rendering yet.
Aphorism 252
શ્રી નાટક સમયસારમાં પંડિત બનારસીદાસજીએ સમ્યગ્દર્શનનાં અન્ય નામોમાં એક નામ ‘અવલોકન’ જણાવેલ છે. વળી આત્મખ્યાતિ ટીકા શ્લોક ૧૯નાં ભાવાર્થમાં પંડિત જયચંદ્રજીએ દર્શન અર્થાત શુદ્ધસ્વભાવનું અવલોકન અને જ્ઞાન અર્થાત શુદ્ધસ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું જણાવીને અવલોકન તે શ્રધ્ધાગુણનું પરિણમન છે એવું સ્પષ્ટ જણાવેલ છે.
વળી આ કાળમાં પણ જે જે ભવ્ય જીવોએ વર્તમાન પરિણામોનાં સતત અવલોકનનાં પુરૂષાર્થ વડે વિભાવભાવોને હટાવવા કે બદલાવવાને બદલે માત્ર જોવાનું કાર્ય કરતાં એમને પ્રતીતિ થઇ છે કે હું જ્ઞાનસ્વભાવી આત્મા પરપદાર્થ કે વિભાવભાવોનો માત્ર જાણનાર-દેખનાર છું પરંતુ કર્તાધર્તા નથી.
આમ અવલોકનથી મિથ્યાત્વ મંદ થઇને આપમેળે સમ્યગ્દર્શનની ભૂમિકા તૈયાર થાય છે. તેમજ આ ભવ્ય જીવો અત્યંત ઉદાસીનતા અને અપૂર્વ આત્મરૂચિને ઉત્પન્ન કરી શક્યાં છે. આમ ‘અવલોકન’ નો અનંત ઉપકાર છે.
No English rendering yet.
Aphorism 253
જ્યાં મોટા નાગરોની જેમ બંધ ગટર નથી ત્યાં નાના શહેરોમાં તેમજ ગામડાઓમાં કચરાના નિકાલ માટે શેરીઓમાં ખુલ્લી નીક (ગટર) હોય છે. સૂર્યનો સીધો પ્રકાશ આ ગટરમાં વહેનારા મળમૂત્રાદિ કચરાને પોતાનાં તાપથી બાળી મૂકે છે અથવા સુકવી દે છે અને વાતાવરણ ગંદકીથી મુક્ત રહી શકે છે. દુર્ગંધ ફેલાતી નથી.
તેમ જીવના સંસાર પરિણમનમાં કામ-ક્રોધાદિ મલિનતાને હટાવવી પડતી નથી. આત્મારૂપી જ્ઞાનસૂર્યનાં કિરણો ‘અવલોકન’ ની ઉપાસના કરતાં કરતાં વિભાવભાવો ઉપર પડતાં જ વિભાવો ભાગી જાય છે. શાંત થાય છે અથવા નાશ પામે છે.
No English rendering yet.
Aphorism 254
જેમ કાચબો ભયની લાગણી ધરાવે ત્યારે પોતાનાં અંગોને ઢાલની અંદર લઇ સ્થિર થઇ જાય છે તેમ સાધકજીવે પણ જ્યારે પૂર્વકૃત કર્મનો આકરો ઉદય આવે ત્યારે તર બહારથી તમામ ઉપયોગ સમેટી પોતાના જ્ઞાનક્ષેત્રમાં રહી ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ - એવા ભાવમાં સ્થિર રહેવું.
આમ કરવાથી તીવ્ર કશાયનો ઉદય નહીં થાય અને ઘણા કર્મોની નિર્જરા થઇ જાશે તેમજ ઉપયોગ શુધ્ધાત્મામાં જામવાથી અતિન્દ્રિય આનંદનાં ફુવારા ફૂટશે.
No English rendering yet.
Aphorism 255
જીવ પોતાનાં વર્તમાન પરિણામોને ન અવલોકે તો પ્રમાદ તેમજ સ્વચ્છંદ અથવા નિશ્ચયાભાસી થવાનો દોષ ઉત્પન્ન કરશે અને પરિણામોને જોતાં હું ક્રોધી, હું માની, હું દ્વેષી, અથવા ‘આવો ભાવ મને કેમ આવ્યો? ’ ‘ આ ભાવ ફરીને હું નહીં કરું’ ઈત્યાદિ પ્રકારે પરિણામમાં એકત્વ કરશે તો પોતાના પરમાત્મતત્વનું અવમૂલ્યન થવાથી શુધ્ધોપયોગ નહીં થાય આથી તટસ્થભાવે સતત જાગૃતિમાં અવલોકન થવું ઘટે.
No English rendering yet.
Aphorism 256
શ્રી સર્વજ્ઞદેવ પ્રકાશિત વીતરાગમાર્ગ આશ્ચર્યકારી છે. આ માર્ગમાં પરને કે રાગાદિ વિભાવભાવોને હટાવવા નથી. માત્ર પોતાનું લક્ષ (જ્ઞાનોપયોગ) ફેરવી ત્રિકાળી ધ્રુવ જ્ઞાન સામાન્યમાં લઇ જવાનું છે. ઉપયોગ એક સેકંડ માત્ર પણ સ્વરૂપને જાણે તો સર્જાય છે ચૈતન્ય ચમત્કાર! અભિપ્રાયપૂર્વકની ઈચ્છા-વાસના-અપેક્ષા બધી સ્વરૂપનાં દર્શનમાત્રથી જ ભસ્મીભૂત થઇ જાય છે અને અતીન્દ્રિય શાંતિ અનુભવમાં આવે છે.
No English rendering yet.
Aphorism 259
પ્રશ્ન: માત્ર આત્માની સંભાળ લેવાનું કહો તો પછી વ્યવહારમાં કેમ ચાલવું? છીપકલી કીડાને પકડીને મારવા જાય તો કીડાને બચાવવો કે નહીં? કુટુંબીજનોની સંભાળ રાખવી કે નહીં?
સમાધાન: સર્વપ્રથમ આત્માની સંભાળ, દયા, કરુણા, પ્રેમ-રૂચિ કરી આત્માનો-પોતાની જાતનો-અનુભવ કરવો જોઈએ. સર્વે વીતરાગી ભગવંતો, નિગ્રંથ મુનિઓ તેમજ સાધક જ્ઞાની ધર્માત્માઓનો આ જ અભિપ્રાય છે. ૧૨ અંગનો આ જ સાર છે. કારણકે પોતાને જાણતાં તેમજ સાધકદશામાં પ્રવેશતાં જ જીવને વ્યવહારનું કેમ કરવું? - તે કોઈને પૂછવું પડતું નથી પરંતુ પોતાને જ બધું સમજાઈ જાય છે.
જ્ઞાનીઓ બંધનાં કારણભૂત પાપ અથવા પુણ્ય એટલે કે આસ્ત્રવ કરવાની અને જન્મમરણનાં સમુદ્રમાં ડૂબવાની વાત કેવીરીતે કરે? કીડાને મારવા દેવાની (પાપભાવની) કે કીડાને બચાવવાની (પુણ્યભાવની) વાત જ્ઞાની કેવી રીતે કરે? તેથી તીવ્ર મોહી જીવને જ્ઞાની ઉપદેશ પણ આપતાં નથી. કારણકે આત્મસ્વભાવ માત્ર જાણવાની શક્તિ ધરાવે છે. જ્ઞાયકમાં કરવા-ફરવાનો ગુણ જ નથી.
No English rendering yet.
Aphorism 264
આત્મકલ્યાણની શુધ્ધભાવનાવાળા જીવને વિતરાગમાર્ગ, શ્રીગુરૂ અને સત્સંગ પ્રત્યે ભક્તિ અને અર્પણતા વર્તે છે અને અસત્સંગ પ્રસંગોમાં જાગૃતિપૂર્વક અરૂચિ અને ઉદાસીનતા વર્તે છે. ઉદાસીનતાનો અર્થ દ્વેષભાવ નથી, વૈરાગ્ય નથી, પલાયનતા નથી.
ઉદાસીનતાનો અર્થ સાંસારિક પ્રસંગોથી ભાગ્યા વિના તેવા પ્રસંગો વચ્ચે ઉભા રહીને અરૂચિ થવી અને સત્સંગની તીવ્ર ભાવના વૃધ્ધિગત થવી તે છે. વીતરાગમાર્ગ તલવારની ધાર ઉપર અત્યંત સમતુલા અને સાવધાનીપૂર્વક ઉભા રહેવા બરાબર છે. આવી ઉદાસીનતા નિજ દોષ અવલોકનનાં સતત અભ્યાસથી સહજ જ સંભવે છે. અવલોકનરૂપ સાવધાની વિના વૈરાગ્ય કે સત્સંગ પ્રત્યેની ભક્તિ તે રૂંધાયેલો કષાય છે. વાસ્તવમાં તે ભક્તિ નથી પરંતુ ઓઘસંજ્ઞાથી ઉત્પન્ન રાગ છે.
No English rendering yet.
Aphorism 265
જેમ સુગરની બીમારીવાળો મિઠાઈ ન ખાય તેમાં અને સામાન્ય માણસ મીઠાઈ ન ખાય તેમાં - બે પ્રસંગો વચ્ચ્ચે - ઘણો તફાવત છે. તેમ ઝંઝટ, વાદવિવાદ, ઝગડાથી બચવા માટે અંતરમાં ન ગમતું હોય અને ડર -ભય હોવા છતાં માત્ર ઉપરથી સામ્યભાવ (માથકૂટમાં ન પાડવાનો ભાવ) થાય તેમાં અને પરિણામોનાં અવલોકન-જાગૃતિથી સામ્યભાવ પ્રગટે તેમાં ઘણો જ ફેર છે.
સ્વદોષ પરિણામનાં અવલોકનથી ઉપજેલો સામ્યભાવ જ યથાર્થ છે.
No English rendering yet.
Aphorism 270
આત્મપ્રાપ્તિની ભાવનાવાળો જીવ પોતાનાં દોષોનું અવલોકન કરે છે ત્યારે નીચે પ્રમાણે પોતાના અભ્યાસનું વ્યક્ત પરિણામ બતાવે છે.
૧) ભાવો પકડાતાં હતાં પણ અત્યારે યાદ નથી.
૨) ભાવો પકડાતાં નથી.
૩) ભાવો આવતાં જ નથી.
ઉપરોક્ત ત્રણ પરિણામોમાંથી જેને તીવ્ર જ્ઞાનાવરણીય કર્મનું આવરણ નિમિતરૂપે વર્તે છે તેને ક્યા ભાવો હતા તે વ્યક્ત કરતી વખતે યાદ નથી હોતું. આવા જીવે આત્મભાવના તીવ્ર કરી અભ્યાસ ચાલુ રાખવો. જેથી જેમ જેમ દર્શનમોહ ઘટશે તેમ તેમ જ્ઞાનઉપયોગ નિર્મળ થાતો જાશે અને નિર્મળતામાં ભાવો (અર્થાત દોષ) પકડાયા વિના નહીં રહે. અભ્યાસ કરતાં ઉપરની બનેં મૂંઝવણ દૂર થાશે.
જ્યારે ભાવો આવતાં જ નથી એમ કહેનાર જીવે સાચો પ્રયત્ન જ કર્યો નથી. કાં તો એને અવલોકન વિધિ સમજાણી નથી અને કાં તો એને સાચી આત્મભાવના નથી. કેમકે ભાવો સતત ન આવે તો પરમાત્મદશા હોત અને આંશિક ન આવે તો નિર્વિકલ્પ શાંતિનું વેદન-સાધક દશા-હોત.
આમ આ જીવ જીનવાણીની વિરાધના કરી દર્શનમોહને વધારે છે. તેથી ચેતવા જેવું છે.
No English rendering yet.
Aphorism 271
રાગદ્વેષ બંધ હો જાવે તો અચ્છા ઐસા વિકલ્પ સ્વયઁ નિર્વિકલ્પતાકે પ્રતિ રાગ ઔર વિકલ્પ કે પ્રતિ દ્વેષ હૈ. અત: રાગદ્વેષ કો સિર્ફ દેખો. હટાનેકી કોશિશ મત કરો. ક્રોધસે નુકસાન મનના ક્રોધકે પ્રતિ દ્વેષ હૈ. ભક્તિસે લાભ માનના ભક્તિકે પ્રતિ રાગ હૈ. વાસ્તવમેં ન ક્રોધસે નુકસાન હૈ ન ક્ષમાસે લાભ હૈ.
દોષોં કા અવલોકન નહિ કરના નુકસાન હૈ ઔર સિર્ફ અવલોકન કરના લાભ હૈ.
No English rendering yet.
Aphorism 276
સર્વદોષથી મુક્ત થવાનો એકમાત્ર લક્ષ, અભિપ્રાય, ધ્યેય ન બંધાય ત્યાંસુધી જ્ઞાનઉપયોગ અંતર્મુખ થઇ નિજ પરમાત્માને દેખી-જાણી-અનુભવી શકવા સમર્થ નથી.
તેથી કરુણાવંત જ્ઞાનીપુરૂષોએ સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિની અનંત અશાંતિરૂપી અગ્નિમાં બળબળતા દુઃખી જીવોને પ્રથમ મુમુક્ષુ બનવા ‘અવલોકન’ ની દવા આપી; જેથી ચાલતાં પરિણામો તપાસીને - ક્યા દોષોથી પોતે અંતર્મુખ થઇ શકતો નથી અને શેની રૂચિ ઉપયોગને બહારમાં જ ભટકાવે છે તેવા દોષોની પોતાને સ્વયઁ જાણ થાય. દોષોની જાણ થાય છે ત્યારે નુકસાનનો અંદાજ અને ભયંકર પરિભ્રમણથી બચવાનો દૃઢ ભાવ પણ સાથે ઉપજે જ. આ મુક્ત થવાની ભાવના વધતાં કોઈપણ ઉપાય-મરીને પણ-મારે મુક્ત થવું છે એવી ભાવના થાય ત્યારે જીવ મુમુક્ષુ બને છે. હવે આવા જીવને ‘ભેદજ્ઞાન’ નો ગુરૂમંત્ર મળે ત્યારે તેને ઉલટી કે અજીર્ણ થતું નથી; પરંતુ સમ્યક પુરૂષાર્થ ઉપજી સ્વાનુભૂતિ થાય છે.
No English rendering yet.
Aphorism 278
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર?
કૃપાળુદેવનાં આ અમૂલ્ય વચનામૃતમાં પરંપરાગત અને વિધ ક્રિયાકાંડ કે આત્મભાવના શૂન્ય શાસ્ત્રાભ્યાસથી હટીને માત્ર વિકલ્પોનાં અવલોકનનાં અભ્યાસથી ક્ષણમાત્રમાં સંસાર અર્થાત રાગદ્વેષનાં નાશની વીધિ છુપાયેલી છે.
જયારે જીવ વર્તમાન ક્ષણે મનમાં ઉપજતાં સારા કે નરસા ભાવો વિકલ્પોનું અવલોકન (માત્ર જોવું-જાણવું) શરૂ કરે છે કે તરત તે જ ક્ષણે રાગ કે દ્વેષથી રહિત આત્મિક શાંતિ-સમતાભાવ-નો અનુભવ કરે છે.
જોકે નિર્વિકલ્પ દશામાં સ્વરૂપ પ્રત્યક્ષ થઇ જે અતિન્દ્રિય આનંદ ઉપજી સમ્યગ્દર્શનપૂર્વક શાંતિ થાય એમાં અને અવલોકનથી ઉપજેલ શાંતિમાં ફરક છે છતાં વીતરાગતાની અપેક્ષાથી જાતિભેદ નથી.
અવલોકનથી નિર્વિકલ્પદશા પૂર્વે પ્રાપ્ત થયેલી શાંતિનાં રસાસ્વાદનથી જીવને અનુભવપૂર્વક સમજાય છે કે ભૂખના દુઃખથી બચવા ભોજન લેતાં અથવા ઉદયગત ઉપાધિથી બચવા મંદિરમાં જઈ પૂજા-ભક્તિ-પ્રતિક્રમણ-સામાયિક કરતી વેળા જે શાંતિ (ભ્રમથી માનેલી શાંતિ) નો અનુભવ થયેલ તે શાંતિ અને અવલોકનનાં પ્રયોગથી ઉપજેલી શાંતિમાં ઘણો ફેર છે.
પાપ કે પુણ્યભાવોથી ઉપજતી શાંતિ ખરેખર શાંતિ નથી બ્રહ્મકલ્પના છે. એમાં પરાધીનતા-કૃતિમતા-ક્ષણિકતા છે જયારે અવલોકનથી ઉપજેલી શાંતિમાં ઇન્દ્રિય, મન કે અન્ય પદાર્થોની પરાધીનતા નથી. સહજ સ્વાભાવિક જાણનક્રિયાના બળે આ શાંતિ ઉપજી હોવાથી તેમાં કૃતિમતા નથી; તેમજ જો પુરૂષાર્થ સતત કરવામાં આવે તો અવલોકનની શાંતિ સતત મળતી રહે તેમ છે. અવલોકનથી મળેલ શાંતિમાં જાગૃતિ છે.
જોઈને ચાલતો વ્યક્તિ ખાડામાં પડતો નથી એમ છતાં અવરોધ આવે તો પોતે અટકી જાય છે તેમ સતત જાગૃત જીવ રાગદ્વેષનાં વમળમાં ફસાતો નથી અને અશાંતિથી દૂર જ રહે છે.
આ અવલોકન કરનાર જીવને અનુભવપૂર્વક સંસારના સંયોગાધીન સુખ (!) હવે જાગ્રતિ આવવાથી અનુકૂળતા - દુઃખરૂપ ભાસે છે. આવો પ્રયોગ અંતકરણની શુધ્ધ ભાવનાથી સતત કરવામાં આવે તો જીવને પૂર્ણતાનું લક્ષ બંધાઈ જાય છે કે જે લક્ષ મોક્ષમહેલનાં અનિવાર્ય પાયારૂપ છે.
પૂર્ણતાનાં લક્ષ વગર ભાવના કે મહેનત લેખે લાગતી નથી. અવલોકનનાં પ્રયોગની સફળતાથી બંધાયેલ પૂર્ણતાનાં લક્ષ વિનાની આત્મભાવના માત્ર ભાવુકતા-ભાવાવેશ છે અને પુરૂષાર્થ કેવળ વિકલ્પોની ઘટમાળ અથવા બુધ્ધિની કસરત છે.
આમ સંસારના કલ્પિત સુખો સાથે અવલોકનથી ઉપજેલી શાંતિની સરખામણી જીવને સહજમાત્રમાં મોક્ષમહેલનો પાયો બાંધી આપે છે.
No English rendering yet.
Aphorism 279
મનમાં જે રાગદ્વેષ પુણ્ય-પાપનાં વિકલ્પો ઉઠે છે તેને વર્તમાન ક્ષણે સતત અવલોકન કરનાર જીવને સંસારનાં સુખો અનુભવપૂર્વક કલ્પિત ભાસે છે. સંસારનાં કર્યો ઝંઝાળ, બોજા રૂપ ભાસે છે. તેથી અનુકૂળતાવાળા સંયોગોની ચાહના છૂટતી જાય છે. છતાં હાજી એને આત્મિક સુખ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ નથી મૂંઝાયેલો છે.
આવા જીવને મોક્ષનાં દ્વાર ખૂલ્યાં નથી ને સંસારની અનુકૂળતામાં ફસાવું નથી છતાં સંસારનાં કાર્યો કરવા પડે છે. પરંતુ ભવભ્રમણનાં કરણનાં નિમિત્તરૂપ સંસારનાં કાર્યો કરવાનો અભિપ્રાય નથી. તેથી આવા જીવને હવે સંસારની તમામ પ્રવૃત્તિમાં આત્મકલ્યાણની ઝંખના-ભાવના સતત હોવાથી તેને પાપબંધ ઉપજાવે તેવી પ્રવૃત્તિમાં પણ પુણ્યબંધ થાય છે કારણકે કોઈપણ પ્રવૃત્તિ તેને દુઃખ રૂપ ભાસે છે અને પરાણે કરવી પડે છે.
રાજીખૂશીથી અભિપ્રાયપૂર્વક કરાતી પાપ પ્રવત્તિમાં પાપનો બંધ થાય છે પરંતુ આવા જીવને તો દુઃખ ભાસે છે તેથી તે જ પ્રવૃત્તિ પુણ્યબંધનું કારણ બને છે. પૂર્વકર્મવશ અશાતા કે પ્રતિકૂળતાનો ઉદય મટતાં જ આવા જીવને આત્મઆરાધના ને અનુકૂળ એવા સત્સંગ, સદગુરૂ કે સત્શાસ્ત્રનો સંપર્ક ઉપરોક્ત બંધાયેલ પુણ્યનાં ઉદય થવાથી જરૂર થશે.
જહાં ચાહ હે વહાં રાહ હૈ એ ઉક્તિ આ પ્રમાણે ચરિતાર્થ છે. પૂ. બેનશ્રી પણ ફરમાવે છે કે ચૈતન્યની ભાવના કદિ નિષ્ફળ જાતિ નથી કારણ કે ભાવના સાથે કુદરત બંધાયેલી છે.
No English rendering yet.
Aphorism 281
અવલોકનનાં અભયાસમાં જ્ઞાનનું જ્ઞેય વર્તમાનકાળનાં આસ્ત્રવભાવો - શુભ કે અશુભ ભાવો છે. જયારે ભેદજ્ઞાનનાં અભ્યાસમાં જ્ઞેય સ્વયં જ્ઞાયક છે.
મુમુક્ષુને સ્થુળ વીકારીભાવોનું વેદન થયા વિના સૂક્ષ્મ નિજ જ્ઞાયક પરમાત્માનું વેદન-અતીન્દ્રિય આનંદ-પ્રગટ થાતું નથી. કારણકે જેને સ્થુળ વીકારીભાવો ન જણાય તેને જ્ઞાનની તથાપ્રકારે સુયોગ્ય નિર્મળતા ન હોવાથી અર્થાત મોહનું આવરણ હોવાથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાયક સ્વભાવ જણાતો નથી. (જુઓ બેનશ્રીનાં વચનામૃત નંબર ૫૯)
આત્મદર્શન માટે પ્રથમ વીકારીભાવોનું તટસ્થ દર્શન/જાણપણું થવું તે જ્ઞાનનો અભ્યાસ છે. જે જ્ઞાનમાં ક્રોઘાદિ વિકાર જણાય છે તે જ્ઞાન અતિન્દ્રિય છે. કારણકે ઇન્દ્રિયજ્ઞાન તો રૂપી પદાર્થોને જ વિષય બનાવે છે. જયારે ક્રોધાદિ વિકારો તો સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ રહિત અરૂપી છે. તેથી જે ક્ષણે ક્રોધ જણાય તે ક્ષણે જીવ અતિન્દ્રિય જ્ઞાનનાં ઉપયોગથી સાક્ષાત વિકારી ભાવોને જાણે છે.
No English rendering yet.
Aphorism 282
જ્ઞાન પ્રકાશ પડતાં ક્રોધ અંધકાર ટકી શકે નહિ. જ્ઞાન અગ્નિ ક્રોધાદિ વિકાર ને બાળી નાંખે છે તેથી અવલોકન પ્રક્રિયાથી આત્મજ્ઞાનને યોગ્ય માત્ર મોક્ષ અભિલાષ વાળી પાત્રતા ઉત્પન્ન કરે છે સંસારનાં તમામ રસો નીરસ થાય છે. ઉદાસીનતા ઉપજે છે.
No English rendering yet.
Aphorism 283
અવલોકનનો સફળ અભ્યાસ કરનાર જીવને ભેદજ્ઞાન સરળતાથી થઇ શકે છે. કારણ કે જીવ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ રહિત અરૂપી છે તેમ ક્રોધાદિ ભાવો પણ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ- શબ્દ રહિત અરૂપી છે. તેથી દોષ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાઈ શકે નહિ. અરૂપી જાણવાની તાકાત માત્ર અતિન્દ્રિય જ્ઞાનમાં જ છે. તેથી વિકારને પ્રત્યક્ષ-મનનાં આધાર વિના અર્થાત સ્મરણ/ચિંતન /મનન કર્યા વિના કે-કદી વિકાર નહીં કરું-એવો મનનાં આધારે સંકલ્પ કર્યા વિના સીધો જ દેખવામાં આવે તો અતિન્દ્રિય જ્ઞાનનો અભ્યાસ શરૂ થાય.
અતિન્દ્રિય જ્ઞાનનાં આવા પુરુષાર્થથી વિકારની શક્તિ/રસ ઘટે, ઉદાસીનતા પ્રગટે તેમજ વધે, વિકરનો નાશ થઇ શકે. જ્ઞાનનો રસ વધે, મોહરસ ઘટે, ભ્રાંતિ ટળે, સુખ આત્મામાં જ છે એવો વિશ્વાસ ઉપજે, જ્ઞાનનો પ્રયોગ થાય. પાત્રતા પ્રગટે. આવો પુરૂષાર્થ ભેદજ્ઞાન થવા માટેનો પાયો છે.
No English rendering yet.
Aphorism 284
અવલોકનનાં પુરૂષાર્થથી મનનાં ભાવોને તટસ્થ રીતે જોવા-જાણવાથી સંયોગમાત્રમાં સાક્ષીભાવ કેળવાય છે તેથી બાહ્યસંયોગોમાં સારાં-નરસાં પણું મટે છે તેથી અશાંતિ ટાળે છે અને અવલોકન પૂર્વે જે અશાંત જીવન હતું તેમાં ઘરખમ ફેરફાર થાય છે. ઉદાસીનતા કેળવાય છે.
તેમ છતાં આ અશાંતિ ટળી તે આત્મિક અતિન્દ્રિય શાંતિ નથી. કારણ કે અતિન્દ્રિય આનંદ તો નિજ સ્વરૂપનાં નિર્વિકલ્પ પ્રત્યક્ષ સ્વસંવેદનથી જ અનુભવાય તેથી અવલોકનથી ટળેલ અશાંતિથી સંતોષ ધારણ કરવા લાયક નથી. જો સંતોષ આવશે તો સત્સંગ/સદગુરૂ નો મહિમા/ભક્તિ નહીં આવે તેમજ સમ્યગ્દર્શનને પણ અંતરાય નડશે. પરને તટસ્થ ભાવે જોતાં અશાંતિ ટળે છતાં શાંતિ તો સ્વને જોતાં-જાણતાં જ મળે. પરને જોતાં-જાણતાં શાંતિ કદાપિ ન મળે.
No English rendering yet.
Aphorism 285
અવલોકનની વીધિ બુધ્ધિગમ્ય થાય છતાં જ્યાં સુધી પરપદાર્થમાં રૂચિ છે ત્યાં સુધી ધારાવાહી સતત અવલોકન ન ચાલે. તેથી ગમે તેટલો સત્સંગ તેમજ ત્રુટક અવલોકન થાય તોય જીવ ઘણાં વર્ષો સુધી પણ જરાયે પ્રગતિ કરતો નથી. અત્રે મૂળમાં જ આત્મભાવનામાં ખામી સમજવી.
No English rendering yet.
Aphorism 288
દોષને જોતાં શુદ્ધ ભાવનાવંત જીવને સહજ દુઃખ લાગે છતાં દોષનો નાશ કરવો નથી પરંતુ જાણવા-દેખવાના પ્રયાસમાં જ લાગ્યા રહેવું.
કષાય ન થાય માટે દ્રવ્યલિંગી ઘણો પુરૂષાર્થ કરે છે છતાં વીધિની ભૂલને લીધે અવળો પુરુષાર્થ હોવાથી તેને વીતરાગ દશા ઉત્પન્ન થાતી નથી અને પરિભ્રમણ ચાલુ જ રહે છે.
કષાય ન થાય તે માટેનો પુરૂષાર્થ શુભભાવની રુચિવાળો પુરુષાર્થ છે જ્યારે જ્ઞાયક સ્વભાવનાં આધારે કાષાયનાં સહજ જ્ઞાતા બની રહેતાં વીતરાગતાની રૂચિવાળો પુરૂષાર્થ થાય છે જે મુક્તિનું કારણ છે.
કષાય ટાળવાનાં લક્ષે થતો પ્રયાસ કૃત્રિમ છે; તેમાં કર્તૃત્વભાવ છે. તેથી કષાય મંદ થવા છતાં તેનો અભાવ થાતો જ નથી. કષાય ટાળવાનો પ્રયાસ એ જાતે જ મંદકશાય છે. તેથી મનના આધારે તે માર્ગે પુરૂષાર્થ કરતાં મુક્તિ મળતી નથી. જ્ઞાયકનાં આધારે સહજ જ્ઞાતા રહેવાથી મુક્તિ મળે છે.
No English rendering yet.